બેહરીન: ભારત વિરુદ્ધ રેલી કરવી પાકિસ્તાનીઓને ભારે પડી ગઈ!

0
240

ગઈકાલે બકરી ઇદના પ્રસંગે બહેરીનમાં નમાઝ બાદ કેટલાક પાકિસ્તાની નિવાસીઓએ ભારત વિરુદ્ધ કાશ્મીરના મામલા અંગે સુત્રોચ્ચાર કર્યા હતા અને પ્રદર્શન કર્યા હતા જેના પર ત્યાંની સરકારે કાર્યવાહી કરી છે.

મનામા: ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ બહેરીનમાં ભારત વિરુદ્ધ પ્રદર્શન, સુત્રોચ્ચાર અને રેલી કરનાર નિવાસી પાકિસ્તાનીઓ હવે ભરાઈ પડ્યા છે. આ પાકિસ્તાનીઓએ બકરી ઇદની નમાજ બાદ ભેગા થઈને ભારત વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

ભારતે હાલમાં જ અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી તેને ખાસ દરજ્જો આપતી કલમ 370ને નાબૂદ કરી અને તેને બે હિસ્સામાં વહેંચી દીધું છે. જમ્મુ અને કાશ્મીર તેમજ લદાખ હવે કેન્દ્રશાસિત પ્રદેશો છે.

બહેરીનની આંતરિક મામલાઓની મીનીસ્ટ્રીએ આ દેખાવોની નોંધ લીધી હતી અને કેપિટલ પોલીસને આ પાકિસ્તાનીઓ વિરુદ્ધ જેમણે ઇદની નમાઝ બાદ દેખાવો કર્યા હતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. મંત્રાલયે નાગરિકોને તેમજ નિવાસીઓને વિનંતી કરી હતી કે ધાર્મિક પ્રસંગોનો રાજકીય ઉપયોગ કરવાથી તેઓ દૂર રહે.

આમ, આ રીતે પાકિસ્તાન ભારત દ્વારા કલમ 370 નાબૂદ કરવાના મામલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તો એકલું પડી જ ગયું છે પરંતુ તેના નાગરિકો પણ જે-તે દેશમાં આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે તેમને પણ કાયદાનો દંડો પડી રહ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here