મુસ્લિમ મહિલાઓ: “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારા મોટા ભાઈ જેવા છે!”

0
314
Photo Courtesy: hindustantimes.com

ટ્રિપલ તલાક વિરુદ્ધ સંસદના બંને ગૃહોમાં કાયદો પસાર કરાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોઝખ જેવું જીવન જીવતી મુસ્લિમ મહિલાઓના દિલ જીતી લીધા છે અને હવે તેઓ વડાપ્રધાન માટે ખાસ ગિફ્ટ મોકલવાની છે.

Photo Courtesy: hindustantimes.com

વારાણસી/દેવાસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની મુસ્લિમ મહિલાઓ માટે મોટા ભાઈ બની ગયા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં અસંખ્ય મુસ્લિમ મહિલાઓએ વડાપ્રધાન મોદીને પોતાના મોટા ભાઈ કહ્યા છે.

આ પાછળનું કારણ નરેન્દ્ર મોદી દ્વારા ટ્રિપલ તલાકના કાયદાને અમલમાં લાવવાનું છે. વારાણસીની કેટલીક મહિલાઓએ પોતાના હાથે રાખડીઓ બનાવી છે અને તેમણે આ રાખડીઓ અને ધન્યવાદ તેમજ આશિર્વાદ આપતા પત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપ્યા છે. વારાણસી વડાપ્રધાનનું લોકસભા ક્ષેત્ર પણ છે.

વારાણસી પાસે આવેલા રામપુરાની હુમાબાનોએ કહ્યું હતું કે “ટ્રિપલ તલાકનો કાયદેસરનો ગુનો બનવું એ મોદીને લીધે જ શક્ય બન્યું છે. તેઓ સમગ્ર દેશની મુસ્લિમ મહિલાઓ માટે મોટા ભાઈ જેવા છે. અમે અમારા ભાઈ માટે રાખડીઓ બનાવી છે.”

આવી જ રીતે મધ્ય પ્રદેશના દેવાસમાં રહેતી બુશરા શેખે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી અને પત્ર મોકલ્યો છે. સામાન્ય રીતે બુશરા બહુ ઓછું બોલે છે પરંતુ આ વખતે તેણે પત્રકારોને કહ્યું હતું કે એક મુસ્લિમ મહિલા હોવાને નાતે તે ટ્રિપલ તલાકનો કાયદો બનવા પર ખુબ ખુશ છે.

બુશરાએ ઉપરોક્ત કાયદાનું સંસદના બંને ગૃહોમાંથી પસાર થવું તેને અત્યારસુધીનું સહુથી સાર્થક પગલું ગણાવ્યું છે. બુશરાને પાંચ વર્ષ પહેલા ઘરેલુ વિવાદ થવાને કારણે પોતાના પતિનું ઘર છોડવું પડ્યું હતું.

બુશરા હાલમાં દેવાસમાં પોતાના પિતા અને ભાઈ સાથે રહે છે અને કોર્ટમાં તેના ભરણપોષણનો કેસ પણ ચાલી રહ્યો છે. બુશરાનું કહેવું છે કે સરકારે મુસ્લિમ મહિલાઓને ખૂબ મોટી રાહત આપી છે અને ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો પસાર કરાવડાવીને નરેન્દ્ર મોદીએ મુસ્લિમ મહિલાઓને દોઝખની યાતનામાંથી બહાર કાઢી છે.

બુશરાએ આગળ કહ્યું હતું કે તેને વડાપ્રધાન મોદી પર ગર્વ છે અને તેમણે મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવ્યો છે. બુશરા શેખે ગૃહમંત્રી અમિત શાહને પણ ધન્યવાદ આપ્યા હતા.

આ ઉપરાંત પોતાના પત્રમાં બુશરા શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે દુઆ કરતા લખ્યું છે કે તેમને આવી જ રીતે આગળ પણ આવા કઠોર નિર્ણય લેવાની શક્તિ મળે અને તેમની ઉંમર લાંબી થાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here