Fake News: ભારતીય સેના અંગે ફેક ન્યૂઝ ફેલાવવા બદલ શેહલા રશીદ ફસાઈ

0
345
Photo Courtesy: indiatoday.in

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ Twitter પર એક્ટીવીસ્ટ શેહલા રશીદે ભારતીય સેના પર અત્યાચારના પાયાવિહોણા આરોપ કર્યા હતા અને હવે તે ખુદ જ આ આરોપો મૂકવાને લીધે ફસાઈ ગઈ છે.

Photo Courtesy: indiatoday.in

નવી દિલ્હી: ફ્રિલાન્સ પ્રદર્શનકર્તા અને હવે રાજકારણમાં ઝંપલવવાની ઈચ્છા ધરાવતી શેહલા રશીદ પર આજે સુપ્રિમ કોર્ટમાં વકીલ એવા અલખ આલોક શ્રીવાસ્તવે ક્રિમીનલ ફરિયાદ નોંધાવી છે. શેહલા પર આરોપ છે કે તેણે Twitterના માધ્યમ દ્વારા ભારતીય સેના અંગે ફેક ન્યૂઝ ફેલાવ્યા છે.

દિલ્હીના પોલીસ કમિશનરને લખેલી લેખિત ફરિયાદમાં અલખ આલોક શ્રીવાસ્તવનું કહેવું છે કે શેહલા રશીદના આરોપો એટલા માટે પાયાવિહોણા છે કારણકે તેણે એના સમર્થનમાં કોઈ પણ પ્રકારનું વોઈસ રેકોર્ડીંગ પ્રસ્તુત કર્યું નથી. શેહલા રશીદે અગાઉ ભારતીય સેના પર કાશ્મીરીઓ પર બળજબરી કરવાનો આરોપ મૂક્યો હતો.

શેહલા રશીદે સળંગ Tweetsમાં વિવિધ પ્રકારના આરોપો મુક્યા હતા જેમાં કાશ્મીરમાં સેના બાળકો અને કાશ્મીરીઓ પર જુલમ કરી રહી છે તેમજ જમ્મુ અને કાશ્મીર પોલીસ પાસે હવે કોઇપણ પ્રકારના અધિકાર રહ્યા નથી સામેલ છે. શેહલા રશીદના આ આરોપો પાકિસ્તાની પ્રોપેગેન્ડાનો જ એક ભાગ છે જેમાં તે આ પ્રકારે જ ખોટી માહિતી ફેલાવી રહ્યું છે.

શેહલાએ ભારતીય સેના પર આરોપ મૂક્યો હતો કે તે લોકોના ઘરમાં અડધી રાત્રે ઘુસી આવે છે, કિશોરોને ઉપાડી જાય છે અને ઘરમાં રહેલી વસ્તુઓને આમતેમ ફેંકી દે છે અને ચોખામાં જાણીજોઈને તેલ ભેળવી દે છે.

ભારતીય સેનાએ પણ આ આરોપોની પ્રતિક્રિયા આપી હતી કે “શેહલા રશીદ દ્વારા મુકવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને તેનો અમે અસ્વીકાર કરીએ છીએ. આ પ્રકારના ચકાસણી કર્યા વગરના અને ફેક સમાચારો દ્વેષપૂર્ણ તત્વો દ્વારા તેમજ સંસ્થાઓ દ્વારા લોકોમાં શંકા ઉભી કરવા માટે ફેલાવવામાં આવી રહ્યા છે.”

આ મામલે આજે સવારથીજ Twitter પર ભારતીયોનો ગુસ્સો શેહલા રશીદ પર ફૂટી પડ્યો છે અને #ArrestShehlaRashid હજીપણ ભારતમાં ટોપ 10 ટ્રેન્ડ્સમાં ટ્રેન્ડ થઇ રહ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here