VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ભૂતાનના સંસદ સભ્યની મસ્તી કરી!

0
260
Photo Courtesy: dnaindia.com

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સરળ અને પ્રેમાળ સ્વભાવ માટે જાણીતા છે. ભૂતાનમાં પોતાની યાત્રા દરમ્યાન એક ફોટો સેશન દરમ્યાન વડાપ્રધાન મોદીએ અહીંના એક સંસદ સભ્ય સાથે મસ્તી કરી હતી.

Photo Courtesy: dnaindia.com

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે જ તેમની ભૂતાનની બે દિવસની યાત્રા પૂર્ણ કરીને ભારત પરત આવી ગયા છે. આ યાત્રા દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ 27 કલાકમાં 13 અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમોમાંથી એક કાર્યક્રમ રોયલ ભૂતાન યુનિવર્સીટી ખાતે અહીંના યુવાન વિદ્યાર્થીઓને સંબોધવાનો પણ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં ભૂતાનના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.

કાર્યક્રમના સમાપન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં દર્શકો વચ્ચે હાજર ભૂતાનની સંસદના તમામ સંસદ સભ્યો તેમજ ભૂતાનના વડાપ્રધાન લોટે ત્શેરીંગ સાથે સ્ટેજ પર ફોટો પણ પડાવ્યો હતો. વડાપ્રધાન મોદી સ્ટેજ પર પહોંચે એ અગાઉ જ ભૂતાનના સંસદ સભ્યો આ ખાસ ફોટો સેશન માટે સ્ટેજ પર જઈને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી ચૂક્યા હતા.

વડાપ્રધાન મોદી જ્યારે સ્ટેજ પર આ સંસદ સભ્યો વચ્ચે પોતાનું સ્થાન લેવા પહોંચ્યા ત્યારે ત્યાં બેસેલા એક સંસદ સભ્યે પોતાના માથા પર હાથ ફેરવવાનું શરુ કર્યું હતું. નરેન્દ્ર મોદીએ આ હરકતને ભાળી લીધી હતી અને તેમણે પણ પોતાનો હાથ એ સંસદ સભ્યના માથા પર ફેરવવાનું શરુ કરી દીધું હતું.

થોડો સમય આ સંસદ સભ્યને એવું લાગ્યું કે તેનો જ સહકર્મી સંસદ સભ્ય આમ કરી રહ્યો છે. પરંતુ જેવું તેમણે ઉપર જોયું તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ તેમના માથા પર હાથ ફેરવી રહ્યા હતા.

પેલા સંસદ સભ્યને પરિસ્થિતિનું ભાન થતા એ છોભીલો ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરતજ તેની પીઠ થાબડી હતી. નરેન્દ્ર મોદીના ભારત પરત થયા બાદ પણ આ વિડીયો સોશિયલ મિડીયામાં હજી સુધી વાયરલ થઇ રહ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here