INX Media કેસ: હવે પી ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી શકે છે

0
258
Photo Courtesy: theindianwire.com

પીટર અને ઇન્દ્રાણી મુખરજીની કંપની INX Mediaને ગેરકાયદેસર લાભ અપાવવાના મામલે આજે દિલ્હી હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમને એક મોટો ઝાટકો આપ્યો છે અને તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે.

Photo Courtesy: theindianwire.com

નવી દિલ્હી: મળતા સમાચાર અનુસાર આજે દિલ્હી હાઇકોર્ટે વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની INX Media કેસમાં આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. દિલ્હી હાઇકોર્ટમાં આજે જસ્ટીસ સુનીલ ગૌરની અદાલતમાં ચિદમ્બરમની અરજીની સુનાવણી હતી.

જસ્ટીસ સુનીલ ગૌરે આજે 25 જાન્યુઆરીએ મુલતવી રાખેલા પોતાના ચૂકાદાને જાહેર કર્યો હતો. પી ચિદમ્બરમ તરફથી આજે બે વરિષ્ઠ વકીલો અને કોંગ્રેસના તેમના સાથીદારો કપિલ સિબલ અને અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર રહ્યા હતા.

અત્રે એ નોંધનીય છે કે INX Media કેસમાં પી ચિદમ્બરમને અત્યારસુધીમાં વીસ વખત વચગાળાના જામીન મળી ચૂક્યા હતા.

પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તી ચિદમ્બરમ પર આરોપ છે કે તેમને INX Mediaના માલિકો પીટર મુખરજી અને ઇન્દ્રાણી મુખરજી તરફથી ગેરકાયદે લાભ મળ્યા છે. કહેવાતો આ ગેરકાયદે લાભ ત્યારે આપવામાં આવ્યો હતો જ્યારે પી ચિદમ્બરમ કેન્દ્રીય નાણામંત્રી હતા અને CBIના કહેવા અનુસાર તેમણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB) પાસેથી INX Mediaને ગેરકાયદે ક્લીયરન્સ અપાવ્યું હતું.

CBI અને ED બંને સંસ્થાઓ આ કેસની તપાસ ચલાવી રહી છે અને તેમણે વારંવાર કોર્ટમાં ચિદમ્બરમને જામીન આપવાનો વિરોધ કરીને કોર્ટને ચિદમ્બરમની ધરપકડ કરી તેમની પૂછપરછ કરવાના પોતાના કાયદાકીય હક્કનો ઉપયોગ કરવા દેવાની માંગણી કરતી આવી છે.

આ બંને સંસ્થાઓએ અત્યારસુધી ચિદમ્બરમ તપાસ દરમ્યાન ઉપલબ્ધ ન રહી અને અસહકાર કરી રહ્યા હોવાનો પણ આરોપ મુકતી આવી છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન નામંજૂર થતા પી ચિદમ્બરમની તકલીફો હવે વધી શકે છે, જો કે તેમની પાસે આ ચૂકાદા વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં જવાનો વિકલ્પ પણ ખુલ્લો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here