4G: સ્પીડના મામલે કોણ આગળ? Jio, Airtel કે Vodafon? – તાજા આંકડા

0
441

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી (TRAI) દ્વારા 4G ઈન્ટરનેટની સ્પીડના જુલાઈ મહિનાના આંકડાઓ ગઈકાલે બહાર પાડવામાં આવ્યા હતા તે અનુસાર તમે નક્કી કરી શકો છો કે તમારું નેટવર્ક તમને કેટલી સ્પીડ આપે છે!

નવી દિલ્હી: 4G સ્પીડના મામલે કઈ ટેલિકોમ કંપની આગળ છે એ જાણવા માટે તમામ યુઝર્સ ઉત્સુક હોય છે. TRAIએ ગઈકાલે જ જુલાઈ મહિનાના આંકડા જાહેર કર્યા છે જેમાં મુખ્ય ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને કેટલી 4G સ્પીડ આપે છે તે સ્પષ્ટ થયું છે.

4G સ્પીડની રેસમાં Jio ફરીથી મેદાન મારી ગયું છે. TRAIના આંકડાઓ અનુસાર જુલાઈ મહિનામાં Jioની સરેરાશ ડાઉનલોડ સ્પિડ 21.0 Mbps હતી જે જૂન મહિનામાં 17.6 રહી હતી.

જો કે અપલોડ સ્પીડની દ્રષ્ટીએ Vodafone નું પર્ફોર્મન્સ વધુ સારું રહ્યું હતું, જ્યારે જો છેલ્લા છ મહિનાની વાત કરીએ તો તેમાં અપલોડ સ્પીડમાં પણ Jio અન્ય તમામ મહત્ત્વની ટેલિકોમ કંપનીઓથી આગળ રહ્યું હતું.

Airtelની વાત કરીએ તો જૂન મહિનામાં તેના 4G નેટવર્કની ગતી 9.2 Mbps રહી હતી જે જુલાઈ મહિનામાં ઘટીને 8.8 Mbps રહી હતી.  Vodafone સાથે ભલે Ideaનું વિલીનીકરણ થઇ ગયું હોય પરંતુ TRAIએ બંનેના અલગ અલગ આંકડા આપ્યા છે જે અનુસાર Vodafone જૂનમાં પોતાના ગ્રાહકોને 4Gમાં 7.9 Mbps આપી રહ્યું હતું તે જુલાઈમાં ઘટીને 7.7 Mbps રહી હતી.

અપલોડ સ્પીડના મામલામાં Vodafoneની સરેરાશ જુલાઈ મહિનામાં અન્ય તમામ નેટવર્ક્સ કરતા સહુથી વધુ એટલેકે 5.8 Mbps રહી હતી જ્યારે અહીં Airtel સહુથી છેલ્લા સ્થાન પર રહ્યું હતું!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here