વિવાદ: અનુરાગ કશ્યપ વિરુદ્ધ Sacred Games 2ના એક દ્રશ્ય અંગે ફરિયાદ

0
245
Photo Courtesy: economictimes.com

હાલમાં જ શરુ થયેલી વેબસીરીઝ Sacred Games 2ના એક દ્રશ્યને કારણે સિરીઝ વિવાદમાં આવી ગઈ છે. નિર્માતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને આહત કરવાના આરોપ હેઠળ પોલીસ ફરિયાદ થઇ છે.

Photo Courtesy: economictimes.com

નવી દિલ્હી: નેટફલિક્સ પર થોડા દિવસો અગાઉ જ વેબસીરીઝ Sacred Gamesની બીજી સીઝન શરુ થઇ છે અને તે વિવાદમાં પણ આવી ગઈ છે. આમ તો આ સિરીઝની પ્રથમ સીઝન પણ તેમાં બોલાઈ રહેલા અપશબ્દો અને અન્ય કારણોસર વિવાદમાં હતી પરંતુ આ વખતે વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

દિલ્હી ભાજપના પ્રવક્તા તાજીન્દર સિંગ બગ્ગાએ પોલીસમાં ફરિયાદ કરતા કહ્યું છે કે Sacred Games 2ના એક દ્રશ્યમાં એક શીખ પોલીસ અધિકારી (સૈફ અલી ખાન) ગુસ્સામાં પોતાનું કડું હાથમાંથી કાઢીને ફેંકી દે છે એવું દ્રશ્ય છે. બગ્ગાના કહેવા અનુસાર આ દ્રશ્ય એ શીખ સમુદાયની લાગણી આહત કરે છે.

તાજીન્દર બગ્ગાનું કહેવું છે કે આ સિરીઝના નિર્માતા અનુરાગ કશ્યપે જાણીજોઈને આ રીતનું દ્રશ્ય સિરીઝમાં રાખ્યું છે જેથી તેઓ શીખ સમુદાયનું અપમાન કરી શકે. આ ઉપરાંત આ પ્રકારનું દ્રશ્ય અન્ય ધર્મના લોકોમાં પણ શીખો વિષે ખોટી ધારણા ફેલાવશે જેથી બે જુદાજુદા સમુદાયો વચ્ચે તણાવ પણ  ઉભો થઇ શકે છે.

બે દિવસ અગાઉ અકાલી દલના વિધાનસભ્ય મંજીન્દર સિંગ સિરસાએ પણ આ સિરીઝ વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને ઉપરોક્ત દ્રશ્ય તેમાંથી દૂર કરવાની માંગ કરી હતી.

કાંડામાં પહેરાતું કડું એ શીખ સમુદાય માટે અત્યંત પવિત્ર હોય છે અને તેને દરેક શીખ પૂરતું સન્માન આપતો હોય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here