વિક્રમ સર્જક: મેન વર્સીઝ વાઈલ્ડ વિથ પીએમ મોદીએ તમામ રેકોર્ડ્સ તોડ્યા

0
308
Photo Courtesy: thedailystar.net

ઉત્તરાખંડમાં આવેલા જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાહસિક બેયર ગ્રીલ્સ દ્વારા ડિસ્કવરી ચેનલ પર પ્રસ્તુત કાર્યક્રમ ‘મેન વર્સીઝ વાઈલ્ડ વિથ પીએમ નરેન્દ્ર મોદી’એ તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે.

Photo Courtesy: thedailystar.net

મુંબઈ: ગત અઠવાડિયે ડિસ્કવરી ચેનલ પર સાહસિક બેયર ગ્રીલ્સ સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મેન વર્સીઝ વાઈલ્ડ’ એપિસોડે જબરી ધૂમ મચાવી છે. આ એપિસોડ માત્ર કરોડો લોકોએ પોતપોતાના ટીવી પર જોયો જ ન હતો પરંતુ સોશિયલ મિડિયા તેમજ ઈન્ટરનેટ પર તેના વિષે એટલી જ સંખ્યામાં તેના વિષે ચર્ચા પણ કરી હતી.

મેન વર્સીઝ વાઈલ્ડ વિથ પીએમ નરેન્દ્ર મોદી હવે વિશ્વમાં સહુથી વધુ ટ્રેન્ડ થયેલા ટીવી કાર્યક્રમ તરીકે સ્થાપિત થઇ ગયો છે. આ શો એ Twitter પર 3.6 બિલીયન ઈમ્પ્રેશન્સ મેળવી છે જે અભૂતપૂર્વ છે.

આ શો દ્વારા મળેલી સિદ્ધિનું જો મૂલ્યાંકન કરવું હોય તો એ રીતે કરી શકાય કે આ વર્ષે વિશ્વમાં ટીવી પર જે સહુથી વધુ દર્શકો મેળવે છે તે અમેરિકન ફૂટબોલ ઇવેન્ટ સુપર બોલને પણ મેન વર્સીઝ વાઈલ્ડ વિથ પીએમ નરેન્દ્ર મોદીએ પાછળ છોડી દીધી છે.

બેયર ગ્રીલ્સે ખુદ આ આંકડાને સમર્થન આપતા Tweet કરી હતી કે “3.6 બિલીયન ઈમ્પ્રેશન્સ સાથે આધિકારિક રીતે વિશ્વમાં આ સહુથી વધુ ટ્રેન્ડ થયેલી ઇવેન્ટ બની ગઈ છે!” અને પછી ઉમેર્યું હતું કે તેણે ‘સુપર બોલ 53’ ને પણ પાછળ છોડી દીધું છે જેણે 3.4 બિલીયન સોશિયલ ઈમ્પ્રેશન્સ મળી હતી. બેયર ગ્રીલ્સે આ એપિસોડ જોનારા તમામ દર્શકોનો પણ આભાર માન્યો હતો.

મેન વર્સીઝ વાઈલ્ડ વિથ પીએમ નરેન્દ્ર મોદીને કેટલી સંખ્યામાં દર્શકોએ જોયો હતો તેનો આંકડો મેળવવાનો હજી બાકી છે પરંતુ એવા સંજોગોમાં Twitter ઈમ્પ્રેશન્સ સહુથી વિશ્વાસપાત્ર માધ્યમ છે જેના થકી કોઇપણ ટેલીવિઝન કાર્યક્રમની દર્શકો સુધીની પહોંચ વિષે અંદાજ લગાવી શકાય છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here