થોડા સમય અગાઉ ટીવી સમાચારો ભારતના લોકોને ગેરમાર્ગે દોરતા હોવાનું કહીને તેને જોવાની ના પાડનાર પત્રકાર રવિશ કુમાર હવે એ જ ભારતીયોને ટીવી જોવાનું કહી રહ્યા છે, જાણીએ કેમ.

અમદાવાદ: જાણીતા પત્રકાર અને NDTVના એન્કર રવિશ કુમાર પોતાને ભગવાન માને છે એ સર્વવિદિત હકીકત છે. પરંતુ તેમની આ માન્યતાએ ઘણી વખત તેમના બેવડાં ધોરણો પણ ખુલ્લા પાડી દીધા છે એ પણ એટલુંજ સત્ય છે.
એક સમય એવો હતો કે રવિશ કુમાર એમ કહેતા કે જે ટીવી ભારતમાં સ્થાપિત લોકતંત્રની હત્યા કરે છે તેને જોવાથી શો મતલબ છે? તેમના કહેવા અનુસાર ભારતીયોએ માત્ર ટીવી જ નહીં પરંતુ મોબાઈલમાં પણ સમાચાર ન જોવા જોઈએ કારણકે અહીં એન્કરો બૂમો પાડી પાડીને લોકોનું બ્રેઈનવોશ કરે છે.
હવે એક નવો વિડીયો સામે આવ્યો છે જેમાં એ જ રવિશ કુમાર ટીવી ન જોવાની વાતનો ખુદ વિરોધ કરી રહ્યા છે. રવિશ કુમારે પોતાના એક ફેનની વાતનો સંદર્ભ લઈને કહ્યું છે કે તેનો ફેન જ્યારે પણ પોતાનો એટલેકે રવિશ કુમારનો શો જોતો હોય છે ત્યારે ટીવી બંધ કરી દે છે.
રવિશ કુમાર માટે આ ઘટના દેશમાં ફેલાઈ રહેલી સરમુખત્યારશાહીનો સંકેત છે. જો કે અહીં એ પ્રશ્ન જરૂર ઉભો થાય છે કે જ્યારે રવિશ કુમાર ખુદ લોકોને ટીવી ફેંકી દેવાનો ‘આદેશ’ આપી રહ્યા હતા ત્યારે તે સરમુખત્યારશાહીનો સંકેત હતો કે નહીં?
ખરેખરતો રવિશ કુમારના ફેનનો ભાઈ તેમના એ જ આદેશનું પાલન કરી રહ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે ટીવીને ન જોવું જોઈએ. કદાચ એવુંપણ હોઈ શકે કે રવિશ કુમારના ફેનનો ભાઈ કદાચ રવિશના પોલા પત્રકારત્વને ઓળખી ગયો હોય અને તે ટીવી બંધ કરીને પોતાના ભાઈને પણ તેની આડઅસરથી બચાવવા માંગતો હોય.
રવિશ કુમાર અને તેમના જેવા અસંખ્ય પત્રકારો માત્ર સાંભળેલી વાતોને જ સત્ય બનાવીને ફેલાવવાની કોશિશ કરતા હોય છે. વામપંથી પત્રકારો ક્યારેય આ પ્રકારની વાતોનું પ્રમાણ આપતા નથી.
જો રવિશ કુમાર ખરેખર સાચા હોય તો તેમણે પોતાના એ ફેનનો ખાસ ઇન્ટરવ્યુ કરવો જોઈએ, ભલે પછી તેઓ તેમના ફેનનો ચહેરો દેખાડવા ન માંગતા હોય તો પોતાની આદત અનુસાર સ્ક્રિન બ્લેક કરી નાખે.
હકીકત જે કોઇપણ હોય પરંતુ ફરીથી રવિશ કુમારે પોતાના તેમજ તેમના જેવા અસંખ્ય વામપંથી પત્રકારોના બેવડાં ધોરણો ખુલ્લા પાડી દીધા છે.
I haven’t seen a person bigger hypocrite than Ravish Kumar.
Odd Day: Don’t watch TV to save democracy
Even Day: People switch off TV when my show is running. This is death of democracy
He wants people to watch only his show. Megalomaniac!! pic.twitter.com/aX3SlBzOUG
— BALA (@erbmjha) August 24, 2019
eછાપું