સુરક્ષા ઘટી: આપણા ભૂતપૂર્વ વડાપ્રધાનને હવે SPG સુરક્ષા નહીં મળે

0
281
Photo Courtesy: indianexpress.com

કેન્દ્રીય ગૃહ મંત્રાલય વખતોવખત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનો તેમજ અન્ય મહાનુભાવોને અપાતી સુરક્ષાની સમીક્ષા કરતું રહેતું હોય છે અને આવી જ એક સમીક્ષા બાદ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની સુરક્ષામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

Photo Courtesy: indianexpress.com

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ મનમોહન સિંહની સુરક્ષાના સ્તરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યારસુધી ડૉ મનમોહન સિંહને SPG સુરક્ષા મળી રહી હતી જે તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનો તેમજ તેમના નજીકના પરિવારને મળતી હોય છે.

પરંતુ, એક તાજા સમાચાર અનુસાર કેન્દ્ર સરકારે ડૉ મનમોહન સિંહને મળતી SPG સુરક્ષાને બદલે હવે CRPF સ્ટાફ સાથે મળતી Z+ સિક્યોરીટી આપવાનો નિર્ણય કર્યો છે. દર વર્ષે સરકાર IB અને અન્ય સંસ્થાઓ દ્વારા મળતા ઇન્ટેલિજન્સને આધારે દેશના મહત્ત્વના વ્યક્તિઓને મળતી સુરક્ષામાં વધારો કે ઘટાડો કરતી  હોય છે.

ગૃહ મંત્રાલય જે તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનો તેમજ VVIPs માટે સુરક્ષા નક્કી કરવા માટે જવાબદાર છે તેણે જણાવ્યું છે કે સુરક્ષા પર થતી પુનર્વિચારણા અમુક સમયના અંતરે તેમજ વ્યવસાયિક કસરત છે જેનો આધાર સુરક્ષા એજન્સીઓ જે-તે વ્યક્તિની સુરક્ષાને કેટલો ખતરો છે તેના મૂલ્યાંકન બાદ નક્કી કરવામાં આવતો હોય છે.

ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ડૉ મનમોહન સિંહને મળતી Z+ કેટેગરીની સુરક્ષામાં કોઈજ બદલાવ કરવામાં આવ્યો નથી, ફક્ત હવે તેમની સુરક્ષા SPG ગાર્ડઝ નહીં પરંતુ CRPF સંભાળશે. હજી થોડા સમય અગાઉ જ ડૉ મનમોહન સિંહે વડાપ્રધાનના કાર્યાલયમાં એક પત્ર લખ્યો હતો જેમાં તેમના પર્સનલ સ્ટાફને 14 થી ઘટાડીને 5 કરવાના સરકારના નિર્ણયનો તેમણે વિરોધ કર્યો હતો.

ડૉ. મનમોહન સિંહ જે અત્યારસુધી આસામથી રાજ્યસભામાં ચૂંટાઈને આવતા હતા તેઓ ગયા અઠવાડિયે જ રાજસ્થાનથી ફરીથી રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here