નામકરણ: દિલ્હીનું ફિરોઝશાહ હવે અરુણ જેટલી સ્ટેડિયમ કહેવાશે

0
493
Photo Courtesy: livemint.com

દિલ્હી ક્રિકેટ એસોસિએશનના આજના એક નિર્ણય અનુસાર દિલ્હીનું ખ્યાતનામ ફિરોઝશાહ કોટલાનું નામ બદલીને હવે અરુણ જેટલી સ્ટેડિયમ કરવામાં આવશે.

Photo Courtesy: livemint.com

નવી દિલ્હી: દિલ્હી ક્રિકેટ એસોસિએશને (DDCA) આજે કરેલા એક નિર્ણય અનુસાર દિલ્હીનું પ્રતિષ્ઠિત ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડને હવે નવું નામ આપવામાં આવ્યું છે. હવે તેને ‘અરુણ જેટલી સ્ટેડિયમ’ નામ આપવામાં આવશે.

ગત શનિવારે અવસાન પામેલા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને DDCAના પૂર્વ અધ્યક્ષ અરુણ જેટલીને દિલ્હી ક્રિકેટને આપેલા તેમના પ્રદાન બદલ આ નિર્ણય લેવામાં આવ્યો છે.  તેઓ 1999 થી 2013 સુધી DDCAના અધ્યક્ષ રહ્યા હતા.

આ પ્રસંગે હાલના DDCA પ્રમુખ અને મિડિયા મોગલ રજત શર્માએ જણાવ્યું હતું કે

જે વ્યક્તિએ આ સ્ટેડિયમને નવું રૂપ આપ્યું તેના નામે આ સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવે તેનાથી બહેતર બીજું શું હોઈ શકે? એ અરુણ જેટલીનું જ સમર્થન અને પ્રોત્સાહન હતું કે દિલ્હીએ વિરાટ કોહલી, વિરેન્દર સહેવાગ, ગૌતમ ગંભીર, આશિષ નહેરા, ઋષભ પંત અને અન્ય ખેલાડીઓ આપ્યા અને દેશનું સન્માન વધાર્યું.

આ જાહેરાત બાદ DDCAએ સ્પષ્ટતા કરી હતી કે માત્ર સ્ટેડિયમનું નામ જ બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે, મેદાનનું નામ ફિરોઝશાહ કોટલા જ રહેશે.

વર્ષ 1883માં આ ક્રિકેટ ગ્રાઉન્ડને મોહમ્મદ બિન તુઘલકના પિતરાઈ ફિરોઝશાહ તુઘલકનું નામ આપવામાં આવ્યું હતું જેણે દિલ્હી પર શરીયત હેઠળ 1351 થી 1388 સુધી રાજ્ય કર્યું હતું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here