હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (25): એક થા ટાઈગર !!

0
167
Photo Courtesy: indiatvnews.com

હિંદુ હ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે શ્રેણી આજે વિરામ લેશે. પરંતુ વિરામ લીધા અગાઉ બાળાસાહેબ ઠાકરેના સંપૂર્ણ જીવન અને તેમણે જીવન જે લોકો માટે જીવ્યું હતું તેના પર એક આખરી નજર. આશા છે આપને આ સિરીઝ જરૂર ગમી હશે. આવતા મંગળવારથી એક નવી સેલિબ્રિટી સિરીઝ સાથે અમેપરત થઈશું.

– એડિટર eછાપું 

Photo Courtesy: indiatvnews.com

બાળાસાહેબ ઠાકરેએ જે પાર્ટી કે સંગઠન બનાવ્યું તે લગભગ મરાઠી માણૂસની આસપાસ આકાર લેતું હતું, અને તેમણે શિવસેનાને શિવાજીની આધુનિક સેના તરીકે લોકો સમક્ષ મૂકી. મરાઠી માણૂસને વર્ષોથી થનારા અન્યાય વિરુદ્ધ લડત આપવા માટે શિવસેના હંમેશા આગળ રહેતી. બાળાસાહેબના ભાષણો અને લેખોમાં એક વાત હંમેશા સામાન્ય રહેતીઃ ‘મારા શિવસૈનિકો’! એમાં પણ ખાસ કરીને ‘મારા’ શબ્દ પર વધુ ભાર આપવામાં આવ્યો છે.

‘મારા શિવસૈનિક મારી શક્તિ છે.’

‘જ્યાં સુધી મારા શિવસૈનિક મારી સાથે છે, ત્યાં સુધી હું વિશ્વમાં કોઈ વસ્તુની ફિકર કરતો નથી.’

‘મને કોઈ સત્તાવાર હોદ્દો નથી જોઈતો, કેમ કે હું મારા શિવસૈનિકો દ્વારા મને અપાયેલા પ્રમુખપદને પૃથ્વીનું સર્વશ્રેષ્ઠ ગણું છું.’

‘હું ફક્ત મારા શિવસૈનિકો માટે જ જીવું છું. તેઓ મારા માટે સર્વોચ્ચ સત્તા છે.’

બાળાસાહેબનું વ્યક્તિત્ત્વ ઘણા વિરોધાભાસી ઉદાહરણો પૂરાં પાડે છે. તેમણે ઘણી વાર હિંસક ઉથલપાથલની ધમકીઓ આપી, પરંતુ તેમના અંગત જીવનમાં તે ખૂબ જ સુવ્યવસ્થિત હતા. તેમને હંમેશા મોટી ઉજવણીના તહેવારો ગમતા પણ તેમની રુચિ સરળ હતી. જાહેરમાં, તે મુક્ત રીતે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતા પણ એક સારા વાચક અને તેજસ્વી નકલ કરનારા હતા. પોતાના પક્ષમાં એક સરમુખત્યાર જેવી ભૂમિકા ભજવતા અને હિંસાની હિમાયત કરતા નજરે પડતા પરંતુ ઘરે, તે એક પારિવારિક માણસ હતા. નજીકના લોકોના જન્મદિવસને યાદ રાખતા અને બાળકોને માર મારવાના વિચારને ક્યારેય સમર્થન ન આપતાં.

પોતાના સૈનિકોને ક્રિકેટ પીચ ખોદવા કહેતા પરંતુ બાપુ નાડકર્ણી અને મુંબઈ-ભારતના અનેક જૂના ક્રિકેટરો તેમના મિત્રો હતા. તેઓ મરાઠી નવલકથાને ક્યારેય પસંદ ન કરતા અને પ્રખ્યાત મરાઠે લેખક પુ.લ.દેશપાંડે પર ઘણી વાર આકરા પ્રહારો કરતા, પરંતુ સમય મળે એ પુ.લ.ના હાસ્યનાટકો અને વક્તવ્યોની કેસેટો અને સીડીઓ સાંભળતા.

એકવાર મિડ-ડે દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં પાકિસ્તાનમાં જાણીતા ત્રણ ભારતીયોમાંના એક બાળાસાહેબ ઠાકરે હતાં. આઉટલુક દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં દિલ્હીવાસીઓએ ટોપ ત્રણ મુંબઈકરોને દિલ્હીમાં લાવવા માટે મત આપેલો જેમાં ઠાકરે પ્રથમ ક્રમે હતા.

1966 માં જ્યારે ઠાકરે અને શિવસેના પ્રથમ વખત જાહેરમાં આવ્યા, ત્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બનીને ફક્ત એક જ વર્ષ થયું હતું, ડૉ.ઝાકિર હુસેન ભારતના રાષ્ટ્રપતિ હતા, વી.પી.નાઈક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા, અને એસ.કે. પાટીલ મુંબઇમાં કોંગ્રેસના અધ્યક્ષ હતા. 1990 સુધીમાં તો આ ચારેય દેશની રાજનીતિથી ઘણી દૂર થઈ ગયા હતા પણ ઠાકરે અને શિવસેના વધુ ને વધુ સ્ટ્રોંગ બન્યા હતા.

જ્યારે ઠાકરેનું નિધન થયુ, ત્યારે ઇન્દિરાના પૌત્ર રાહુલ રાજકારણમાં ઘણાં વર્ષો વીતી ચૂક્યા હતા. વી.પી. નાઈક ​​ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા અને ભૂલાઈ ગયેલા. એસ.કે.પાટીલનું 1980 માં અવસાન થયું હતું અને આજે તેઓએ જે શહેર પર શાસન કર્યું તે શહેરના લોકોને ભાગ્યે જ યાદ હશે. ઝાકિર હુસેન ભારતવર્ષના ત્રીજા રાષ્ટ્રપતિ હતા અને આજે આપણા 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદ છે. જ્યારે ઠાકરેએ રાજકારણની શરૂઆત કરી ત્યારે રાજ કપૂર બોલિવૂડમાં અગ્રણી સ્ટાર હતા, અને અમિતાભ બચ્ચન તો કલકત્તાની કોઈ કંપનીમાં કામ કરતા હતા. શરદ પવાર રાજકારણમાં પ્રવેશ્યા પણ ન હતા. વી.પી. સિંહ અને પી.વી. નરસિંહરાવ વિશે લોકો જાણતાં પણ નહોતા. ટાઇગર પટૌડી ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન હતા, અને સુનીલ ગાવસ્કર હજી તેની પ્રથમ ટેસ્ટ મેચ રમવાનો હતો.

ઠાકરે, 86 વર્ષની ઉંમરે પણ રાજ કપૂરના પૌત્ર રણબીર સાથે ગપસપ કરતા બેઠા હતા અને અમિતાભ, તેના પૌત્ર-સંતાનોને સાથે લઈને ઠાકરેના ઘરે ડીનર માટે જતાં. વી.પી.સિંહ, પી.વી.નરસિંહરાવ અને પટૌડીનું ઘણાં સમય પહેલા નિધન થયું અને સુનીલ ગાવસ્કર પણ લાંબા સમય પહેલા નિવૃત્ત થઈ ગયા. બાળ ઠાકરે મુંબઇ અને મહારાષ્ટ્રના રાજકારણમાં સતત, યથાવત અડીખમ રહ્યા.

***

વાચકમિત્રો, બાળાસાહેબ ઠાકરે વિશેની આ 25 ભાગની સિરીઝમાં તેમનું જાજરમાન વ્યક્તિત્વ સમાવવું લગભગ અશક્ય છે. પણ હવે વિરમું છું. આશા છે કે આ સિરીઝ દ્વારા હું તેમની હિંદુહ્રદયસમ્રાટની છબીને નિખારવામાં થોડે અંશે તો સફળ રહ્યો જ હોઈશ. આ સિરીઝ લખવામાં વાચકમિત્રોનો ઘણો સાથ મળ્યો. ઘણાં મિત્રોએ તેમના પોતાના અનુભવો પણ શેઅર કર્યા. મારા શિક્ષકો અને સ્કૂલના મિત્રોએ આ સિરીઝ વાંચીને અભિપ્રાયો પણ આપ્યા, એ દરેકનો ખૂબ ખૂબ આભાર.

e-છાપું અને એડીટર સિદ્ધાર્થ છાયાને ખાસ અભિનંદન અને આભાર. તેમણે મને આ સિરીઝ લખવામાં ખૂબ જ સાથ આપ્યો છે, આ સિરીઝ વિશે મેં અને સિદ્ધાર્થભાઈએ વ્હોટસ-ઍપ પર ઘણી ચર્ચાઓ કરી છે અને આ સિરીઝનું શીર્ષક ‘હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે’ પણ સિદ્ધાર્થભાઈએ જ આપ્યું છે. Thank you Sidbhai!

આ સિરીઝ વિશે મેં વાંચેલા સંદર્ભો અહીં વાચકમિત્રો માટે મૂકું છું, જે વાચકમિત્રોને ગમશે એ વાતની મને ખાત્રી છે.

હિન્દી અને મરાઠી વિકીપીડિયાની ચાર લિંક રસપ્રદ છેઃ

बाळ ठाकरे – https://mr.wikipedia.org/s/2nb

बाल ठाकरे – https://hi.wikipedia.org/s/7jd

मार्मिक (साप्ताहिक) – https://mr.wikipedia.org/s/9qn

शिवसेना – https://mr.wikipedia.org/s/2k9

યુટ્યુબ પરના આ વિડીયો પણ અચૂક જોવા જેવાઃ

Rubaru: Old interview Bal Thackeray with Rajeev Shukla (part1) https://www.youtube.com/watch?v=KuN-E-ElzdE

Part 2 https://www.youtube.com/watch?v=yGaRqNKNrGw

Part 3 https://www.youtube.com/watch?v=F84s8HFCFdA

Part 4 https://www.youtube.com/watch?v=EEAbgLD0FhI

Part 5 https://www.youtube.com/watch?v=gefx79vGcIc

Thackeray movie https://www.youtube.com/watch?v=qGXQDQkEhiI

Balasaheb Thackeray in Aap Ki Adalat https://www.youtube.com/watch?v=b_MD9e-eqpU

24 Hours with Bal Thackeray (Aired: January 1998) https://www.youtube.com/watch?v=VQmChtetLyQ

Balasaheb With Sudhir Gadgil Interview Bhag 1 2 https://www.youtube.com/watch?v=BlcOYjRkODM

કેટલાક લેખોઃ

बाल ठाकरे की पसंदीदा कार्टून कैरेक्टर थी इंदिरा गांधी – https://www.bbc.com/hindi/india-42023015

What After Thackeray? – Outlook India

માર્મિકના કેટલાક કાર્ટૂનો આ લિંક પર માણી શકો છોઃ

https://www.thequint.com/lifestyle/different-strokes-of-bal-thackrey-the-cartoonist

https://www.indiatoday.in/india/photo/bal-thackerays-cartoons-369013-2013-01-04

ઠાકરે વિશે લખાયેલા પુસ્તકોઃ

Bal Thackeray and the rise of Shiv Sena – વૈભવ પુરંદરે

Bal Thackeray-Godfather of Mumbai and rise of Shiv Sena – આભાસ વર્મા

फटकारे – બાળ ઠાકરેની કાર્ટૂનનું પુસ્તક

પડઘો

अंत ही, शुरुआत है, ये जान लो,

पीछे मुड़कर देखना, अच्छा  नहीं….

-विश्वम्भर पाण्डेय ‘व्यग्र’

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 | ભાગ 12 | ભાગ 13 | ભાગ 14 | ભાગ 15 | ભાગ 16 | ભાગ 17 | ભાગ 18 | ભાગ 19 | ભાગ 20 | ભાગ 21 | ભાગ 22 | ભાગ 23 | ભાગ 24 

eછાપું 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here