શેરબજારમાં હાલની મંદી/સુસ્તીના કારણો કયા કયા છે?

0
268
Photo Courtesy: thehansindia.com

નરેન્દ્ર મોદીની નવી સરકારે જ્યારથી તેનું પહેલું બજેટ બહાર પાડ્યું છે ત્યારથી જ શેરબજારમાં મંદી અથવાતો સુસ્તી દેખાઈ રહી છે. ચાલો આજે જાણીએ કે શેરબજારની આ પરિસ્થિતિ કેમ છે અને ક્યાં સુધી રહેશે.

Photo Courtesy: thehansindia.com

શેરબજાર નીચે જઈ રહ્યું છે એનું મુખ્ય કારણ સેન્સેક્સનો PE રેશિયો આજે 25.51 છે જે એક સમયે 28 સુધી ગયો હતો. અહી એક વસ્તુ માર્ક કરો કે જેમ જેમ PE રેશિયો નીચે આવે છે તેમ થોડીઘણી લેવાલીઓ નીકળે છે અને પાછો PE ઉપર જાય છે. પીઈ 20 થી વધુ તેજીના સંકેત છે અને જે આજ સુધી 30 થી વધુ થયો નથી.

હા ચીજવસ્તુની માંગમાં ઘટાડો જરૂર થયો છે પણ એ કઈ મંદીના સંકેત નથી આ સામાન્ય વધઘટ છે જેમ સેન્સેક્સ વધેઘટે એમ જ. હાલપૂરતો PE 21 થી 22 ની નીચે જાય એમ લાગતું નથી.

આ થઇ બજારની ચાલ પણ આપણે શું કરવું જોઈએ?

સ્ક્રીપ મુજબ ફન્ડામેન્ટલી મજબુત કંપનીના શેર ઘટાડે લેતા જવું ખાસ તો જેનો વ્યકિતગત PE 20 થી નીચે હોય એવી કંપનીના શેર ભેગા કરવાનો આ સમય છે.

બીજા ક્વાર્ટરમાં જો પરિણામો સારા આવશે તો PE ઘટશે અને પાછી લેવાલી નીકળશે. દેશમાં ચીજવસ્તુની માંગ જોતા હાલની માંગમાં જે ઘટાડો છે એ સીઝનલ છે અને આવનારા દિવસોમાં ફરીથી લોકો ખરીદી તરફ વળશે કારણકે પ્રજાની ખરીદીની ભૂખમાં ઘટાડો નથી થયો એમણે હજી ભાવ ઘટશે એવી અપેક્ષાએ ખરીદી સ્થગિત કરી છે.

ઓટો સેક્ટરમાં ખરીદી અટકવાનું અન્ય એક કારણ સરકારની ઇલેક્ટ્રિક વેહિકલ પ્રત્યેનું કમીટમેન્ટ છે. સરકાર એને પ્રોત્સાહન આપે છે એથી સ્વભાવિક હવે જુના ડીઝલ અને પેટ્રોલ વેહિકલની માંગ ઘટે જ. ઓટો સેક્ટરમાં જોઈશું તો ખ્યાલ આવશે કે કંપનીના નવા લોન્ચ જે ઇલેક્ટ્રિક વર્ઝન છે એમાં એડવાન્સ બુકિંગ ફૂલ છે. આ એક પુરાવો છે માંગ વધવાનો.

કંપનીઓ પણ હવે પેટ્રોલ ડીઝલ કારનું પ્રોડક્શન ઘટાડી રહી છે અને ઇલેક્ટ્રિક વેહિકલનું ઉત્પાદન વધારી રહી છે. તો હાલ આ મહિનો બજારમાં ચઢ ઉતર થયા કરશે પરંતુ ખાસ ઘટાડો નહિ થાય દરેક ઘટાડે નવી લેવાલી નીકળશે એ નક્કી રાખજો.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here