કૌતુક: એક એવો દેશ જ્યાં પેટ્રોલ કરતાં દૂધ મોંઘુ મળે છે!

0
141
Photo Courtesy: pakistanpoint.com

ભારત સાથે તકલીફ ઉભી કરવાને કારણે અને સમગ્ર વિશ્વમાં એકલું અટુલું પડી જવાને કારણે પાકિસ્તાનના લોકોની હાલત ખરાબ થઇ ગઈ છે, મોંઘવારી એટલી તો વધી ગઈ છે કે અહીં દૂધ પેટ્રોલ કરતાં પણ મોંઘુ છે.

Photo Courtesy: pakistanpoint.com

કરાંચી: પુલવામા હુમલા બાદ તુરંત જ ભારતે પાકિસ્તાન સાથે વ્યાપારી સંબંધો કાપી નાખ્યા હતા અને તેને આપવામાં આવેલા Most Favored Nation ના દરજ્જાને પણ પરત લઇ લીધો હતો. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરમાંથી ભારતે કલમ 370 હટાવી લેતા પાકિસ્તાને પણ ભારત સાથે રહ્યાસહ્યા તમામ વ્યાપારી સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી હતી.

પરંતુ આ બધાની ખરાબ અસર પાકિસ્તાની જનતા પર પડી રહી છે. પાકિસ્તાનમાં ટમેટા તો ભારતના પ્રતિબંધ મૂક્યા બાદ જ દોહ્યલાં થઇ ગયા હતા પરંતુ હાલમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર હવે પાકિસ્તાનીઓને દૂધ મળવું પણ મુશ્કેલમાં પડી ગયું છે. ગઈકાલે સમગ્ર પાકિસ્તાને મુહર્રમના તહેવારમાં હિસ્સો લીધો હતો ત્યારે પાકિસ્તાનના કરાંચી શહેરમાં દૂધનો ભાવ 140 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો!

આશ્ચર્યની વાત એ નથી કે પાકિસ્તાનમાં દૂધ 140 રૂપિયે પ્રતિ લીટર મળે છે, આશ્ચર્ય એ બાબતનું છે કે પાકિસ્તાનમાં પેટ્રોલ 113 રૂપિયા અને ડીઝલ 91 રૂપિયા પ્રતિ લીટર વેંચાય છે. આમ આ એક એવો અભૂતપૂર્વ દેશ છે જ્યાં લોકોને પીવા માટે દૂધ વાપરવા માટેના પેટ્રોલ અને ડીઝલ કરતા પણ મોંઘુ મળે છે.

ગઈકાલે કરાંચીના વિવિધ ભાગોમાં મુહર્રમના ભાગ રૂપે સબીલની સ્થાપના કરવામાં આવી હતી જે લોકોને દૂધ, જ્યુસ અને પાણીની સેવા આપી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મોહર્રમને કારણે દૂધની માંગમાં વધારો થઇ ગયો હતો અને પરિણામે તેના ભાવ આટલા ઊંચા જતા રહ્યા હતા.

કરાંચીનો એક રહેવાસી જે દર વર્ષે પોતાના ઘર પાસે સબીલ ગોઠવીને સેવા આપે છે તેણે આ વર્ષે સબીલ ગોઠવ્યું જ ન હતું. તેના કહેવા અનુસાર કે દૂધનો ભાવ એટલો બધો વધી ગયો હતો કે તેણે આ વર્ષે સબીલ દ્વારા સેવા આપવાનું ટાળ્યું હતું. તેણે વધુમાં ઉમેર્યુ હતું કે તેણે પોતાના જીવનમાં દૂધનો આટલો ભાવ જોયો નથી.

પાકિસ્તાની મિડિયાનું કહેવું છે કે પાકિસ્તાનના કમિશનરે દૂધનો ભાવ 94 રૂપિયા પ્રતિ લીટર નક્કી કર્યો છે પરંતુ તેમ છતાં નફાખોરો દૂધનો ભાવ 130 રૂપિયા સુધી લઇ ગયા છે. આ પાછળનું કારણ મિડિયા એ જણાવી રહ્યું છે કે કમિશનર ઇફ્તિખાર શલ્વાની નફાખોરો સાથે  મળી ગયા છે અને તેઓ આ અંગે કોઇપણ પગલાં લેવાથી દૂર રહ્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here