સોશિયલ મિડિયા: માત્ર પંચાત માટે જ નહીં પરંતુ પૈસા કમાવા માટે પણ!

0
344

સોશિયલ મિડિયાનો દુરઉપયોગ ઘણો છે તે સ્વીકારવું જોઈએ પરંતુ સોશિયલ મિડિયાને કારણે ઘણા લોકોને રોજગાર અથવાતો ક્રિએટીવ સક્સેસ પણ મળી છે તેનો અસ્વીકાર બિલકુલ ન થઇ શકે.

પંચાતનો ઓટલો નુક્કડ વગેરે નામે ઓળખાતું સોશિયલ મીડિયા તમારી પ્રગતિના પગથીયા બની શકે છે કેવી રીતે એ જોઈએ.  આપણે સોશિયલ મીડિયાના દુષણો વારંવાર સાંભળીએ છીએ પરંતુ આજ સોશિયલ મીડિયામાં હાજર રહી એમાં સહભાગી થઇ એને આપણા પ્રગતિનો માર્ગ બનાવી શકાય

તમે નોકરિયાત હોવ કે નાના દુકાનદાર કે નાના ઉત્પાદક કે વ્યાપારી કે વ્યવસાયિક વૃદ્ધ હોવ કે યુવાન તમામ પોતાની પ્રગતિ માટે ધંધા વ્યવસાયના વિકાસ માટે આનો લાભ લઇ શકે છે અને એ પણ સાવ મફતમાં બસ જરૂરી છે એના માટે રોજ થોડો સમય ફાળવવાની.

જોઈએ સોશિયલ મીડિયા પ્રગતિનો માર્ગ કઈ રીતે થઇ શકે.

સૌ પ્રથમ નોકરિયાતનો દાખલો લઈએ.

અહી તમે જયારે લખો છો ત્યારે તમારી અભિવ્યક્તિની સ્કીલ વધે છે. તમે જે શેર કરો એ દ્વારા તમારા ગમા અણગમાની જાણ મિત્રોને થાય છે. તમારા રસના વિષયની જાણ થાય છે. હવે તમે જો તમારા ફ્રેન્ડ લીસ્ટમાં તમારા બોસને પણ મિત્ર બનાવો તો તમે જરૂરથી એનું ધ્યાન ખેચી શકો. અહી તમે તમારા બોસ અને એના બોસ અને HRDના બોસને પણ મિત્ર બનાવી શકો છો ટુંકમાં તમારે તમારા લખાણ પ્રત્યે જેનું જેનું ધ્યાન દોરવું છે એ તમામને તમે તમારા મિત્રસૂચિમાં ઉમેરી શકો છો.

એજ પ્રમાણે નાના દુકાનદારો વ્યવસાયિકો વ્યાપારીઓ વગેરે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાનાં ગ્રાહકો સપ્લ્યાયરો એજન્ટો વગેરે લાગતાવળગતાના સંપર્કમાં રહી શકે છે.

જેમ પંચાતના ઓટલા પર વાતોના તડાકા કરી તમે લોકોના ટોળાને સંબોધો અને ટોળું તમને સાંભળે અને તમારું મૂલ્યાંકન કરે એવું જ અહી પણ થાય છે અહી તમારા લખાણ દ્વારા આ તમામ તમારા મિત્રો તમારું મૂલ્યાંકન કરે છે તમારી જોડે સંવાદ રચે છે અને સંપર્કમાં રહે છે.

આ થઇ એક વાત સોશિયલ મીડિયા, ખાસ તો ફેસબુક પર જુદાં જુદાં ગ્રુપો હોય છે જે કોઈને કોઈ ખાસ હેતુથી બનેલા હોય છે દાખલા તરીકે “Put Me in Touch Ahmedabad “ ગ્રુપ આ ગ્રુપ પર સભ્ય પોતાના માલની જાહેરાત મફતમાં કરી શકે છે. તમારે તમારો ફ્લેટ વેચવો હોય કે કર્મચારી જોઈતો હોય તો અહી તમે એવી જાહેરાત કરી શકો છો એ વાંચીને તમને અહીંથી ઓર્ડર પણ મળી શકે.

આમ અહી દરેક શહેરના દરેક હેતુના નાના મોટા ગ્રુપ અસ્તિત્વ ધરાવે છે બસ ફેસબુક પર સર્ચ કરો જુઓ અને સામેલ થઇ જાવ. ઘણીવાર સામેલ થવા તમને સામેથી આમંત્રણ મળે અથવા મિત્ર જ તમને એમાં એડ કરે છે.

આમ આવા લાગતાવળગતા ગ્રુપમાં સામેલ થવાથી તમે ત્યાં પણ લખી શકો પોસ્ટ મૂકી શકો અને નવા મિત્રોવર્તુળ વધારી શકો છો.

LinkedIN મીડિયા નોકરીયાતોની પ્રગતિ માટે નવી નોકરી શોધવા ઉપયોગી છે. અહી મોટેભાગે મેનેજર સીનીયર મેનેજર, ડાયરેક્ટર વગેરે હાજરી ધરાવે છે. અહી તમારી પોસ્ટ મુકવાથી તમે આ લોકોની નજરે ચઢો છો અને તેઓ તમારું મૂલ્યાંકન કરી શકે છે. તમારા જ્ઞાન બદ્દલ મત બાંધી શકે છે આમ તમે ગ્રાહકો મેનેજરો સ્પ્લ્યાલારો વગેરેના સંપર્કમાં રહી શકો છો

નાના દુકાનદારો જો કુરિયર કંપની જોડે ટાઈઅપ કરે તો એમનો માલનો અહીંજ ઓર્ડર મેળવી બહારગામ જ શું આખા દેશમાં અને દુનિયામાં પહોચાડી શકે છે. અને જો કેશ ઓન ડીલીવરીના ધોરણે માલ મોકલો તો ઉધારી કે છેતરામણી નો પણ ભય ટાળી શકાય છે.

દાખલા તરીકે એક ફેશન ડીઝાયનર પોતાના બનાવેલા કપડાનો ફોટો મૂકી સાથે સાઈઝનું માપ મૂકી ઓર્ડર મેળવી શકે છે.

વોટ્સ અપનો ઉપયોગ તો આ માટે સામાન્ય થઇ ગયો છે આજે જે વેચાણ એમેઝોન કે ફ્લીપકાર્ટ જે કરી શકે એ તમે પણ નાના પાયે કરી જ શકો છો. આમ સોશિયલ મીડિયાને લીધે તમારું બજાર વિશ્વ થઇ ગયું છે બસ ત્યાં પહોચવા પહેલું પગથીયું સોશિયલ મીડિયા પર હાજર થવું એ છે.

અહી તમે તમારું પેજ બનાવી શકો છો, બ્લોગ લખી શકો છો, અરે નવલકથા પણ લખી જ શકાય છે. પણ આ બધું તો બીજું ત્રીજું પગથીયું થયું તો આવો સોશિયલ મીડિયા પર અને પ્રગતિને પંથે આગળ વધો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here