5 કે તેનાથી વધુ વર્ષના રોકાણ માટે તમારું ભારતમાં સ્વાગત છે!

0
265
Photo Courtesy: gqindia.com

ભારતનું શેરબજાર અત્યારે ગમે તેવું વલણ અપનાવી રહ્યું હોય પરંતુ જેમને પાંચ વર્ષ જેવા લાંબા ગાળા માટે રોકાણ કરવું છે તેમના માટે શેરબજાર સારા સંકેતો આપી રહ્યું છે.

Photo Courtesy: gqindia.com

આવનારા ચાર થી પાંચ વર્ષમાં ભારત જયારે 5 ટ્રીલયન યુએસ ડોલર ઈકોનોમી થવા જઈ રહ્યું છે ત્યારે ભારતમાં રોકાણ માટેની ઘણી તકો છે ખાસ તો ઇન્ફ્રાસ્ટ્રકચર, બેન્કિંગ, નોનબેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની, ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ અને ડીફેન્સ જેવા ક્ષેત્રોમાં.

હાલ ઘણાં કારણોને લીધે બજારમાં અનિશ્ચિતતા ચાલી રહી છે છતાં પણ જેઓ પાંચ વર્ષથી વધુ સમય માટેના લક્ષ્ય સાથે રોકાણ કરવા માંગે છે એમના માટે અહીં હજી પણ ઘણી તકો છે.

5 જુલાઈ 2019માં બજેટમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (FPI) પર સરચાર્જ લગાડવામાં આવ્યો ત્યારથી વિદેશી રોકાણકારોમાં વેચાવલી આવી છે. નેશનલ સીક્યુરીટીઝ ડીપોઝીટરી લીમીટેડ (NSDL)ના આંકડાઓ મુજબ જુલાઈ 2019માં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ આશરે રૂ. 12,419 કરોડના શેર બજારમાં ઠાલવ્યા જે ઓક્ટોબર 2018માં રૂ. 27,622 કરોડ હતાં એનાથી આજ સુધીના સૌથી વધુ છે.

આ મોટો આઉટફલો એ દર્શાવે છે કે વિદેશી રોકાણકારો વધુ વળતરની આશાએ અન્ય વિકાસશીલ અર્થતંત્રો તરફ જઈ રહ્યા છે જે ઘણાં રોકાણકારોને ભારતની બજાર અંતે ચિંતાજનક લાગે છે આ માટેનું અન્ય કારણ છે અમેરિકા ચીન વચ્ચેનું ટ્રેડવોર.

પરંતુ જે રોકાણકારો પાંચ વર્ષથી વધુ લાંબાગાળાના રોકાણમાં માને છે એમણે ચિંતા કરવા જેવું નથી કારણકે ભારતની ગ્રોથ સ્ટોરી અકબંધ છે ભારતના સ્ટોક એક્સચેન્જ એ દર્શાવે છે કે તેઓ લાંબાગાળે ભારતની GDPને અનુસરે છે આ માટે આંકડાઓ જોઈએ.

                                  2013 2015 2017  2018      2025-2026 estimate
GDP (બિલિયનમાં)                 1856.72 2012.39 2602.31 2682.99 5 trillion estimate
NIFTY 1 એપ્રિલનો બંધ                    5704.40 8586.25 9237.85 10211.80 35-50% rise estimate

ભારતના અર્થતંત્રને એક ટ્રીલીયન ડોલર ઈકોનોમી થતાં 60 વર્ષ લાગ્યા પરંતુ બમણા એટલેકે 2 ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર થતાં માત્ર સાત વર્ષ લાગ્યા. આમ પાંચ ટ્રીલીયન ડોલર પાંચ વર્ષમાં સંભવ છે જેમ જેમ અર્થતંત્ર તેજી પકડશે એમ કંપનીઓ પણ વિકાસ અને આવકનાં સારા પરિણામો આપશે.

આજે ઘણાં સ્ટોક સસ્તામાં મળી રહ્યા છે જે લાંબાગાળા માટે ઉત્તમ છે લાંબાગાળા માટે ભારત રોકાણકારોનું સૌથી ઉત્તમ બજાર છે એના મુખ્ય કારણો:

  • મધ્યમવર્ગનાં ગ્રોથ સાથે ગ્રાહકલક્ષી બજાર વિકસી રહ્યું છે, મધ્યમવર્ગની વધતી ખરીદશક્તિ અને લાઈફસ્ટાઈલના બદલાવ સાથે આ ગ્રોથ થઇ રહ્યો છે.
  • સરકાર સતત ઇન્વેસ્ટર ફ્રેન્ડલી પગલાઓ લઇ રહી છે.
  • ઘણાં સેક્ટરમાં સરકારની પરવાનગી વિના ૧૦૦% FDI
  • ગલ્ફ રીજીયન સાઉથ ઇસ્ટ એશિયા અને યુરોપની બજાર વચ્ચે ભારતનું સવલતભર્યું લોકેશન.
  • ગ્લોબલ ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોનો મત છે કે ભારતનું બજાર આવનારા થોડા વર્ષો આંતરરાષ્ટ્રીય બજાર કરતાં સારું પર્ફોમન્સ આપશે કારણકે વિદેશી રોકાણકારો પણ લાંબાગાળા માટે ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસ ધરાવે છે એથી UNCTAD ઇન્વેસ્ટમેન્ટ મુજબ ભારત અમેરિકા અને ચાઈના પછીનું ત્રીજું મોસ્ટ પ્રીફરડ રોકાણ માટેનું બજાર છે.

પાંચ વર્ષ કે વધુ સમયના લાંબાગાળાના રોકાણ માટે કઈ કંપનીઓ છે એ જાણવા તમે મને 9821728704 પર વોટ્સઅપ કરી આપનો ઈમેલ અને મોબાઈલ નંબર જણાવો.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here