Video: સરદાર સરોવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અદભુત દ્રશ્ય શેર કરતા વડાપ્રધાન

0
351
Photo Courtesy: twitter.com/narendramodi

આજે પોતાના 69માં જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાતે પહોંચવા અગાઉ તેમણે પોતાના હેલીકોપ્ટરમાંથી કેટલાક અદભુત દ્રશ્યો ઝડપ્યા હતા જેમને તેઓએ સોશિયલ મિડિયા પર બાદમાં શેર કર્યા હતા.

Photo Courtesy: twitter.com/narendramodi

કેવડીયા: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે અને આજે તેઓ ગુજરાતના સરદાર સરોવર ડેમની મુલાકાતે કેવડીયા આવ્યા છે. અહીં તેઓએ ડેમ પોતાની સર્વોચ્ચ સપાટી 136.68 મીટર પર પ્રથમવાર પહોંચવાના પ્રસંગે મા નર્મદાની પૂજા કરી હતી તેમજ ગુજરાત સરકાર આયોજીત ‘નમામિ નર્મદે મહોત્સવ’ની શરૂઆત પણ કરાવી હતી.

સરદાર સરોવર પહોંચ્યા અગાઉ વડાપ્રધાન મોદીએ પોતાના હેલીકોપ્ટરમાંથી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સરદાર સરોવર ડેમનું અદભુત દ્રશ્ય પોતાના કેમેરામાં ઝડપી લીધું હતું અને બાદમાં તેને Twitter પર શેર કર્યું હતું. પોતાની Tweetમાં વડાપ્રધાન મોદીએ લખ્યું હતું:

થોડા સમય અગાઉ જ કેવડીયા પહોંચ્યો છું. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું જાજરમાન સ્વરૂપ જુઓ જે મહાન સરદાર પટેલને ભારતની અંજલિ છે.

 

નર્મદાની પૂજાવિધિ કરવા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે બટરફ્લાય ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ કેકટસ ગાર્ડન અને રીવર રાફ્ટિંગના સ્થળની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં જાહેરસભાને પણ સંબોધિત કરી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here