ઓનલાઈન SALE: ખરીદી જરૂર કરો પરંતુ આ સલાહો પર પણ ધ્યાન આપજો

0
318
Photo Courtesy: ndtv.com

ઓનલાઈન સેલ ખરાબ વસ્તુ નથી તો એટલી બધી સારી પણ નથી. જો આ પ્રકારના સેલ વિષે જરૂરી માહિતી હાથવગી હોય તો નુકશાન જવાનું કે પછી આપણી સાથે ફ્રોડ થવાના ચાન્સીઝ ઓછા થઇ જાય છે.

Photo Courtesy: ndtv.com

દિવાળી આવાની છે અને બધા એ ખરીદી પણ ચાલુ કરી દીધી હશે અને નવી નવી ઓફર પણ માર્કેટ માં જોવા મળતી હશે. અને હવે તો ઓનલાઇન નો જમાનો છે એટલે તમારા માંથી ઘણા લોકો ઓન લાઈન સેલ ની રાહ પણ જોતા હશે તે સેલ માં બને તેટલું ડિસ્કાઉન્ટ લેવાની ઈચ્છા રાખતા હશે. પરંતુ જો તમે ઓન લાઈન સેલમાં ખરીદી કરવાનું વિચારો છો તો આ લેખ વાંચવો જરૂરી છે.

લગભગ તમને ખબર જ હશે કે 29 સપ્ટેમ્બર થી 4 સપ્ટેમ્બર સુધી બે મોટી ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને એમેઝોનમાં સેલ આવવાનું છે કારણકે તમે ક્યાંક ને ક્યાંક એની જાહેરાત  જોઈજ હશે. પરંતુ અમુક એવા લોકો હશે જેમને હશે કે આ સેલ માં કે આટલું સસ્તું આપે છે અને બીજા એવા લોકો પણ હશે કે સેલમાં બધું જ સસ્તું હોય  એટલે બને તેટલું આખા વર્ષ નું આ સેલ માં જ ખરીદી કરી લો (ભલે તેના માટે હપ્તા કરવા પડે ) આ લેખમાં તમને આવા જ સવાલો ના જવાબ અપનાની કોશિશ  કરી છે.

  1. આ પ્રકારના સેલમાં મળતી સસ્તી વસ્તુ જૂની હોય છે?

પહેલા એક વાત સમજીએ કે સેલ આ કંપનીઓના માર્કેટિંગ નો જ ભાગ છે એટલે તેમાં ખોટી વસ્તુ કે જૂની વસ્તુ આપી ને કોઈ કંપની પોતાની સાખ ગુમાવશે નહિ. એટલે આ સેલ માં મળતી વસ્તુ જે વગર સેલ મળે તેવીજ હોય છે.

  1. આ સેલમાં આટલું બધું ડિસ્કાઉન્ટ કેમ આપે છે તેમાં તેમને શું ફાયદો?

ગુજરાતી તરીકે આ વિચાર આવવો નોર્મલ છે કે તે એમાં તેમને શું મળે? પરંતુ જેમ પહેલા કીધું તેમ આ સેલ તેમના માર્કટીંગ નો જ ભાગ છે એટલે તમને એમની વેબ સાઈટમાંથી ખરીદી કરો એટલે તમને તે વેબસાઈટ પર વિશ્વાસ આવે  અને તેમાં બીજી પ્રોડક્ટ પણ ત્યાંથી ખરીદી કરો. આ એક ગ્રાહકને આકર્ષવાની જ પદ્ધતિ છે.

  1. તો તેઓ નુકસાન કરી ને ધંધો કરે છે?

નુકશાન કરી ને ધંધો કરે એવું કેવું યોગ્ય નહિ કહેવાય પણ હા આવા સેલમાં તેઓ  તેમનો નફો ઓછો કરીને ધંધો જરૂર કરે છે. આ એક સિમ્પલ ભાષામાં સમજીયે તો, તમે બિસ્કિટનું એક  પેકેટ 5 રૂપિયામાં આવે છે પરંતુ જો તમે આખું 12 પેકેટનું આખું કાર્ટન લો છે તમને તે પેકેટ 4.5 રૂપિયામાં પડે. આમ વેપારી એ એમાં નુકશાન નથી કર્યું પરંતુ તેને એક જ વાર માં 12 પેકેટ વહેંચાઈ રહ્યા છે એટલે વેપારી એ  તેનો નફો  ઓછો કરી દીધો!

આમ આ ઈ કોમર્સ વેબસાઈટ  આવીજ  રીતે કામ કરે છે. સેલનું માર્કેટિંગ કરીને તહેવાર સાથે  જોડે જોડીને એક મોટો હાઇપ ઉભો કરે છે અને આ દિવસોમાં ઓછો નફો કરીને વધારે સેલ કરી લે છે. પરંતુ તેમાં આ સેલમાં જેટલો ફાયદો થાય છે તેટલોજ  નુકશાન થવાની શક્યતા વધી જાય છે. માટે આવ સેલમાં ખરીદી કરતા પહેલા અમુક બાબતો નો ખ્યાલ રાખવો પડે છે.

  1. તમે જે પ્રોડક્ટ ખરીદવાનું નક્કી કર્યું છે તો ફક્ત તે પ્રોડક્ટની ઑફર ને જ ફોલો કરો

જો તમે એક XYZ મોબાઈલ ખરીદવાનું વિચારો છો તો ફક્ત તેજ મોબાઈલ નું ડિસ્કાઉન્ટ જુઓ અને તે ઑફરને ફોલો કરો. ઘણીવાર એવું બને છે કે તે મોબાઈલ જોડે તમને ઈયર ફોનમાં પણ 500 રૂપિયા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે પણ ખરેખર તો તે ઈયર ફોન ની કિંમતજ ખુબજ ઓછી હોય છે અને તમને જે મોબાઈલ માં ડીસકાઉન્ટ મળે છે તે ઈયરફોનમાં વધારે પૈસા આપીને તમે વેબસાઈટ ને જ ફાયદો પહોંચાડો છો.

  1. સેલર ચેક કરો

આગળ કીધું એમ કે કંપની કોઈ ભેદભાવ નથી રાખતી કે સેલમાં અલગ સર્વિસ અને નોર્મલ દિવસમાં અલગ સર્વિસ. પરંતુ  જે સેલર છે જે વસ્તુ આવી વેબસાઈટ માં વેચે છે તે તેમને છેતરી શકે છે. એટલે જ્યારે પણ ઓનલાઇન ખરીદી કરો ત્યારે સેલરના રેટિંગ ખાસ ચેક કરો. જો 1 કે 2 રેટિંગવાળા સેલર છે તો ત્યાંથી પ્રોડક્ટ લેવાનું ટાળો.

ભલે તમે સેલમાં ખરીદી કરો કે નોર્મલ દિવસે પરંતુ સેલેરનું રેટિંગ હંમેશા જુવો અને તેને એક આદત બનાવી લો.

  1. ફેક મેસેજથી બચો

આ સેલ માં જે લોકો હેકર્સ છે તેમને ઘી કેળા હોય છે તે તમને આવા સેલના લાલચમાં મેસેજમાં કે ઈમેલમાં ખોટી લિનક્સ મોકલી તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. આવા દિવસોમાં ફ્રોડના કેસ ખુબજ વધી જતા હોય છે એટલે તેનું ખાસ ધ્યાન રાખવું.

Amazon ની URL www.amazon.in  છે અને

Flipkart ની URL www.flipkart.com  છે

બીજી કોઈ છે નહિ અને જો છે તો તેમાંથી ખરીદી થતી નથી. (એટલે કે તમારા કામ ની નથી )

આવી ઘણી વેબસાઈટ તમને મળશે કે જે ફ્લિપકાર્ટ જેવી કે એમેઝોન જેવી જ લાગશે પણ તે ફેક વેબસાઈટ હશે જેમાં amazon કે flipkart નામની આગળ અથવાતો પાછળ કોઈને કોઈ શબ્દ ઉમેરેલો હશે. આમ  આગળ પાછળ આવું કઈ પણ લખેલું હોય અને આવી કોઈપણ વેબસાઈટ ના મેસેજ આવે તો ધ્યાન રાખવુ, અને આ વેબસાઈટવાળા એવી કોઈ ઑફર છે જ નહિ જે ઢોલ વગાડી વગાડી જાહેર ન કરી હોય. એટલે જો કોઈ આવી ગાંડી ઓફર આવે તો એક વાર તેની ઓફીશીયલ વેબસાઈટમાં ચેક કરવું સારું રહેશે.

  1. બિન જરૂરી વસ્તુ લેવાનું ટાળો

ઘણીવાર એવું બને કે તમે જે વસ્તુ ને જરૂર ન હોય તેવી વસ્તુ ફક્ત સેલ ના હાઇપ માં ખરીદી લો છો એટલે બને ત્યાં સુધી તમારે જે જરૂર હોય તેવી વસ્તુ ની ખરીદી કરો. બહેતર એ રહેશે કે તમારે જે કોઇપણ વસ્તુ લેવી છે તેનું એક લીસ્ટ લખીને તમારી પાસે રાખો અને જ્યારે પણ તમે ઓનલાઈન ખરીદી કરવા બેસો ત્યારે તમારા લીસ્ટમાં રહેલી છેલ્લી આઈટમ ખરીદાઈ જાય અને તેનું પેમેન્ટ થઇ જાય એટલે તુરંત જ એ સાઈટ પરથી લોગઆઉટ થઇ જાવ.

  1. તમારું બજેટ નક્કી કરો

તમારું બજેટ નક્કી કરવું ખુબજ જરૂરી બની જાય છે કારણકે જો તમે નક્કી નહિ કરો તો તમને મળેલું ડિસ્કાઉન્ટ વ્યાજના રૂપમાં તમારે બેન્કને ચુકવાનો વારો આવી શકે છે. ઉપર તમારી ખરીદીની વસ્તુઓ ઉપર મોટા અક્ષરે બજેટની રકમ પણ જરૂર લખો આથી ભલે તમારી ગમતી વસ્તુ ન ખરીદી શકાય પરંતુ બજેટની મર્યાદા તૂટવી જોઇએ નહીં તેનું ધ્યાન રાખવું. વેબસાઈટ ગમે તેટલું ડિસ્કેઓઉન્ટ આપે પરંતુ તમે તમારા બજેટથી બહુ બહાર ન જાવ

  1. તમારી જરૂરિયાત નક્કી કરો

તમારી જરૂરિયાત નક્કી કરવી પણ એટલીજ મહત્વની છે જેટલી તમારું બજેટ. ધારોકે તમે કોઈ મોબાઈલ 2 મહિના પછી લેવાનું વિચારતા હતા પરંતુ ફક્ત ખાલી આ સેલ ને કારણે તમે તમારો મોબાઈલ 2 મહિના પહેલા લો છો તે તમને જ ભારે પડે શકે છે કારણકે 2 મહિના પછી આ મોબાઈલનો ભાવ આપોઆપ અત્યાર કરતા ઘણો ઘટી મળી શકે છે અને નવો મોબાઈલ પણ આવી શકે છે.

ઘણી વાર એવું બન્યું છે કે સેલ પૂરું થઇ ગયા પછી 2 દિવસ પછીજ મોબાઈલના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે જે સેલ કરતા પણ સસ્તો હતો.

તમે આવા સેલની રાહમાં 2 મહિના તમારો જૂનો ફોન વાપરો એ બરાબર છે પરંતુ ફક્ત આ સેલને લીધે તમે નવો ફોન 2 મહિના પહેલા લો તે તમનેજ નુકશાન છે.

7 જીવનનું છેલ્લું સેલ નથી

બધી જ  વસ્તુ ધ્યાનમાં રાખીને પણ તમે આ સેલમાં ઘણી ડીલ કે ઑફર મિસ  થઇ ગઈ છે તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી આવી કંપનીઓનો આ છેલ્લો સેલ નથી. આવા સેલ કોઈ ના કોઈ બહાને દર મહિને આવતા જ રહે છે. નવરાત્રીનો સેલ, પછી દિવાળીનો સેલ, પછી ક્રિસમસનો સેલ. આમ અલગ અલગ તહેવારોના સેલ આવતા જ રહે છે. હા, કદાચ ડિસ્કાઉન્ટ ઓછું વધુ હોઈ શકે છે બાકી સેલ તો આવે જ રાખે છે એટલે અફસોસ કરવાની જરૂર નથી.

આશા છે કે આ લેખ પરથી તમને ઓનલાઇન સેલમાં ખરીદી કરતી વખતે મુંઝવતા સવાલોનો જવાબ મળી ગયો હશે. છતાં પણ કોઈ સવાલ કે સલાહ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here