નિધન: જાણીતા અભિનેતા વીજુ ખોટેનું મુંબઈમાં અવસાન

0
297
Photo Courtesy: hindustantimes.com

જાણીતા અભિનેતા, શોલેના કાલીયા અને અંદાઝ અપના અપનાના રોબર્ટ એટલેકે વીજુ ખોટેનું આજે મુંબઈ ખાતે અવસાન થયું છે.

Photo Courtesy: hindustantimes.com

મુંબઈ: જાણીતા ચરિત્ર અદાકાર વીજુ ખોટેનું હમણાં થોડા સમય અગાઉ મુંબઈમાં હાર્ટએટેકને કારણે  અવસાન થયું છે. વીજુ ખોટે 78 વર્ષના હતા અને ઘણા લાંબા સમયથી બીમાર હતા.

વીજુ ખોટેને કલ્ટ ફિલ્મ શોલેની તેમની કાલીયાની ભૂમિકાને લીધે આજે પણ યાદ રાખવામાં આવે છે. શોલે ઉપરાંત વીજુ ખોટેની ફિલ્મ અંદાજ અપના અપનામાં રોબર્ટની ભૂમિકા પણ એટલીજ યાદગાર બની ગઈ છે.

વીજુ ખોટે જાણીતા અદાકારા શોભા ખોટેના નાના ભાઈ હતા.

આમતો વીજુ ખોટે પોતાના ચહેરાના હાવભાવને કારણે કોમેડી ભૂમિકા માટે વધારે પ્રખ્યાત અને લોકપ્રિય હતા પરંતુ તેમણે મરાઠી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવીને પોતાની અદાકારીનું સ્તર પણ સાબિત કરી દીધું હતું. વીજુ ખોટેએ પોતાની કારકિર્દીમાં 300થી પણ વધુ ફિલ્મોમાં અદાકારી કરી હતી.

પ્રભુ વીજુ ખોટેના આત્માને શાંતિ આપે!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here