ન્યાય: પાકિસ્તાનને નહીં પરંતુ ભારતને મળશે નિઝામના 306 કરોડ રૂપિયા

0
60
Photo Courtesy: indiatoday.in

લંડનની એક કોર્ટમાં છેલ્લા 70 વર્ષથી હૈદરાબાદના નિઝામની સંપત્તિ અંગે  ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા કેસ પર છેવટે ગઈકાલે ચૂકાદો આવ્યો હતો જે ભારતના પક્ષે રહ્યો હતો.

Photo Courtesy: indiatoday.in

લંડન: છેલ્લા 70 વર્ષથી બ્રિટનની કોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા એક કેસનો નિર્ણય આવી ગયો છે. બ્રિટનની એક હાઈકોર્ટે હૈદરાબાદના નિઝામમાં લગભગ 3.5 કરોડ પાઉન્ડને ગઈકાલે ભારતને આપવાનો ચૂકાદો આપ્યો છે.

ભારતના ભાગલા બાદ હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાને 1948માં લંડનની નેશનલ વેસ્ટમિન્સ્ટર બેન્કમાં તે સમયે 10 લાખ પાઉન્ડ જમા કરાવ્યા હતા. આ નાણાના માલિકીહક્ક અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 70 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો અને હવે આ રકમ વધીને 35 મિલિયન પાઉન્ડ એટલેકે લગભગ 306 કરોડ રૂપિયા થઇ ગઈ છે.

નિઝામના વંશજ પ્રિન્સ મૂકર્રમ જાહ અને તેમના નાના ભાઈ મુફ્ફખમ જાહ ભારત સરકાર સાથે હતા. 1948માં હૈદરાબાદના નિઝામે બ્રિટનમાં પાકિસ્તાનના રાજદૂતને ઉપરોક્ત રકમ મોકલી હતી અને હાલમાં તે નેશનલ વેસ્ટમિન્સ્ટર બેંકમાં જમા છે.

પાકિસ્તાનનો દાવો હતો કે નિઝામે આ રકમ પાકિસ્તાને તે સમયે હૈદરાબાદના નિઝામને પૂરા પાડેલા શસ્ત્રોની ચુકવણી પેટે મોકલી હતી, પરંતુ કોર્ટે પાકિસ્તાનની આ દલીલ માનવાની ના પાડી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાને આટલા વર્ષોમાં અસંખ્ય વખત આ મામલો બંધ કરી દેવાની પણ કોશિશ કરી હતી જે અંતે નિષ્ફળ નીવડી છે.

એવું કહેવાય છે કે નિઝામે આ રકમ મોકલ્યાના થોડા જ દિવસોમાં તેને પરત કરવા કહ્યું હતું કારણકે તેમના મતે આ રકમ તેમની મંજૂરી વગર મોકલવામાં આવી હતી. પરંતુ બેન્કે એમ ન કર્યું અને કહ્યું કે આ રકમ પાકિસ્તાનના ખાતામાં તેણે અગાઉથી જ જમા કરી દીધી છે.

આથી નિઝામે બેન્કે પોતાની સહમતી વગર પાકિસ્તાનને કેવી રીતે રકમ ટ્રાન્સફર કરી આપી તેવી દલીલ કરીને બેન્ક પર કેસ કરી દીધો હતો. ત્યારબાદ આ મામલો છેક બ્રિટનના હાઉસ ઓફ લોર્ડ્ઝ સુધી પહોંચ્યો પરંતુ તેના પર કોઇપણ પ્રકારનો નિર્ણય લઇ શકાયો નહીં..

આ પાછળનું કારણ હતું કે પાકિસ્તાન રકમ પર પોતાની સંપ્રભુતાની પ્રતિરક્ષાનો દાવો કરી રહ્યું હતું. આથી આ રકમને યુકેની નેટવેસ્ટ બેંકમાં ફ્રિઝ કરી દેવામાં આવ્યા.

2013માં પાકિસ્તાને પોતાનો સંપ્રભુતા પ્રતિરક્ષાનો દાવો જતો કર્યો અને કેસ આગળ વધ્યો. આ દરમ્યાન ભારત સરકાર અને નિઝામના પરિવાર વચ્ચે સમજૂતી થઇ અને ભારતે નિઝામના પરિવારને પોતાનું સમર્થન જાહેર કર્યું.

ગઈકાલે લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટીસના જજ માર્ક સ્મિથે પોતાના ચુકાદામાં કહ્યું કે નિઝામ ઉસ્માન અલી જ આ રકમના માલિક હતા જેથી તેમના પછી તેમના વંશજ અને ભારત સરકાર આ રકમના અસલી માલિક છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here