Home ભારત કાયદો અને ન્યાય રામમંદિર – ગઈકાલ, આજ અને આવતીકાલ – એક અલગ વિશ્લેષણ

રામમંદિર – ગઈકાલ, આજ અને આવતીકાલ – એક અલગ વિશ્લેષણ

0
118
Photo Courtesy: webdunia.com

લગભગ સો વર્ષથી પણ વધુ સમયથી દેશમાં રામ મંદિર એક મહત્ત્વનો મુદ્દો રહ્યો છે. ચાલો જાણીએ રામ મંદિર પાછળનો ઈતિહાસ તેની આજ અને હવે આવનારા સમયમાં શું થશે તેના ઉપર એક ખાસ વિશ્લેષણ.

Photo Courtesy: webdunia.com

રામમંદિર એક એવો મુદ્દો છે જેને ભારતમાં અને ભારતની બહાર ખાસ તો હિન્દુઓ દ્વારા જરાપણ ઉપેક્ષિત કરી શકાય એમ નથી રહ્યો. એક એવો વિવાદ જેના કારણે દાયકાઓ સુધી રાજકારણ, સમાજકારણ અને કંઈક અંશે સુરક્ષા-સલામતિ પણ બહુજ પ્રભાવિત થયા છે. ખાસ તો આ મુદ્દે રાજકારણ ભળવાથી આ મુદ્દે છેલ્લા કેટલાક દાયકાઓથી દેશ આખામાં બહુ જ ગરમાગરમ ચર્ચાઓ જોવા મળે છે.

આખા મુદ્દાનુ વર્તમાન સંજોગોમાં કોઈપણ પ્રકારનુ વિશ્લેષણ કરીએ એ પહેલા આપણે આ મુદ્દાના આખા ઈતિહાસ પર એક અછડતી નજર નાખી લઈએ.

આની શરૂઆત બહુ જ જૂની છે… માટે આપણે શરૂ કરીશુ — ત્યાં મસ્જિદ બનવાના વર્ષથી.

.સ. ૧૫૨૮: અયોધ્યામાં મુગલ શાસક બાબરના સેના-નાયક મીર બાકી દ્વારા મસ્જિદનું નિર્માણ કરાવવામાં આવ્યુ.

.સ. ૧૮૫૩: અયોધ્યામાં એ સમયે નવાબ વાજિદ અલી શાહનુ રાજ હતુ અને એ સમયે સૌપ્રથમ આ સ્થળે હિંદુ-મુસ્લિમ વચ્ચે કોમી તોફાનો થયા. હિંદુઓએ ખુલીને દાવો કર્યો કે હિંદુમંદિર જમીનદોસ્ત કરીને અહીં મસ્જિદનુ નિર્માણ કરવામાં આવ્યુ છે.    

.સ. ૧૮૫૯: વિસ્તારમાં હિંદુ-મુસ્લિમ તણાવો વધતા તે સમયની બ્રિટિશ સરકારે અંદરનો મુસ્લિમ ઈબાદતનો વિસ્તાર અને બહારનો હિંદુ પૂજાસ્થળના વિસ્તારને અલગ કરતી વાડ બનાવી અને બંનેને અલગ કર્યા.

.સ. ૧૮૮૫: ફેઝલાબાદ ડિસ્ટ્રીક્ટ કૉર્ટ દ્વારા મહંત રઘુબિર દાસની રામ ચબુતરા પર છત બાંધવાની અરજી નકારી દીધી.

.સ. ૧૯૪૯: મસ્જિદની બહારનો વિસ્તાર, જેને હિંદુ પૂજાસ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો ત્યાં રામલલ્લાની મૂર્તિઓ રાતોરાત સ્થાપિત કરી દેવામાં આવી અને હિંદુઓ દ્વારા એવી વાત ફેલાવવામાં આવી કે આ મૂર્તિઓ સ્વયંભૂ છે; તેના પગલે એ વિસ્તારમાં હિંદુ-મુસ્લિમ તણાવ હદની બહાર વધી ગયો. બંને પક્ષોએ વિવાદિત સ્થળ પર કબ્જા માટે દિવાની દાવા પણ દાખલ કર્યા. અંતે સરકારે વિવાદિત સ્થળનો કબ્જો લીધો અને એ સ્થળને તાળુ મારી કાયમને માટે બંધ કરવામાં આવ્યુ. તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ગેરકાનૂની રીતે મૂર્તિઓ સ્થાપિત કરવા બાબતે બહુ જ સખત પગલા લેવાના પક્ષમાં હતા પણ સ્થાનિક અધિકારી કે કે નાયર(જે હિંદુ રાષ્ટ્રવાદી તરીકે પ્રસિધ્ધ હતા)એ એમની વાત એમ કહીને નકારી દીધી કે આ મુદ્દે કોઈપણ સખત પગલા લેવાથી હિંદુ-મુસ્લિમ તણાવ વધી જશે.

જાન્યુઆરી  ૧૮, ઈ.સ. ૧૯૫૦: જન્મભૂમિ પર સ્થાપિત મૂર્તિઓની પૂજા કરવાની પરવાનગી માટે ગોપાલસિંહ વિશારદે અપિલ દાખલ કરી અને કૉર્ટે મૂર્તિઓને હટાવવાનુ બંધ રાખી અને પૂજા કરવાની પરવાનગી આપી.

.સ. ૧૯૫૯: “નિર્મોહી અખાડા” એક અન્ય પક્ષકાર તરીકે આગળ આવ્યા અને રામજન્મભૂમી પર અધિકાર માટે દાવો દાખલ કર્યો.

ડિસેમ્બર ૧૮, ૧૯૬૧: સુન્ની વક્ફ બૉર્ડે પણ એ જ જગ્યાના અધિકાર માટે દાવો દાખલ કર્યો અને બળજબરીથી મૂર્તિ સ્થાપિત કરવા માટે વિરોધ પણ નોંધાવ્યો.

.સ. ૧૯૮૪: આખા વિવાદમાં વિશ્વ હિંદુ પરિષદ પ્રવેશે છે અને જન્મભૂમિની જગ્યા પર રામમંદિર નિર્માણનુ આંદોલન શરૂ કરે છે.

ફેબ્રુઆરી ૧, ઈ.સ. ૧૯૮૬: હરી શંકર દુબેની અરજીને પગલે ડિસ્ટ્રીક્ટ કૉર્ટે વિવાદિત સ્થળ પર લાગેલ તાળુ ખોલી નાખવાનો આદેશ આપ્યો અને હિંદુ શ્રધ્ધાળુઓને દર્શન કરવાની પરવાનગી આપી. જેને પગલે મુસ્લિમો દ્વારા તાબડતોબ બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના કરી પરિણામે એક કલાકમાં જ ખોલેલુ તાળુ બંધ કરવુ પડ્યુ.

.સ. ૧૯૮૯: તે સમયના વિહિપના ઉપ-પ્રમુખ દેવકીનંદન અગ્રવાલ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં અધિકાર (ટાઈટલ પઝેશન) માટેની અરજી દાખલ કરે છે.

ઑક્ટોબર  ૨૩, ઈ.સ. ૧૯૮૯: બાબરી મસ્જિદ વિવાદનો આખો મામલો હાઈકોર્ટની સ્પેશિયલ બ્રાંચના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

નવેમ્બર  ૯, ઈ.સ. ૧૯૮૯: તત્કાલીન કેન્દ્રમાંની રાજીવગાંધી સરકારની પરવાનગીથી વિહિપ મસ્જિદની બાજુની જમીન પર રામમંદિર નિર્માણનો શિલાન્યાસ કરે છે.

.સ. ૧૯૯૦: વિહિપના કાર્યકરો મસ્જિદ તોડવાનો પ્રયાસ કરે છે અને એનો કેટલોક ભાગ જમીન દોસ્ત કરી નાખે છે. તત્કાલિન વડાપ્રધાન ચંદ્રશેખર મધ્યસ્થતા કરવાનો અસફળ પ્રયત્ન કરે છે.

સપ્ટેમ્બર  ૨૫, ઈ.સ. ૧૯૯૦: તત્કાલિન ભાજપા પ્રમુખ લાલકૃષ્ણ અડવાણી સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો પ્રારંભ કરે છે પણ બિહારના સમસ્તીપુરમાં જ એમની ધરપકડ કરવામાં આવે છે.

ડિસેમ્બર  ૬, ઈ.સ. ૧૯૯૨: વિહિપ, શિવસેના અને ભાજપાના કાર્યકરો તેમજ રામમંદિરના કારસેવકો દ્વારા બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવે છે અને તેને પગલે આખા દેશમાં ફાટી નીકળેલા રમખાણોમાં લગભગ ૨૦૦૦ લોકો માર્યા જાય છે.

ડિસેમ્બર  ૧૬, ઈ.સ. ૧૯૯૨: ભારતના ગૃહ મંત્રાલયના આદેશને પગલે રિટાયર્ડ હાઈકોર્ટ જસ્ટીસ લિબરહાનની રાહબરી હેઠળ બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટનાની તપાસ કરવા માટે લિબરહાન પંચની રચના કરવામાં આવે છે.

જુલાઈ , ઈ.સ. ૧૯૯૬: બાબરી મસ્જિદ અને રામમંદિર જન્મભૂમિ વિવાદને લગતા બધા કેસોને અલ્હાબાદ હાઈકોર્ટ એક છત્ર નીચે લાવે છે.

એપ્રિલ , ઈ.સ. ૨૦૦૨: હાઈકોર્ટની ત્રણ જજોની બેન્ચ જમીન વિવાદના કેસની સુનાવણી શરૂ કરે છે અને ભારતિય પુરાતત્વ વિભાગ(આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઈન્ડીયા – ASI)ને વિવાદિત સ્થળે મંદિર હતું કે નહી તે માટે ઉત્ખનનનો આદેશ આપે છે.

જાન્યુઆરી , ઈ.સ. ૨૦૦૩: ASI ઉત્ખનન શરૂ કરે છે અને તેને પગલે પોતાનો અહેવાલ હાઈકોર્ટને સોંપે છે. જેમાં મળી આવેલ સ્તંભોના પરિક્ષણ પરથી તેનો દાવો હોય છે કે જે તે સ્થળે હિંદુ, બુધ્ધકાલિન અને જૈન સંસ્કૃતિના સ્પષ્ટ સંદર્ભો મળી આવે છે. તેને પગલે ઑલ ઈન્ડીયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ જાહેર કરે છે કે તે ASIના રિપોર્ટને કોર્ટમાં પડકારશે.

જુન, ઈ.સ. ૨૦૦૯: લિબરહાન પંચનો અહેવાલ આવે છે અને તેમાં ભાજપાના નેતાઓને બાબરી મસ્જિદ ધ્વસ્ત થવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હોય છે.

જુલાઈ  ૨૬, ઈ.સ. ૨૦૧૦: લખનઉ હાઈકોર્ટ પોતાનો ફેસલો સ્થગિત કરીને બધા પક્ષકારોને આપસમાં શાંતિથી મસલત કરીને મામલાનો ઉકેલ લાવવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ, બદનસીબે કોઈ પક્ષકાર તેને માટે સહમત નથી થતા.

સપ્ટેમ્બર  ૧૭, ઈ.સ. ૨૦૧૦: આર. સી. ત્રિપાઠી દ્વારા હાઈકોર્ટના ફેંસલાને પાછો ઠેલવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવે છે જેને હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવે છે.

સપ્ટેમ્બર ૨ ૧, ઈ.સ. ૨૦૧૦: આર. સી. ત્રિપાઠી પોતાની અરજી બાબતના હાઈકોર્ટના ફેસલાને સુપ્રિમ કોર્ટમાં પડકારે છે પરંતુ અલ્તમસ કબિર અને એ કે પટનાયકની બેન્ચ સુનાવણી કરવાનો ઈન્કાર કરીને તેને અરજીને બીજી બેન્ચ પાસે મોકલે છે.

સપ્ટેમ્બર  – ડિસેમ્બર ,  ઈ.સ. ૨૦૧૦: આ સમયગાળા દરમ્યાન અલ્હાબાદ હાઈકોર્ટ વિવાદિત જમીન મુદ્દે પોતાનો ચુકાદો આપે છે કે વિવાદિત જમીન ત્રણ સરખે ભાગે હિંદુ મહાસભાની અધ્યક્ષતામાં રામલલા વિરાજમાન, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બૉર્ડમાં વહેંચવામાં આવે.

ડિસેમ્બર, ઈ.સ. ૨૦૧૦: અખિલ ભારતિય હિન્દુ મહાસભા અને સુન્ની વક્ફ બોર્ડ હાઈકોર્ટના ફેસલા સામે સુપ્રિમ કોર્ટમાં પહોંચે છે.

મે, ઈ.સ. ૨૦૧૧: સુપ્રિમ કૉર્ટ અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચવાના ચુકાદાને સ્થગિત કરે છે અને સ્થળ પર ‘જૈસે થે’ ની સ્થિતિ યથાતથ રાખવાનો આદેશ કરે છે.

.સ. ૨૦૧૫: વિહિપ જાહેર કરે છે કે તત્કાલિન નરેન્દ્ર મોદી સરકારે મંદિર નિર્માણ માટે પરવાનગી આપી દીધી છે અને મંદિર નિર્માણ માટે પથ્થરો ભેગા કરવાનુ દેશવ્યાપી અભિયાન શરૂ કરી દે છે. તત્કાલિન અખિલેશ યાદવની ઉત્તર પ્રદેશ સરકાર દેશભરમાંથી આવનારા પથ્થરોને પ્રદેશમાં પ્રવેશની મનાઈ ફરમાવે છે; કારણ આપે છે – તેને પગલે વિસ્તારમાં કોમી તણાવ પેદા થવાની સંભાવના છે.

માર્ચ, ઈ.સ. ૨૦૧૭: સુપ્રિમ કોર્ટનુ નિવેદન આવે છે કે લાલકૃષ્ણ અડવાણી સહિત ભાજપાના નેતાઓ પરના આરોપો કાઢી નાખી શકાય તેવા નથી અને તેમની વિરૂધ્ધના કેસો ફરી ખોલવાનુ સૂચન કરે છે.

માર્ચ  ૨૧, ઈ.સ. ૨૦૧૭: વિવાદિત મુદ્દો બહુ જ ગંભીર અને સંવેદનશીલ છે. બધા પક્ષકારોને સૌને માન્ય હોય એવુ મિત્રતાભર્યુ સમાધાન કૉર્ટની બહાર લાવવાનુ સૂચન કરે છે.

મે ૩૦, ઈ.સ. ૨૦૧૭: વિવાદિત બાબરી મસ્જિદને તોડી પાડવાના કેસમાં ભાજપા નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, સાધ્વી ઉમા ભારતી અને વિનય કટિયારની સામે ગુનાહિત કાવતરાંનો આરોપ લગાડવામાં આવે છે; અને અલ્હાબાદ હાઈકોર્ટને બે વર્ષના સમયગાળામાં કેસની સુનાવણી પુરી કરવાનો આદેશ કરે છે.

ઑગસ્ટ ૧૧, ઈ.સ. ૨૦૧૭: વિવાદિત જમીનને લગતા બધા જ ૧૩ દાવાઓની સુનાવણી ૫ ડિસેમ્બર ૨૦૧૭થી શરૂ કરશે. સંયોગવશાત્ એના બીજા દિવસે બાબરી મસ્જિદ તોડી પાડ્યાને ૨૫ વર્ષ પૂરા થઈ રહ્યા હતા.

ડિસેમ્બર  ૫, ઈ.સ. ૨૦૧૭: સુપ્રિમ કોર્ટ વધુ એકવાર વિવાદિત જમીન કેસમાં તારીખ આપતાં કહે છે કે ૨૦૧૦ના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારતા બધા જ કેસોની સુનાવણી આગામી ફેબ્રુઆરી ૨૦૧૮થી ચાલુ કરશે.

સપ્ટેમ્બર , ઈ.સ. ૨૦૧૮: ૧૯૯૪ના જ્સ્ટીસ ફારૂકીના ફેંસલાની ફેરવિચારણાની અપિલ નકારે છે પણ સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરે છે કે જમીન વિવાદના કેસ પર એની કોઈ જ અસર નહીં પડે.

ઑક્ટોબર , ઈ.સ. ૨૦૧૮: ફરી એકવાર સુનાવણીની આગલી તારીખ આપતાં સુપ્રિમ કૉર્ટ વિવાદિત જમીનના કેસની સુનાવણી યોગ્ય બેંચ સમક્ષ જ કરશે અને એ બેંચ જાન્યુઆરી ૨૦૧૯માં ઘડશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એસ કે કૌલ અને જસ્ટીસ કે એમ જોસેફની ત્રણ જજોની બેંચ જાહેર કરે છે કે “આવનારી બેંચ વિવાદિત જમીનના કેસોની સુનાવણીની તારીખો નક્કી કરશે.”

જાન્યુઆરી  ૪, ઈ.સ. ૨૦૧૯: ફરી એકવાર નવી તારીખ આપતા સુપ્રિમ કોર્ટ જાહેર કરે છે કે : “સુનાવણીની તારીખો નક્કી કરવા માટે સુપ્રિમ કોર્ટની નવી બેન્ચ ૧૦ જાન્યુઆરી, ૨૦૧૯ પર સુનાવણી કરશે.”

જાન્યુઆરી  ૮, ઈ.સ, ૨૦૧૯: સુપ્રિમ કોર્ટ રામજન્મભૂમી-બાબરી મસ્જિદની વિવાદિત જમીનના કેસની સુનાવણી માટે પાંચ જજોની બંધારણીય બેંચ બનાવે છે.

જાન્યુઆરી  ૧૦, ઈ.સ. ૨૦૧૯: સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચ અયોધ્યા વિવાદિત જમીન કેસની સુનાવણી કરે છે; પણ એમાં નવી સુનાવણીની તારીખ જાન્યુઆરી ૨૯, ૨૦૧૯ની નક્કી કરે છે.

 

ત્યારબાદની ઘટનાઓ તો આપણને બધાને ખબર જ છે..!! આથી હવે આપણે આવતીકાલે આ વિષય પર આગળ વધીશું.

eછાપું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!