ક્રિકેટ: સૌરવ ગાંગુલી BCCIના આગામી પ્રમુખ બની શકશે?

0
264
Photo Courtesy: hindustantimes.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલેકે BCCIની ધુરા હવે સુપ્રિમ કોર્ટ દ્વારા મનોનીત કમિટી પાસેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આવવાની છે અને તેની પહેલી ચૂંટણીઓ બહુ જલ્દીથી યોજાવાની છે.

Photo Courtesy: hindustantimes.com

મુંબઈ: તાજા સમાચાર અનુસાર ભારતના સહુથી સફળ ક્રિકેટ કેપ્ટનોમાંથી એક એવા સૌરવ ગાંગુલી BCCIના આગામી પ્રમુખ બની શકે છે. આવનારી BCCI AGMમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના એક માત્ર પ્રતિનિધિ તરીકે તેના પ્રમુખ સૌરવ ગાંગુલીની પસંદગી કરવામાં આવી છે.

એવું જાણવા મળી રહ્યું છે કે BCCIના આગામી પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીની પસંદગી વિનાવિરોધે થઇ શકે છે. તો બીજી તરફ પૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને કર્ણાટકના બ્રિજેશ પટેલ ઇન્ડિયન પ્રિમિયર લીગ એટલેકે IPLના આગામી ચેરમેન બનવા જઈ રહ્યા છે.

આ ઉપરાંત ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી જય શાહ જેઓ ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે તેઓ સેક્રેટરી, રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુરના ભાઈ અરુણ ધુમલ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન તરફથી ખજાનચી જ્યારે કેરળ ક્રિકેટ એસોસિએશનના જયેશ જ્યોર્જ જોઈન્ટ સેક્રેટરી બનશે. આ તમામ ચૂંટણીઓ પણ વિનાવિરોધે થશે.

એક જાણીતી ક્રિકેટ વેબસાઈટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર તમામ ક્રિકેટ બોર્ડ્સના અધિકારીઓની હાલમાં જ એક ખાનગીમાં બેઠક મળી હતી જેમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ છે જ્યારે 23 ઓક્ટોબરે BCCIના નવા હોદ્દેદારોની ચૂંટણી થવાની છે.

સૌરવ ગાંગુલીએ ભારતનું પ્રતિનિધિત્વ 400થી પણ વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં કર્યું હતું અને હાલમાં તેઓ બીજી વખત CABના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર BCCIમાં આ પ્રકારે પહેલીવાર ચૂંટણીઓ આયોજિત થઇ રહી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here