કૌટુંબિક ધંધાના વિભાજનની પ્રક્રિયા ક્યારે શરૂ થવી જોઈએ?

0
269
Photo Courtesy: orowealth.com

મૃત્યુ અગાઉ વિલ બનાવવું જરૂરી છે પરંતુ વિલ પણ તમારા મૃત્યુ બાદ વારસદારો વચ્ચે ઝઘડા અટકાવશે એ સુનિશ્ચિત કરી શકતું નથી. આવામાં કૌટુંબિક વ્યવસાયના વિભાજનની પ્રક્રિયા ક્યારે શરુ થવી જોઈએ તે જાણીએ.

Photo Courtesy: orowealth.com

કર્તાની હયાતી દરમ્યાન જ કે એમનાં મૃત્યુ બાદ ? આ પ્રશ્નનો જવાબ આપવાને બદલે આ પ્રશ્ન સામે આવતા જ કેવા મુદ્દા સામે ઉપસી આવે છે એ જોઈએ.

વિભાજનની પ્રક્રિયા જો મૃત્યુ બાદ થવી જોઈએ એમ જો કર્તા માનતા હોય તો, કર્તાનું એમ માનવું કે જો અત્યારે જ ભાગ પાડી દઈશ તો પછી મને કોઈ પૂછશે જ નહી એવા ભ્રામિક વિચારથી એ આમ માનવા પ્રેરાય છે. જેના ઘણાં રસ્તા છે એ ડર દૂર કરી વિભાજન કરવાના પરંતુ પહેલાં એ સમજી લઈએ કે વિભાજન અને સંપત્તિના ભાગ પાડી વહેચવા એ બંને જુદી પ્રક્રિયા છે અને એની ચર્ચા અત્યારે ન કરતાં સામે આવતા અન્ય મુદ્દાઓ જ જોઈએ.

તો મૃત્યુ બાદના વિભાજનમાં બે વિકલ્પ છે એક તો વિલ (વારસાઈ ખત) બનાવવું અને જો વિલ નહી જ બનાવવું હોય તો વારસદારોને ભેગા કરી પોતે આપસમાં સમજીને વહેચણી કરી લેશે એવો ઉપદેશ આપવો અથવા તેઓ આમ કરશે એવો આત્મવિશ્વાસ.
પણ આ આત્મવિશ્વાસ મોટેભાગે ઠગારો નિવડે છે અને છેવટે અદાલતનો આશરો લેવો જરૂરી બની જાય છે. વાસ્તવમાં વિલ બનાવવા પાછળનો ઉદ્દેશ જ જો ભવિષ્યમાં ક્યાંક વાકું પાડ્યું તો એવી સહેજ પણ શક્યતાને ટાળવાનો હોય છે.
જો વિલ ન બનાવવામાં આવે તો આવા સમયે ખેલાતા કાનૂની જંગમાં જીતે છે બંને પક્ષના વકીલો અને આ કાનૂની જંગની આડે સાથે સાથે થતી ભાઈ ભાઈની લડાઈ જે હાથોહાથની કે એકમેક પર થતી ગંદી આક્ષેપબાજીના રૂપે હોય એનો તમાશો જોવાનો લાભ અને જીત મળે છે. વારસદારોના કહેવાતા શુભેચ્છકોને અને વારસદારો પૈસા કમાવાને પોતાની બુદ્ધિ અને શક્તિ ન આપતા એ વેડફે છે સામસામી લડાઈમાં.

હવે જો વિલ કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિકપણે માની લેવાય છે કે વિલ બનાવ્યું છે તો હવે નિરાંત વારસદારો એ મુજબ આપસમાં વહેચણી કરી લેશે પરંતુ બંને છે એવું કે વિલને પણ એ ખોટું છે એમ કહી અદાલતમાં પડકારી શકાય છે જ્યાં ઝગડવું જ છે એવો નિશ્ચય હોય ત્યાં ઝગડો અને અહીં અદાલતી ઝગડો રહેવાનો જ. આ થયો એક મુદ્દો કે વિલથી વિભાજન અંગે નો પણ વિભાજન વખતે બીજો મહત્વનો મુદ્દો સામે આવે છે એ છે દેશનાં અન્ય કાયદાઓ ખાસ તો આવકવેરો કાયદો.

દાખલા તરીકે કર્તા એટલેકે પિતાનો ધંધો સયુંકત કૌટુંબિક ભાવનાથી જ વિકાવતા હોય છે અને દરેકને સમાન હક મળે એ ન્યાયે પરંતુ આવકવેરો બચાવવા એ સંતાનોમાં એ જુદી જુદી રીતે કાગળ પર વહેચવામાં આવતો હોય છે અહીં ધંધા વિભક્ત છે છતાં કૌટુંબિક દ્રષ્ટિએ અને ન્યાયી દ્રષ્ટિએ પણ સંયુક્ત જ છે કારણકે અત્યારે પિતા તથા તમામ ભાઈઓ સરખી મહેનત અને લગનથી કામ કરતાં હોય છે. વળી જો કોઈ ભાઈ ધંધામાં ન હોય તો પણ આડકતરી રીતે એની મદદ અથવા પિતાની ન્યાયી દ્રષ્ટિએ એનો એમાં ભાગ રહે જ છે જે વધતો ઓછો હોઈ શકે પણ હોય છે એ સ્વીકાર્ય બાબત હોય છે.

એથી ઉલટું પણ શક્યતા રહે છે જેમકે કાયદાની દ્રષ્ટિએ ધંધો સયુંકત પણ પણ સાચા અર્થમાં વિભક્ત તો મૃત્યુ બાદ કાયદાની દ્રષ્ટિએ સયુંકત ધંધો હોવાથી વારસદારો એમનો હિસ્સો માંગે પણ આમ કર્તાના મૃત્યુ બાદ વિભાજનો પ્રશ્ન ઊભો જ રહે છે.

વિલ ન હોય ત્યારે અદાલત કર્તાની સંપત્તિની વહેચણી વારસદારોને સમાન ભાગે કરી આપશે. અહીં અદાલત એ ન જોઈ શકે કે કયા ભાઈએ કે વારસદારે ધંધો વિકસાવવા કેટલી મહેનત કરી છે કે કોણે માતાપિતાની વધુ સેવા કરી છે કે કોણ એમની જોડે ઝગડ્યું છે. વિલમાં પણ પક્ષપાત શક્ય છે અને ગમે એટલી સમાનતા પાળવામાં આવે વારસદારોને ક્યાંક ને ક્યાંક પક્ષપાત થયાની લાગણી થતી જ હોય છે.

આ જ પક્ષપાતને બીજી રીતે જોઈએ કોઈ એક સંતાન કર્તાના કહ્યામાં ન હોય (દાખલા તરીકે એણે કર્તાની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા હોય) છતાં એ પુત્ર તરીકે યોગ્ય અને નિષ્ઠાવાન હોય તો પણ કર્તા ગુસ્સો ઠાલવવા પક્ષપાત કરી શકે છે. બીજી તરફ બળીયાના બે ભાગ એમ આપણે કહીએ છીએ પરંતુ કર્તા સક્ષમ પુત્રને ઓછું અને નબળાને થોડું વધુ આપે તો આ એક હકારત્મક પક્ષપાત છે આમ જ હોવું જોઈએ મિલકતની વહેચણીમાં પણ વારસદારો એ માન્ય કરશેજ એવું માની લેવું એ વિશે શંકા જ રહે છે.

આમ અદાલત એની દ્રષ્ટિએ ન્યાયી વહેચણી કરે છે અને પિતાનો ન્યાય જુદો જ હોય છે એથી કૌટુંબિક વિભાજનમાં અદાલત કરતાં વારસદારોના અંગત ઓળખીતા નિષ્પક્ષ વડીલો જ ઝગડાનો ઉકેલ લાવવામાં મહત્વનો ભાગ ભજવી શકે.

પરંતુ કર્તાના અને વારસદારોના નિષ્પક્ષ નિષ્ઠાવાન વડીલો હોવું એ ખૂબ મુશ્કેલ અને નસીબની વાત હોઈ શકે કારણકે વ્યક્તિના મૃત્યુ બાદ વફાદાર કે નિષ્ઠાવાન કે લોહીનો સંબંધ પણ રંગ બદલી શકે છે
જેમ કર્તાની પ્રતિષ્ઠા અને સંપત્તિ વધુ એમ એની આજુબાજુ ચમચાઓ ખુશામતિયાઓ વધુ એ હકીકત સ્વીકારવી રહી.

વારસદારો આવું બધું સમજે તો અને સ્વીકારે તો અને સામસામે બેસી સંપત્તિમાં ભાગ લેવાને બદલે એકબીજાને આપવાની ભાવના કે બીજાની તરફેણમાં જતું કરવાની તૈયારીથી વાતચીત અને સમજદારી કેળવે તો જ મૃત્યુ બાદ કર્તાના સ્વપ્ન અને ઈચ્છા અને આત્માને શાંતિ થાય એવું વિભાજન શક્ય બંને અને વારસદારો કર્તા કરતાં વધુ નામના અને પ્રતિષ્ઠા મેળવે અન્યથા કર્તાએ બાંધેલ હવેલી ભાંગે જ એથી જ વિભાજન કઈ રીતે ? એ મુદ્દા હવે પછી.

સક્સેસન એન્ડ રીટાયર્ડમેન્ટ પ્લાનિંગ ઇક્વિટીમાં રોકાણ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ માટે તમે મને 9821728704 પર કોલ અથવા વોટ્સઅપ કરી શકો છો – નરેશ વણજારા

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here