VIDEO: સમયની માંગ અનુસાર ઢાળવામાં આવ્યા છે ‘પતિ, પત્ની ઔર વો’

0
298
Photo Courtesy: hindustantimes.com

1978ની સુપર હીટ ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ ની રીમેક આવી રહી છે અને આજે તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ અને જોઈએ કે આ ટ્રેલર ફિલ્મ જોવાની ઇન્તેજારી ઉભી કરે તેવું છે કે નહીં?

Photo Courtesy: hindustantimes.com

અમદાવાદ: હિન્દી ફિલ્મોમાં ફરી એકવાર એક રીમેક આવી રહી છે. આ વખતે આપણને જોવા મળવાની છે 1978ની સુપર હીટ ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ ની રીમેક. સંજીવ કુમાર, વિદ્યા સિન્હા અને રંજીતાની મુખ્ય ભૂમિકાઓ આ રિમેકમાં અનુક્રમે કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે ભજવવાના છે.

આ રીમેકનું ટ્રેલર આજે રિલીઝ થયું છે અને ટ્રેલર જોતા એવું લાગે છે કે આ પતિ પત્ની અને વો ને આજના સમયની માંગ અનુસાર ઢાળવામાં આવ્યા છે. જો 1978ની આ જ નામની ફિલ્મની વાત કરીએ તો તેમાં ફલર્ટ પતિના લગ્ન બહાર સંબંધ બાંધવાની વાત જરૂર કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં તેમાં એક નિર્દોષતા જોવા મળી હતી જેણે લોકોને વારંવાર આ ફિલ્મ જોવા માટે મજબૂર કર્યા હતા.

આ ફિલ્મમાં કાર્તિક આર્યન તેમજ ભૂમિ પેડનેકર સહિતના કલાકારો અમુક સ્થળે થોડી ઘણી naughtiness દેખાડી રહ્યા છે જેમાં કશું ખોટું નથી. મૂળ વાત છે કે જૂની વાર્તાને નવા બીબાંમાં ઢાળવી હોય તો આજના સમાજનું પ્રતિબિંબ તેમાં પડવું જોઈએ જે આ ટ્રેલર જોઇને સાબિત થતું હોવાનું જણાય છે.

પતિ, પત્ની ઔર વો ના ટ્રેલરમાં આમ તો કાર્તિક આર્યનને જ વધુ દેખાડવામાં આવ્યો છે અને અત્યારના સમયના સહુથી ટેલેન્ટેડ કલાકારોમાંથી એક એવા કાર્તિકને આખી ફિલ્મ જોતી વખતે ખૂબ મજા પડશે એવું ટ્રેલરમાં જરૂર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કાર્તિકના મિત્ર તરીકે અપારશક્તિ ખુરાનાને પણ અહીં જોઈ શકાય છે.

ભૂમિ અને અનન્યાની ભૂમિકા વિષે તો ખબર પડી જાય છે પરંતુ ટ્રેલર દ્વારા તેઓ આપણા માટે શું લઈને આવવાના છે તેનો ખાસ ખ્યાલ આવતો નથી, પરંતુ જે કશું પણ આ બંને લઈને આવવાના છે તે રસપ્રદ જરૂરથી હશે જ એવું લાગી રહ્યું છે કારણકે ફિલ્મની વાર્તા જ એ પ્રકારની છે.

ઓરીજીનલ ફિલ્મ જ એટલી મજા કરાવે એવી હતી તે કારણસર ઉપરાંત કાર્તિક આર્યન લીડ રોલમાં હોવાથી તેની રીમેક પણ નિરાશ નહીં કરે તેવું એટલીસ્ટ આ ટ્રેલર તો જરૂર જણાવી રહ્યું છે. તો ચાલો સાથે મળીને જોઈએ ‘પતિ, પત્ની ઔર વો’ નું ટ્રેલર…

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here