લો બોલો, પાકિસ્તાની નાગરિકો માટે કાશ્મીર કોઈ મુદ્દો જ નથી

1
244
Photo Courtesy: economictimes.indiatimes.com

ભારત વિરોધી ટુકડે ટુકડે – રૂદાલી ગેંગ માટે અત્યંત માઠા સમાચાર છે. 53 ટકા કરતાં વધુ પાકિસ્તાની નાગરિકોને તેમના દેશની મોંઘવારી અને અર્થતંત્રની ચિંતા છે… માત્ર આઠ ટકા પાકિસ્તાનીઓ કાશ્મીર પ્રશ્નથી વાકેફ-ચિંતિત છે! હવે ભારતની રૂદાલી ગેંગનું શું થશે વારુ?

ભારત સહિત દુનિયાભરની ભારત વિરોધી ટુકડે ટુકડે ગેંગ આઘાતમાં છે. પહેલી નવેમ્બરને શુક્રવારે જે સમાચાર પાકિસ્તાન તરફથી આવ્યા છે તેણે આ રૂદાલી ગેંગનાં ડૂસકાં સ્થગિત કરી દીધાં છે.

વાત એમ છે કે, “ગૅલપ એન્ડ ગિલાની પાકિસ્તાન” દ્વારા તાજેતરમાં જ પાકિસ્તાની નાગરિકો કયા કયા મુદ્દે ચિંતિત છે અને તેમની દૃષ્ટિએ તેમને કયા મુદ્દા વધારે અસર કરી રહ્યા છે એ અંગે એક સરવે કરવામાં આવ્યો. આ સરવેમાં માત્ર આઠ ટકા જ પાકિસ્તાનીઓએ કાશ્મીર અંગે જાણકારી હોવાની અને તેના વિશે તેમને ચિંતા હોવાનું કહ્યું, બોલો! માત્ર આઠ ટકા!

આ સરવે અનુસાર 53 ટકા કરતાં વધુ પાકિસ્તાનીઓને તેમના દેશની મોંઘવારી અને કથળી રહેલા અર્થતંત્રની ચિંતા છે. બીજા ક્રમે 23 ટકા પાકિસ્તાનીઓને બેરોજગારીની, ચાર ટકાને ભ્રષ્ટાચારની અને ચાર ટકાને પાણીની કટોકટીની ચિંતા છે. પાકિસ્તાની નાગરિકોએ આ સરવેમાં તેમના દેશમાં પ્રવર્તમાન રાજકીય અસ્થિરતા, વીજ કટોકટી તેમજ ડેંગ્યુના રોગચાળા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.

યાદ રહે, પાકિસ્તાની લશ્કરના પિઠ્ઠુ બનીને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટ કૅપ્ટન ઇમરાન ખાન વડાપ્રધાન તો બની ગયા, પરંતુ સત્તાના 14 મહિનામાં જ તેમની ઇમ-મૅચ્યોરિટી – અપરિપક્વતાનો પરિચય અનેક વખત પાકિસ્તાન સહિત આખી દુનિયાને થઈ ચૂક્યો છે.

ઑગસ્ટ 2018માં વડાપ્રધાન બન્યા બાદ તરત જ ઇમરાન ખાને વડાપ્રધાનના કાફલાની અસંખ્ય મોંઘી કાર તેમજ વડાપ્રધાન હાઉસમાં રાખવામાં આવેલી ભેંસોની હરાજી કરીને દેશના અર્થતંત્રને સુધારવાનો “પ્રયાસ” કર્યો હતો. તેમના એ પગલાં સાથે જ પાકિસ્તાન સહિત આખી દુનિયામાં ઇમરાન ખાન હાસ્યાસ્પદ બની ગયા હતા.

આતંકવાદ સામે પગલાં લેવાનું કોઇપણ પાકિસ્તાની વડાપ્રધાન માટે મુશ્કેલ જ નહીં અશક્ય છે અને તેથી ચીન, તુર્કી જેવા બે-ત્રણ ગણ્યાગાંઠ્યા દેશોને બાદ કરતાં દુનિયાનો કોઈ દેશ પાકિસ્તાનના સમર્થનમાં નથી.

આ તમામ બાબતોનું પરિણામ એ આવ્યું છે કે પાકિસ્તાનનું અર્થતંત્ર રોજેરોજ નવા નીચલા સ્તરે પહોંચી રહ્યું છે. પાકિસ્તાની રૂપિયાની કિંમત પહેલી નવેમ્બર, 2019ના રોજ એક યુએસ ડૉલર સામે 154.95 અર્થાત રૂ. 155 થઈ ગઈ છે. આ હદનો ફુગાવો આગામી સમયમાં પાકિસ્તાનને ક્યાં લઈ જશે?

અને તેથી જ સ્વાભાવિક છે કે સરેરાશ પાકિસ્તાની નાગરિકને તેના દેશની મોંઘવારીની ચિંતા વધારે છે. સરેરાશ પાકિસ્તાની નાગરિકને જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકારે લીધેલા પગલાં કે પછી એ અંગે ઇમરાન ખાનની સરકારે કાઢેલા બળાપા સાથે કોઈ લેવાદેવા નથી.

ન જ હોવી જોઇએ.

હા, પાકિસ્તાનીઓના આવા જવાબથી ભારતની JNU ગેંગ હતાશ થઈ હશે. ભલે થતી!

eછાપું

1 COMMENT

  1. ટુકડે ગેંગ ને ઇન્ગલીશ ભાષામાં મૂકી ને ટેગ કરવો જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here