Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone as it has only created for pun and fun by default.

એ સૌને નવા વર્ષનાં ખૂબ ખૂબ વધામણાં… ઘણા સમયના અંતરાલ પછી Pun કી બાત માં આપ સૌનું સ્વાગત કરતાં હું ખૂબ આનંદ અનુભવી રહ્યો છું… મિત્રો, પાછલા દિવસોમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ અને પરિણામો પણ આવી ગયાં.. ક્યાંક જોશભેર દિવાળી ઊજવાઈ તો ક્યાંક ભરદિવાળીએ હૈયાહોળી… ખેર મીઠાઈ તો જેમના નસીબમાં હશે તેમણે ખાધી હશે… આપણે તો કરાંચી ઓહ સોરી… ક્રન્ચી અને ક્રિ્સ્પી ફ્રાયમ્સ માણીશું… તો આફ્ટર અ લોન્ગ લોન્ગ બ્રેક… વેલકમ ટુ યોર ફેવરિટ શો… Pun કી બાત.. આજના આપણા ખાસ મહેમાન છે… મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રી દ્વારા સરકાર બનાવવા માટે આમંત્રિત દેવેન્દ્ર ફડણવીસજી…
પંકજ પંડ્યા : વેલકમ સર…
દેવેન્દ્ર ફડણવીસ : થેન્ક યુ એન્ડ પોસ્ટ દિવાલી વિશિસ…
પંકજ પંડ્યા : મને તો પોસ્ટ કે કુરિયર કશામાંય તમારા દિવાળી વિશિસ મળ્યા નથી…
દે. ફ. :અરે.. પોસ્ટ દિવાળી એટલે કે દિવાળી પછીના…
પંકજ પંડ્યા : એમ કહોને… btw ગઈકાલે રામ મંદિરનો ચૂકાદો પણ આવી ગયો..
દે. ફ. : આ વર્ષ દિવાળી કરતાં દેવ દિવાળી માટે યાદ રહેશે…
પંકજ પંડ્યા : એટલે દેવ દિવાળીના દિવસે શપથ વિધિનું પાકકુ સમજુ ?
દે. ફ. : હું રામ મંદિરની વાત કરું છું..
પંકજ પંડ્યા : ઓહ… મહારાષ્ટ્ર વિધાનસભા ચુનાવરૂપી નાવમાં હેમખેમ પાર ઉતરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન…
દે. ફ. :ખૂબ ખૂબ આભાર… પણ હજુ નાવ યોગ્ય જગ્યાએ પાર્ક નથી થઈ..
પંકજ પંડ્યા : પણ સૌથી પહેલો મોકો તો તમને જ આપવામાં આવ્યો છે..
દે. ફ. : એ ખરું…
પંકજ પંડ્યા : મને ખબર છે કે ભાજપના આટલા બધા સદસ્યોમાંથી મુખ્યમંત્રી તરીકે તમારી જ વરણી કેમ કરવામાં આવી…
દે. ફ. : મારો છેલ્લાં પાંચ વર્ષનું રિપોર્ટ કાર્ડ જોઈને…
પંકજ પંડ્યા : એવું નથી… એમ રિપોર્ટ કાર્ડ જોવાતા હોત તો હું અત્યારે તમારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છું એની જગ્યાએ કોઈક મારો ઇન્ટરવ્યૂ લેતું હોત…
દે. ફ. : તો પછી શું કારણ છે એ જાણવામાં મને પણ રસ છે..
પંકજ પંડ્યા : કારણ એ જ કે બાકીના બધા માત્ર સદસ્ય છે અને તમે ફડણવીસ છો..
દે. ફ. : તો એમ વાત છે.. ચલો… યુનિક સરનેમનો કોઈક તો ફાયદો મળ્યો.. અને સારું છે કોઈ હજારનીશ સરનેમ વાળો ચૂંટણીમાં નહોતો ઊભો રહ્યો… નહીતર મારું પત્તું તો સાવ કપાઈ જાત..
પંકજ પંડ્યા : તમારી સરનેમ એટલી યુનિક પણ નથી…
દે. ફ. : કેમ ?
પંકજ પંડ્યા : અમારા ગામમાં પણ એક હતો… દિવાળીના દિવસો ચાલે છે એટલે યાદ આવ્યું… એને બીજાં ફટાકડાં ફોડવામાં કોઈ રસ નહિ.. પણ દિવાળીના દિવસોમાં એ રોજ વીસ બૉમ્બ ફોડતો…
દે. ફ. : તેથી શું થઈ ગયું ?
પંકજ પંડ્યા :એ વીસ બૉમ્બ ફોડતો એટલે અમે એને ફોડણવીસ કહેતા…
દે. ફ. : હાહાહાહાહાહા…. હાહાહાહાહાહાહાહા…
પંકજ પંડ્યા : હાહાહાહાહાહાહાહા… શ…
દે. ફ. : કેમ શું થયું ?
પંકજ પંડ્યા : મેં જે બૉમ્બ ફોડ્યો એ તમે સહજતાથી માણ્યો એટલે…
દે. ફ. : હવે આ ગરમ ખુરશી પર બેઠા છીએ એટલે તમે જે પણ ફોડો એ માણવા સિવાય છૂટકો છે ? આમ પણ આજકાલ તમારા પંચ ક્યાં ફૂટે છે ??
પંકજ પંડ્યા : હેએએ ??!!!! btw તમને ગુજરાતી આવડે છે ?
દે. ફ. : હા.. હું બહુ સારી રીતે ગુજરાતી સમજી શકું છું. મને ગુજરાતી ફિલ્મો પણ જોવાની ગમે છે. ગુજરાતમાં હજુ પણ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણેની તારીખો કરતાં ગુજરાતી તારીખિયું પ્રમાણે તિથિનો ઉપયોગ થાય છે.. એ મને બહુ ગમ્યું…
પંકજ પંડ્યા : ક્યાં જોયું તમે ?
દે. ફ. : મેં એક ફિલ્મ જોયેલી… ચાલ જીવી લઈએ… એમાં નાયક એની નાયિકાને શરદ પૂર્ણિમાની અજવાળી રાત્રે મળવા માંગે છે પણ નાયિકા આઠમ સુધી રાહ જોવાનું કહે છે.. તો નાયક નાયિકાને ઉદ્દેશીને ગાય છે.. “ચાંદને કહો આજે (જ)… આઠમે નહિ…”
પંકજ પંડ્યા : હાહાહાહાહા… હાહાહાહા…. સખ્ખત…. અને હા… પેલું તમે શું કીધું ? તારીખિયું….. અમે તો નાના હતા ત્યારે અમારા માટે “કેલેન્ડર“નું ગુજરાતી “દટ્ટો” હતું…
દે. ફ. : હાહાહા…. હાહાહા….
પંકજ પંડ્યા : પાછલાં વર્ષોમાં મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં શો ફરક અનુભવી રહ્યા છો…
દે. ફ. : વર્ષો પહેલાં બુલેટ [ચલાવવામાં] ટ્રેઈન્ડ લોકોનું વર્ચસ્વ હતું… જે ધીરે ધીરે નેસ્ત નાબુદ થતું ચાલ્યું.. થોડાક સમય પછી બુલેટ ટ્રેનનું વર્ચસ્વ હશે..
પંકજ પંડ્યા : વાહ ઉસ્તાદ વાહ… દિલ્હીમાં નરેન્દ્ર અને મુંબઈમાં દેવેન્દ્રનું સૂત્ર બરાબરનું ઉપડ્યું છે,, પણ પરિણામો પછી એવું લાગી રહ્યું છે કે શિવસેના પોતાનો કક્કો ખરો કરાવી રહ્યું હોય.
દે. ફ. : એવું કંઈ નથી…
પંકજ પંડ્યા : શિવસેના અને દેવસેના વચ્ચેના જંગમાં કોણ ફાવશે ?
દે. ફ. : હમણાં તમે નરેન્દ્ર અને દેવેન્દ્રની વાત કરતા હતા… હવે દેવસેનાની વાત કરો છો તો મહેન્દ્ર (બાહુબલી) પણ આવશે.. આ બધું શું માંડ્યું છે ?
પંકજ પંડ્યા : દેવસેનાથી મારો મતલબ દેવેન્દ્રની સેના હતો… ટૂંકમાં કોકડું ગૂંચવાયેલું છે… આગળ શું કરવાનું છે એ જાણવું રસપ્રદ રહેશે..
દે. ફ. : જે કરવાનું છે એ ઠાકરે કરવાનું છે…
પંકજ પંડ્યા : ઠાકરે કે ઠાકરેએ ?
દે. ફ. : ઠાકરે… કાળીય ઠાકરે… હું તો નિમિત્ત માત્ર છે… કાળીયો ઠાકર જે કરશે તે મંજૂર છે.
પંકજ પંડ્યા : રાજ ઠાકરે….
દે. ફ. : આમાં રાજ ઠાકરેને કેમ વચ્ચે લાવો છો ? એ તો ક્યાંય છે જ નહિ….
પંકજ પંડ્યા : અરે હું તો એમ કહેવા માંગતો હતો કે તમારે તો માત્ર નિમિત્ત જ બનવાનું છે બાકી રાજ ઠાકરે… કાળીયા ઠાકરે જ ચલાવવાનું છે…
દે. ફ. : હાહાહાહા… હાહાહાહા… ચાલો બહુ થયું.. હવે હું રજા લઉં…
પંકજ પંડ્યા : ઓકે… પણ જતાં જતાં કોઈ સંદેશ તો આપતા જાઓ..
દે. ફ. : મારો અનુભવ કહે છે કે દરેક અતિથિ આવકારવા યોગ્ય નથી હોતા…
પંકજ પંડ્યા : દાખલા તરીકે…
દે. ફ. : દાખલા તરીકે… અતિથી અતિ ભારે વરસાદ…
પંકજ પંડ્યા : વાઉ.. બહુ સરસ… વરસાદ પરથી યાદ આવ્યું.. કંઇક સુઝે તો રાહ જોયા વગર પબ્લીશ કરી દેવું જોઈએ… આ વખતે સપરમા દિવસે પણ વરસાદનું જોર હતું એ જોઇને નૂતન વર્ષાભિનંદનના બદલે નૂતન-વર્ષા-અભિનંદન કહેવું જોઈએ…. એવું લખવાનું સુઝ્યું હતું.. પણ pun કી બાતમાં કન્ટેન્ટ વધારવાની લ્હાયમાં બીજા લોકો લાભ લઇ ગયા…
દે.ફ. : છતાંય તમે કન્ટેન્ટમાં તો સમાવી જ લીધું….
પંકજ પંડ્યા : ઠાકરે કર્યું ..
દે.ફ. : કાલીયા… સોરી.. તાલીયા….
પંકજ પંડ્યા : સર..અતિથી અતિ વ્યસ્ત શિડયુલમાં પણ અહી પધાર્યા અને pun કી બાતના ચાહકોને સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર..
દે. ફ. : ધન્યવાદ..
eછાપું