રાજીનામું: મહારાષ્ટ્રના અણબનાવને પગલે શિવસેનાના મંત્રી મોદી સરકારથી દૂર થશે

0
269
Photo Courtesy: newindianexpress.com

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે છૂટાછેડા નક્કી થઇ જતા હવે તેની અસર કેન્દ્ર સરકાર પર પણ પડી છે અને શિવસેનાના એકમાત્ર મંત્રીએ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.

Photo Courtesy: newindianexpress.com

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચેના સંઘર્ષની અસર કેન્દ્રની NDA સરકાર પર પણ પડી છે. નરેન્દ્ર મોદી સરકારમાં ભારે ઉદ્યોગો અને જાહેર સાહસોના મંત્રી અને શિવસેનાના સંસદ સભ્ય અરવિંદ સાવંતે આજે કહ્યું હતું કે તેઓ મોદી સરકારમાંથી રાજીનામું આપશે.

આ અગાઉ ગઈકાલે NCP પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં શિવસેનાના મુખ્યમંત્રીને પોતાનું સમર્થન મળે તે અગાઉ શિવસેનાએ NDA છોડે તેવી શરત મૂકી હતી. સાવંતનું નિવેદન આ જ વાતને સમર્થન આપી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે.

પોતે મોદી સરકારમાંથી રાજીનામું આપશે એવી જાહેરાત કરતા અરવિંદ સાવંતે કહ્યું હતું કે “શિવસેના સત્યની પડખે છે.”

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here