વિશ્વના પ્રથમ CNG પોર્ટ ટર્મિનલને મુખ્યમંત્રી રૂપાણીની મંજૂરી મળી

0
246
Photo Courtesy: openthemagazine.com

વિશ્વનું સર્વપ્રથમ CNG પોર્ટ ટર્મિનલ હવે ગુજરાતના ભાવનગરમાં સ્થાપિત થશે. આ માટેની મંજુરી AGIDBના અધ્યક્ષ હોવાના નાતે મુખ્યમંત્રી વિજય રુપાણીએ આપી દીધી છે.

Photo Courtesy: openthemagazine.com

ગાંધીનગર: વિશ્વનું સર્વપ્રથમ CNG પોર્ટ ટર્મિનલ ભારતમાં અને તે પણ ગુજરાતના ભાવનગરમાં સ્થપાશે. આ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ તેને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

આ યોજના પાછળ રૂ. 1900 કરોડનો ખર્ચ થશે અને આ પોર્ટ UKની એક કંપની ફોરસાઈટ ગ્રુપ અને મુંબઈની પદ્મનાભ મફતલાલ ગ્રુપ દ્વારા સંયુકતપણે બનાવવામાં આવશે. ભાવનગર ખાતે બનાવવામાં આવનાર આ CNG પોર્ટ ટર્મિનલ માટે પદ્મનાભ મફતલાલ ગુપ સ્વિસ ચેનલ દ્વારા પ્રથમ તબક્કામાં રૂ.1300 કરોડ અને બીજા તબક્કામાં રૂ.600 કરોડનું રોકાણ કરશે.

હાલમાં ભાવનગર પોર્ટની કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા વાર્ષિક 3 મિલિયન મેટ્રિક ટનની છે જે આ CNG પોર્ટ ટર્મિનલની સ્થાપના થયા બાદ ત્રણ ગણી વધીને વાર્ષિક 9 મિલિયન મેટ્રિક ટન થઇ જશે. CNG પોર્ટ ટર્મિનલ બનાવવા માટે હાલમાં ભાવનગર પોર્ટની ઉત્તર તરફે હાલની સુવિધાઓમાં આમૂલ ફેરફાર કરવામાં આવશે.

આ ફેરફાર હેઠળ પોર્ટ બેઝીન માટેની ચેનલ, ડ્રેજીંગ, બે લોકગેટ, કિનારા પર CNG પરિવહન માટેનું આંતરિક માળખું વગેરે સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત અહીં રો-રો ટર્મિનલ, લિક્વિડ ટર્મિનસ અને કન્ટેનર ટર્મિનલ વિકસિત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

CNG ટર્મિનલ પોર્ટને ભાવનગર પોર્ટથી બ્રોડગેજ રેલવે લાઈન તેમજ નેશનલ હાઈવે જોડાયેલા હોવાથી તે ધોલેરા SIR સાથે જોડાઈ જશે અને તેને કારણે દેશના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં માલ પરિવહનને મોટી સુવિધા મળશે. આ ઉપરાંત CNG પોર્ટ ટર્મિનલ કાર્યરત થયા બાદ ભાવનગર વિશ્વફલક પર પોતાનું આગવું સ્થાન મેળવી શકશે એટલુંજ નહીં આ નવું પોર્ટ શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા રહીશો માટે રોજગારીની નવી તકો પણ ઉભી કરશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here