વ્યાપાર-ધંધામાં વારસદાર નક્કી કરવો એક જરૂરિયાત એક પડકાર

0
229
Photo Courtesy: orowealth.com

ધંધા માટે વારસદાર શોધવો અત્યંત જરૂરી પણ છે અને એક પડકાર પણ છે પરંતુ આ પડકારનો સામનો કેવી રીતે કરવો એ આજે આપણે આ લેખમાં જાણીશું.

Photo Courtesy: orowealth.com

પહેલાના જમાનાનાં દેશનાં રાજા હોય કે હાલના અંડરવર્લ્ડનો ડોન કે હાલના જમાનાનાં શ્રી રતન ટાટા જેવા મોટા ઉદ્યોગપતિ હોય કે પોતાનો નાનો અમથો વ્યાપાર કરનાર વ્યાપારીજન, આ તમામના મનમાં સૌથી મોટી અને એક સમાન જો કોઈ ચિંતા સતાવતી હોય તો એ છે પોતાનાં મૃત્યુ બાદ પોતાની પેઢી કે સત્તાનો સાચો વારસદાર કોણ થઇ શકે?

આપણી હિંદુ સંસ્કૃતિમાં કુટુંબ વ્યવસ્થાના સ્થાપક એવા શ્રી મનુએ આ અંગે મનુસ્મૃતિમાં આ અંગે વિસ્તૃત માર્ગદર્શન કર્યું જ છે જે અનુસાર જો કુટુંબનો મોભી ‘કર્તા’ પોતાની હયાતીમાં જો વારસદાર નિમવામાં નિષ્ફળ જાય તો અને ત્યારે એનો ઉમરમાં સૌથી મોટા પુત્રને વારસદાર તરીકે સૌ પ્રથમ હકદાર ગણવો.

અહીં એક સ્પષ્ટતા વારસદાર એટલે ‘કર્તા’ અને નહી કે એની સંપતિનો એકમેવ માલિક એટલેકે અન્ય વારસદારોનો રક્ષક માર્ગદર્શક અને કૌટુંબિક ધંધાનો મુખ્ય સંચાલક.

તો આ વારસદારની નિમણુક માટેની માથાકૂટ કરતી વખતે સામે આવતી સમસ્યાઓને ઓળખીએ
જ્યાં સુધી અંધારી આલમનો ડોન હોય કે કોઈ દેશનો સરમુખત્યાર હોય એનાં વારસદાર અંગે લેખક મારિયો પુઝોએ એની પ્રખ્યાત નવલકથા ધ ગોડ ફાધરમાં એક જ વાક્યમાં જવાબ આપ્યો છે અને એ છે “મારે એની તલવાર” કે “બળીયાના બે ભાગ” નો નિયમ જ અહીં લાગુ પડે છે. જ્યાં જ્યાં સરમુખત્યારો એ સત્તા મેળવી છે એ દરેકે કોઈ રીતે મેળવી છે અને પદભ્રષ્ટ થનારની શું હાલત કરવામાં આવી છે એ જો આપણે જોઈશું તો આ મારે એની તલવારનો નિયમ સાચો જણાશે અને તેને સ્વીકારવો પડે તેમ છે.

પરંતુ જ્યાં નીતિમત્તાનું અસ્તિત્વ હોય, દેશની કાનૂન વ્યવસ્થા અને બંધારણની આમાન્યા હોય, સંસ્કાર હોય કે સુદ્રઢ કુટુંબ વ્યવસ્થા હોય ત્યાં વારસદાર પણ એનાં ઉદ્યોગધંધાના સ્થાપક જેટલો જ લાયક હોવો જરૂરી છે. અને એક ડગલું આગળ વધી કહીએ તો “બાપથી બેટો સવાયો” હોવું જરૂરી છે અને એથી જ આ સમસ્યા ધૂંધળી બંને છે. ખાસ તો ત્યારે કે જયારે આપણી સંસ્કૃતિમાં જ જયારે નવોઢાને “અષ્ટપુત્રો ભવ્” ના આશીર્વાદ અપાતા હોય એટલેકે જે કુટુંબ વ્યવસ્થામાં આઠ પુત્રો સાહજીક જ નહી ગૌરવ સમાન ગણતા હોય ત્યારે આ આઠમાંથી એકની પસંદગી કરવાની રહે છે.

એક રાજાના જયારે બે થી વધુ પુત્રો હોય ત્યારે એણે વારસદાર તરીકે પસંદગી કોની કરવી એની પરીક્ષા શું હોઈ શકે એનામાં કયા ગુણ હોવા જોઈએ વગેરેનું માર્ગદર્શન મહાભારતમાં વિદુર અંધ ધુતરાષ્ટ્ર ને વાંરવાર સમજાવતા રહ્યા અને જે પાછળથી વિદુરનીતિ તરીકે જાણીતી થઇ આ જ વિદુરનીતિનું પ્રતિબિબ અને સ્પષ્ટ નીતિ આપણે ચાણક્યના નીતિશાસ્ત્રમાં જોઈ શકીએ છીએ.

ઉદ્યોગના વારસદારની શોધ અંગે વાત વખતે રાજાના વારસદાર વિશે આ ટુંકાણમાં ઉલ્લેખ જરૂરી એટલા માટે છે કે “યથા રાજા તથા પ્રજા” એ ન્યાયે સામાન્ય પ્રજાજનો પણ રાજાનું અનુકરણ કરવા પ્રેરાતા હોય છે, ખાસ તો જયારે એ રાજા આદર્શ હોય ત્યારે દાખલા તરીકે રામરાજ્ય.
આધુનિક જમાનાએ રાજાશાહીને ફગાવી અને લોકશાહી શાશન પદ્ધતિ સ્વીકારી જ્યાં દેશનાં વડાપ્રધાન પ્રજા ચુંટણી દ્વારા ચોક્કસ સમય માટે ચુંટે છે એટલેકે આપણા દેશમાં પાંચ વર્ષ માટે અને એથી જ ક્યારેક એવું ભાસે છે કે પ્રજાની સમસ્યાઓ વધુ વકરી છે. ખાસતો પ્રજાને મૂંઝવતો પ્રશ્ન કે દર પાંચ વર્ષે કોને મત આપી વડાપ્રધાન પદે બેસાડવા?

જ્યાં સુધી આપણી દેશની પ્રજા સામે આ પ્રશ્ન છે ત્યાં સુધી મારા મતે આજે આઝાદીના 65 વર્ષ બાદ પ્રજા એટલું તો અવશ્ય સમજી ચુકી છે કે “દેશનો વડોપ્રધાન કેવો નહી હોવો જોઈએ?”

આપણા બંધારણ અનુસાર જો વડાપ્રધાન યોગ્ય ન હોય તો પાંચ વર્ષ પછી અથવા તો એથી ઓછા સમયમાં જ એની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી એને પાણીચું આપી શકાય છે.

હવે આ જ આધુનિક જમાનાની ઉદ્યોગમાં લોકશાહી સમાન દેણ છે કંપની ધારા હેઠળ સ્થપાતિ લિમિટેડ કંપની રૂપે ધંધાકીય સાહસ અને આ મસમોટી કંપનીમાં વારસદાર શોધવું એ સૌથી વધુ જટિલ કાર્ય છે કારણકે અહીં હજારો નહી પણ લાખો શેરહોલ્ડરોના નાણા રોકાયેલા છે. તો સામે બેન્કો પણ એમને કરોડો રૂપિયા ધીરે છે અને લાખો કર્મચારીઓની એ રોજીરોટી છે અને સાથે સાથે એટલા જ પ્રમાણમાં એને માલ પુરો પડનારા અને વિવિધ સેવા પૂરી પાડનારા માટે પણ એ આવકનું સાધન છે આમ અહીં જુદાં જુદાં હિત ધરાવનારા જેને સ્ટેક હોલ્ડર કહેવાય છે એ સંકળાયેલા છે.

આ તમામ સ્ટેક હોલ્ડર્સના હિતો ને ધ્યાનમાં લેતાં અને એ જમીનદોસ્ત ન થાય એ દ્રષ્ટિએ વિચારતા વારસદારની શોધ એ એક જટિલ પ્રક્રિયા જરૂર બંને છે. પણ હવે આ પ્રક્રિયા વૈજ્ઞાનિક પણ બની છે

તો આ વારસદારની શોધને આપણે સકસેશન પ્લાનીંગ તરીકે ઓળખીએ છીએ તો આ સકસેશન પ્લાનીંગ કઈ રીતે અમલી બને અને એમાં કયા કયા પાસાઓનો વિચાર કરવો આવશ્યક છે કે જેથી સાચો વારસદાર સફળતાપૂર્વક કઈ રીતે ઉભરી આવી શકે એ જોઈશું હવે પછી…

સકસેસન પ્લાનિંગ અને ઇક્વિટીમાં લાંબાગાળાના રોકાણની સલાહ માટે 9821728704 પર તમે મારો સમ્પર્ક કરી શકો છો અથવા વોટ્સઅપ પર આપનો ઈમેલ અને મોબાઈલ નંબર જણાવો અમે તમારો સમ્પર્ક કરીશું

વધુ માહિતી માટે આ લીંક પર ક્લિક કરો https://www.researchandranking.com/

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here