ઇન એન્ડ આઉટ: ક્રિતી ખરબંદા અમિતાભ-ઇમરાનની ચેહરેમાંથી બહાર

0
139
Photo Courtesy: timesofindia.indiatimes.com

અમિતાભ અને ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ ચેહરેની મુખ્ય એક્ટ્રેસ ક્રિતી ખરબંદા ફિલ્મ છોડીને જતી રહી છે અને તેના સ્થાને એક નવી હિરોઈનને સાઈન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

Photo Courtesy: timesofindia.indiatimes.com

મુંબઈ: અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની મુખ્ય ભુમિકા ધરાવતી ફિલ્મ ચેહરેની લીડ એક્ટ્રેસ ક્રિતી ખરબંદાએ આ ફિલ્મ છોડી દીધી છે. અગાઉ એવી અફવા સામે આવી હતી કે શુટિંગ દરમ્યાન ક્રિતીના નખરા ખૂબ વધી ગયા હતા એટલે પ્રોડ્યુસર અને ડિરેક્ટરે તેને ફિલ્મમાંથી બહારનો દરવાજો દેખાડી દીધો હતો.

પરંતુ, તાજી માહિતી અનુસાર ક્રિતીએ ખુદ આ ફિલ્મ છોડી દીધી છે કારણકે તેને આ ફિલ્મમાં એક ઈન્ટીમેટ સીન કરવાનો હતો અને તેને આ પ્રકારનો સીન કરવાની બિલકુલ ઈચ્છા ન હતી. હવે ફિલ્મના મેકર્સ નવી લીડ એક્ટ્રેસ શોધવામાં લાગી ગયા છે.

જાણવા મળ્યા અનુસાર ક્રિતીની જગ્યાએ અંકિતા લોખંડે સાથે ચર્ચા ચાલી રહી છે અને અંકિતાએ હા પણ પાડી દીધી છે. પરંતુ હજી અંકિતા સાથે કોન્ટ્રેક્ટ સાઈન કરવામાં આવ્યો નથી. અંકિતા અગાઉ કંગના રનૌતની મણીકર્ણિકામાં જોવા મળી હતી અને હવે તે બાગી-3 માં જોવા મળશે જેમાં તેની રિતેશ દેશમુખ સાથે રોમેન્ટિક ભૂમિકા છે.

ફિલ્મ ચેહરેમાં ક્રિતીએ કોઈ અદાકાર સાથે ઈન્ટીમેટ સીન કરવાનો હતો અને ઇમરાન હાશ્મી તેને જોઈ જાય છે તે પ્રકારનું દ્રશ્ય હતું, પરંતુ ક્રિતીને આ સીન કરવાનું યોગ્ય ન લાગતા તેણે મેકર્સ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ ફિલ્મ છોડી દીધી હતી.

ચેહરે 2020માં રિલીઝ થશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here