VIDEO: કોંગ્રેસ કાર્યકર્તાને ખબર જ નથી કે વિરોધ શેનો કરવાનો છે!

0
235
Photo Courtesy: orissapost.com

ગાંધી પરિવારનું SPG છત્ર હટાવી લેવાના વિરોધમાં ગઈકાલે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનમાં સામેલ થયેલા પ્રદર્શનકારીઓ પાસે શેનો વિરોધ કરવાનો છે તેનું જ્ઞાન ન હતું.

Photo Courtesy: orissapost.com

અમદાવાદ: ગઈકાલે રાજ્યસભામાં કોંગ્રેસે તેમના પ્રથમ પરિવાર તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને મળતા SPG છત્રને હાલની સરકાર દ્વારા હટાવી લેવા અંગે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ જ સમયે નવી દિલ્હીમાં પણ કોંગ્રેસની યુવા પાંખ યુથ કોંગ્રેસ દ્વારા આ અંગે વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા હતા.

જેમ કાયમ બનતું હોય છે તેમ વિવિધ ન્યૂઝ ચેનલોના પત્રકારો યુથ કોંગ્રેસના પ્રદર્શનકારીઓની ‘બાઇટ્સ’ લેવા આમતેમ દોડતા જોવા મળ્યા હતા. આવામાં એક રસપ્રદ વિડીયો ક્લિપ સામે આવી છે જે તમારા મનમાં કોંગ્રેસી સમર્થકોમાં રહેલી સમજણ વિષે પ્રશ્નાર્થ ઉભો કરી દેશે.

નીચે આપેલા વિડીયોમાં આપ જોઈ શકો છો કે રિપોર્ટર જ્યારે એક કોંગ્રેસી પ્રદર્શનકારને પૂછે છે કે તે કયા વિષય પર સરકારનો વિરોધ કરી રહ્યો છે ત્યારે એ પ્રદર્શનકાર પાસે તેનો કોઈજ જવાબ નથી હોતો અને તે ફક્ત “તાનાશાહી નહીં ચલેગી” જેવું દાયકાઓ જુનું સૂત્ર પોકારવા લાગે છે. આ જ વ્યક્તિને રિપોર્ટર વારંવાર પૂછે છે કે તેનો અહીં આવવાનો સંદર્ભ કયો છે તો પણ એ વ્યક્તિ તેનો સંતોષકારક જવાબ આપી શકતો નથી.

આવી જ પરિસ્થિતિ એક અન્ય પ્રદર્શનકારીને પુછેલા સવાલના જવાબમાં પણ જોવા મળે છે. ત્યારબાદ આ રિપોર્ટરને શંકા પણ જાય છે કે કદાચ આ લોકો યુથ કોંગ્રેસના સભ્યો છે કે કેમ, કારણકે તેમની ઉંમર ઘણી ઓછી દેખાઈ રહી હોય છે.

વાસ્તવિકતા ગમે તે હોય પરંતુ આ ઘટના પરથી એ હકીકત ફરીથી સામે આવી ગઈ છે કે કોંગ્રેસે પોતાના માળખામાં ધરમૂળથી પરિવર્તન લાવવાની તાત્કાલિક જરૂર છે, નહીં તો આ પક્ષ ફરીથી ક્યારેય ઉભો નહીં થઇ શકે.

ગાંધી પરિવારથી દૂર કરવામાં આવેલા SPG છત્રનો વિરોધ કરનારાઓ ખરેખર યુથ કોંગ્રેસના જ સભ્યો છે કે કોઈ અન્ય અથવાતો ભાડેથી લાવવામાં આવેલા વ્યક્તિઓ તે તમે ખુદ આ વિડીયો જોઇને નક્કી કરો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here