વ્યાપાર અને ધંધામાં એક સમય એવો આવે છે જ્યારે વ્યક્તિએ પોતાનો વારસદાર શોધી લેવાનો આવતો હોય છે. તો આ પ્રક્રિયા કરવા માટે યોગ્ય સમય કયો હોઈ શકે તેના વિષે જાણીએ.

વારસદારની શોધના આરંભ માટે આપણી હિંદુ સંસ્કૃતિમાં સ્પષ્ટ નીતિ દર્શાવવામાં આવી છે જેને આપણે આશ્રમ વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ.
આ આશ્રમ વ્યવસ્થા પ્રમાણે વ્યક્તિના જન્મથી મૃત્યુની સો વર્ષની જિંદગીની સફરને ચાર તબક્કામાં વહેચવામાં આવી છે.
બાળપણથી શરૂઆતના 25 વર્ષ વ્યક્તિએ શિક્ષણ લેવાનું જેને બ્રહ્માચાર્યશ્રમ તરીકે ઓળખાય છે.
ત્યાર બાદ લગ્ન થતાં વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે છે એટલેકે એણે કુટુંબનાં ભરણપોષણ તથા અન્ય તમામ જવાબદારીઓ નિભાવવાની છે. આ માટે ધંધો રોજગાર કે વ્યવસાય કે નોકરી કરવાની રહે છે.
હવે આ રોજગાર શરૂ થાય લગ્ન બાદ સંતાન જન્મે અને જેમ જેમ કુટુંબ વિસ્તરે સાથે સાથે ધંધો વ્યવસાય પણ વિસ્તરે અને સંતાનો જયારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે એટલેકે પ્રથમ સંતાનના લગ્ન લેવાય કે એ દિવસથી વ્યક્તિના વાનપ્રસ્થાશ્રમ તરફની ગતિ આરંભાય.
વાનપ્રસ્થાશ્રમ એટલે જ ગૃહસ્થાશ્રમ દરમ્યાન એટલેકે તમામ જવાબદારીઓ નીભાવતા નિભાવતા અને એનાં ફળોની પ્રાપ્તિથી થયેલા મોહ માયા મેળવેલી સત્તાનો ભોગવટો વગેરેનો એક પછી એક ત્યાગ કરવાની પ્રક્રિયા અને આ પ્રક્રિયા એ જ અહીં વારસદારની શોધનો આરંભ છે.
અને જયારે વારસદારની શોધ સફળ થાય વ્યક્તિને લાગે કે પોતે જમાવેલ ધંધો અને તમામ જવાબદારીઓ લેવા પોતાનો વારસદાર સક્ષમ છે અને હવે પોતે હયાત નહી હોય તો પણ આ વારસદાર પોતાનું નામ રોશન કરશે અને દેવાળું નહી ફૂકે કે જેથી અન્ય વારસદારો રસ્તા પર આવી જાય પણ તેઓ પણ પ્રગતિ જ કરશે એની છત્રછાયા હેઠળ અને જે સંતોષની અને તૃપ્તિની લાગણી થાય અને એથી જે ભાવ જન્મે એ વૈરાગ્ય ભાવ અને આ વૈરાગ્યભાવ થતાં જે આશ્રમ તરફ પગ મંડાય એ સન્યાસાશ્રમ.
સન્યાસશ્રમમાં જરૂરી નથી કે વ્યક્તિએ ભગવા કપડાં પહેરી સાધુ થઇ જવાનું પરંતુ અહીં વ્યક્તિએ સંતાન મોહ તથા અન્ય મોહ કામ વાસના ધન લાલસા સત્તા લાલસા વગેરે ત્યજી સામાજિક કલ્યાણ કાર્ય કે સમાજસેવા તરફ વળવું.
આપણી હિંદુ સંસ્કૃતિના તમામ મહત્વના ગ્રંથો જેવાકે રામાયણ મહાભારત ચરકસંહિતા વાત્સાયનનું કામશાસ્ત્ર કૌટિલ્યના નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વગેરે તમામ આ સન્યાશ્શ્રમની દેણ છે એ કહેવાની કોઈ જરૂર ખરી?
આમ વારસદારની શોધ નો પ્રારંભ વ્યક્તિના વાનપ્રસ્થાશ્રમથી શરૂ થાય છે.
તો આ શોધમાં કયા કયા પરિબળોને ધ્યાનમાં લેવા જરૂરી છે?
આ પરિબળો આપણે એક પછી એક જોઈશું પણ સૌથી મહત્વનું પરિબળ એ અહીં પહેલાં નોંધી લેવું જરૂરી છે
મારવાડી સમાજમાં કહેવત છે કે
“હવેલી કી ઉમ્ર સાઠ સાલ” આનો અર્થ જયારે વ્યક્તિ ગૃહસ્થાશ્રમ દરમ્યાન ધન પ્રાપ્તિ દ્વારા જે હવેલી બાંધે છે અને સામ્રાજ્ય ઊભું કરે છે અને એનું સમગ્ર કુટુંબ એનાં જે મીઠા ફળો એક છત્ર હેઠળ માણે છે એની ઉમ્ર એટલેકે ભોગવટો ની ઉંમર સાઠ વર્ષ જેટલી હોય છે.
એટલેકે બીજી કે ત્રીજી પેઢી એનો અર્થ જયારે ત્રીજી પેઢી જેને આપણે પૌત્ર કહી શકીએ એ ધંધામાં પ્રવેશે ત્યારે હવેલીમાં સામ્રાજ્યમાં તડા પડવાની શરૂઆત થાય છે અને હવેલી જીર્ણ થવા તરફ ગતિ કરે છે. કારણકે આ હવેલી ત્યાર બાદ એમાં રહેનાર એનો ભોગવટો કરનારને બંધિયાર લાગવા માંડે છે. તો એ દ્રષ્ટિએ પણ આવા સમયે પણ હવેલીનો યોગ્ય વારસદાર જો ન શોધાય તો હવેલી એ વ્યક્તિના મૃત્યુ બાદ તુરંત નષ્ટ થઇ શકે છે.
આમ બીજી પેઢીના સંતાનો ગૃહસ્થાશ્રમ માં પ્રવેશે કે તુરંત જ મોડામાંમોડું વારસદારની શોધનો આરંભ થવો જરૂરી છે.
eછાપું
સક્સેસન પ્લાનિંગ અને શેરમાં લાંબાગાળાના રોકાણ માટે નીચેની લીંક પર ક્લિક કરો
https://www.researchandranking.com/