હાઈ સ્પિડ ટ્રેન: અમદાવાદ અને રાજકોટ વચ્ચે અંતર ઘટશે

0
339
Photo Courtesy: moneycontrol.com

ગુજરાતના મુખ્યમંત્રીએ આજે અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈ સ્પિડ ટ્રેનને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ અમદાવાદ અને રાજકોટ એકબીજાની વધુ નજીક આવશે.

Photo Courtesy: moneycontrol.com

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે અમદાવાદ અને રાજકોટ વચ્ચે હાઈ સ્પિડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ રૂ. 11,300 કરોડ નિર્ધારવામાં આવ્યો છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ હાઈસ્પિડ ટ્રેન ચાલુ થયા બાદ અમદાવાદથી રાજકોટ માત્ર બે કલાકમાં પહોંચી શકાશે. આ પ્રોજેક્ટ હાલના નેશનલ હાઈવે નંબર 47ની બાજુમાં જ આકાર લેશે જેથી જમીન સંપાદન કરવું સરળ બની રહે.

પ્રસ્તાવિત સેમી હાઈ સ્પિડ ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે જેને કારણે અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર માત્ર બે જ કલાકમાં કાપી શકાશે. રાજકોટ સૌરાષ્ટ્રના કેન્દ્રમાં આવેલું હોવાથી રાજકોટ સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના અન્ય નગરો જેવાકે ભાવનગર, પોરબંદર, જુનાગઢ, જામનગર વગેરેને પણ આ હાઈ સ્પિડ ટ્રેનને લીધે ઘટેલા અંતરનો લાભ મળશે તેવી સંભાવનાઓ છે.

એક અંદાજ અનુસાર અમદાવાદ અને રાજકોટ વર્ષે મુસાફરોની સંખ્યા છેલ્લા અમુક વર્ષોથી લગભગ 9 ટકાના દરે વધી રહી છે જેથી આ બંને નગરોના નાગરિકોને આવનાર ટ્રેન સેવાથી જબરદસ્ત ફાયદો થશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here