નિર્ણય: ભારત સામે આગામી સિરીઝમાં ક્રિસ ગેલ નહીં રમે

0
268
Photo Courtesy: independent.co.uk

આવતા મહિનાથી વેસ્ટ ઇન્ડિઝનો ભારતનો પ્રવાસ શરુ થઇ રહ્યો છે, પરંતુ વેસ્ટ ઇન્ડિઝના મહત્ત્વના બેટ્સમેન ક્રિસ ગેલે નક્કી કર્યું છે કે તે આવનારી આ સિરીઝની તમામ મેચો નહીં રમે.

Photo Courtesy: independent.co.uk

જોહાનિસબર્ગ: વેસ્ટ ઇન્ડિઝના આક્રમક લેફ્ટ હેન્ડ બેટ્સમેન ક્રિસ ગેલ આગામી દિવસોમાં ભારત સામે રમાનારી વનડે ઇન્ટરનેશનલ સિરીઝમાં નહીં રમે. ગેલનું કહેવું છે કે હાલમાં તેનું સંપૂર્ણ ધ્યાન આવનારા Twenty20 વર્લ્ડ કપ ઉપર છે જે આવતે વર્ષે રમાવાનો છે.

જો કે અહીં એ હકીકત નોંધપાત્ર છે કે હાલનું ફોર્મ જોતાં ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝ તરફથી Twenty20 વર્લ્ડ કપમાં પણ રમી શકશે કે કેમ. ગેલે કહ્યું હતું કે મને સિલેક્ટરોએ ભારત સામે વનડે રમવા  માટે આમંત્રણ આપ્યું છે પરંતુ હું રમી નહીં શકું.

ગેલનું કહેવું છે કે સિલેક્ટર્સની ઈચ્છા યુવાનો મારી સાથે રમે અને મારા અનુભવનો લાભ તેમને મળે એ પ્રકારની છે પરંતુ એ હાલપૂરતું શક્ય નથી. ક્રિસ ગેલ ઓસ્ટ્રેલીયામાં રમાતી બિગ બેશ લીગમાં પણ નહીં રમે.

ક્રિસ ગેલે ખુલાસો કર્યો હતો કે તે બાંગ્લાદેશ પ્રિમિયર લીગમાં પણ નથી રમવાનો પરંતુ તેને ત્યારે જરૂર આશ્ચર્ય થયું હતું જ્યારે તેણે પોતાનું નામ આ લીગ રમનારા ખેલાડીઓની યાદીમાં જોયું હતું. સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી MSLમાં ક્રિસ ગેલ ભાગ લઇ રહ્યો છે પરંતુ તેણે સમગ્ર ટુર્નામેન્ટમાં માંડ માંડ 100 રન બનાવ્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here