ભારતીય ફૂટબૉલ અને હીરો ઇન્ડિયન સુપરલીગ

0
298
Photo Courtesy: sportskeeda.com

ભારતીય ફૂટબોલનો ઈતિહાસ જેટલો ભવ્ય છે તેટલો તેનો વર્તમાન નથી. પરંતુ હીરો ઇન્ડિયન સુપર લીગે ભારતના ફૂટબોલના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયાસો જરૂરથી શરુ કરી દીધા છે.

Photo Courtesy: sportskeeda.com

દરેક ભારતીય વિષયની જેમ ઇન્ડિયન ફૂટબૉલ નો ઇતિહાસ પણ ગૌરવવંતો છે, આજથી 70 વર્ષ પહેલા છેક 1950માં પણ ઇન્ડિયન ટીમ ફૂટબૉલનો વર્લ્ડકપ પણ રમી છે, 1951 અને 1962માં તો એશિયન ગેમ્સની ચેમ્પિયન બની હતી. 1956ની ટીમ  ઓલમ્પિકમાં મેડલ તો ન લાવી શકી પણ ચોથા સ્થાન પર રહીને ફૂટબૉલ જગતમાં ડંકો વળગાડ્યો હતો. આવા ગૌરવવંતા ઈતિહાસ પછીના સમયને યાદ કરવા જેવો નથી.

છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં દરેક ગેમ માટે IPL જેવી લીગની બોલબાલા છે. એ પછી બેડમિન્ટન હોય, હોકી હોય, કબડ્ડી હોય, કે પછી ફૂટબૉલ. ફૂટબોલમાં આપણી ઇન્ડિયાની લીગ છે જેનું નામ છે ”હીરો ઇન્ડિયન સુપર લીગ”. આ લીગની અત્યારે પાંચમી સીઝન ચાલી રહી છે. આ  લીગની સ્થાપના આપણા ગુજરાતી એવા  નીતાબેન અંબાણીએ 2013માં કરી હતી અને પહેલવહેલી સીઝન 2014માં જ 8 ટીમો વચ્ચે રમાડવામાં આવી હતી.

આ લીગની સૌથી મોટી USP જો કોઈ હોય તો એ છે આ ટીમોના માલિકો. બધા જ સેલિબ્રિટી, મોટાભાગના ક્રિકેટરો અને બોલિવૂડના એક્ટર્સ છે, એટલે સ્વાભાવિક હતું કે ઘણો બધો ઘોંઘાટ થવાનો હતો. ભારતમાં ફૂટબોલ નું સ્વરૂપ ધરમૂળથી બદલાઈ જશે, એવું લાગતું હતું પણ એવું કંઈ ન થયું. શરૂઆતના અમુક મારકી પ્લેયર સિવાય આખી સિઝનને કોઈ પૂછવાવાળું પણ ન હતું. આમછતાં પહેલા વર્ષથી જ અંદરથી ઘણું બધું બદલાવની શરૂઆત થઇ ગઇ હતી.

અંડર 11  થી લઇ અંડર 19 સુધીની લીગ તો રમાડવામાં આવતી જ હતી, પણ આ લીગ પછી એને પ્રતિભા શોધવાની એક તકની રીતે પણ જોવાની શરૂઆત થઇ. આ વર્ષથી તો અંડર 7 ની પણ લીગ રમાડવામાં આવી રહી છે જેને બેબી લીગ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે નાનપણથી જ ફૂટબોલની પ્રતિભાને ઓળખી ને એની માવજતથી મોટી સફળતાઓની આશા રાખવામાં આવી રહી છે.

પાંચ વર્ષથી ચાલતી આ સુપરલીગનું સ્ટાન્ડર્ડ અત્યાર સુધી તો એવરેજ કહી શકાય, પણ આ વર્ષનું  સ્ટાન્ડર્ડ થોડુંક એવરેજ કરતા સારું કહી શકાય એમ છે. એનું મુખ્ય કારણ ડોમેસ્ટિક નવા ઉગતા સિતારાની સાથે-સાથે આપણા અનુભવી ખેલાડીઓ કે જેમની પાસે અત્યારે છેલ્લા પાંચ વર્ષનો ISL નો અનુભવ છે., આ ખેલાડીઓ માં સંદેશ જીઘન,  મંદારરાવ દેસાઈ, ગુરપ્રીતસિંહ સંધુ, અને સુભાષિશ ના નામ મોખરે છે.  આ ખેલાડીઓની ઉંમર 19 થી 21 વચ્ચેની હતી ત્યારે સૌપ્રથમ 2014ની પહેલી વહેલી ઇન્ડિયન સુપર લીગનો પ્રારંભ થયો હતો.

છેલ્લા પાંચ વર્ષના કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં આ ખેલાડીઓની કારકિર્દી ઘણી સારી રીતે વધી છે, સારા કોચ અને સારી ફેસીલીટીનું સૌભાગ્ય પણ ISL ને લીધે જ સાંપડ્યું  છે, અને સૌથી ઉપર ખેલાડીઓની પોતાની મહેનત તો ખરી જ.

અત્યારે યંગસ્ટર્સ કે જે ISLને જોઈને મોટા થયા છે અને ભારતીય નેશનલ ટીમ માં તરખરાટ મચાવતા તત્પર છે એવા ખેલાડીઓમાં અનિરુદ્ધ થાપા, આશિક કુરિયન અને ઉદંતા સિંઘ જેવા નામ છે. આ બધા નવા પ્લેયર્સને તેમની ફ્રેન્ચાઇઝી ટીમ તરફથી ફૂટબોલના મક્કા જેવા દેશો સ્પેન, ઇંગ્લેન્ડ, પોર્ટુગલ, બ્રાઝીલ, ઈટલી જેવા દેશોમા ટ્રેનિંગ કરવાનો મોકો મળી રહ્યો છે. આ સિઝનની ડાર્કહોર્સ ટીમ “નોર્થ ઈસ્ટ યુનિટેડ” કહી શકાય.

આ ખેલાડીઓએ ભારતીય નેશનલ ટીમમાં એક નવી ઊર્જા અને સ્પીડનો ઉમેરો કર્યો છે જેને લીધે જ વર્લ્ડ કપ ક્વાલિફાઇંગ રાઉન્ડમાં આ વર્ષના એશિયન કપના વિજેતા કતારને ૦-૦ ના સ્કોરથી ડ્રો પર જ રોકી રાખવામાં સફળ થયા હતા. ભારત માટે તો આ ડ્રો પણ જીત જેવી જ હતી, આ મેચની અસર એટલી હતી કે વર્લ્ડકપની બીજી ક્વાલિફાઇંગ મેચ બાંગ્લાદેશ સામે જે કોલકત્તાના  સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાઈ હતી, આ સ્ટેડિયમની કેપેસિટી ૬૫હજાર ની છે, જે પહેલીવાર ખચોખચ ભરેલું હતુ,

આ મેચ બાંગ્લાદેશ સામે હોવાથી આસાન જીતની આશા રાખીને બેઠેલાઓને ફરી એકવાર નિરાશા જ મળી હતી અને બાંગ્લાદેશ ભારત સામે ડ્રો ખેંચવામાં સફળ થયું હતું.

આ મેચનો સૌથી મોટો લાભ એ હતો કે ભારતીય ફૂટબોલ ટીમે પહેલી વાર 65,000 લોકોને એકસાથે ઇન્ડિયા ઇન્ડિયા કહેતા સાંભળ્યા હતા, એજ ભારતીય ટીમની  સૌથી મોટી જીત હતી. પ્લેયર્સની મહેનત અને જનતાના આશીર્વાદથી આગામી વર્ષોમાં ફૂટબોલ અને ISLનું ભાવિ ઉજ્જવળ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here