મૂલ્યાંકન: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દસ લાખ કરોડી કંપની બની

0
279
Photo Courtesy: deccanchronicle.com

સતત બે અઠવાડિયાથી તેજીમાં રહેલા રિલાયન્સના શેરે આજે કંપનીને સતત બીજા અઠવાડિયે નવો વિક્રમ સર્જવા માટે મદદ કરી હતી.

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ (RIL) આજે દસ લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી દેશની પહેલી કંપની બની ગઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે રિલાયન્સના શેરમાં આજે 0.7% જેટલી તેજી જોવામાં આવી હતી અને આ સાથે જ તેની વેલ્યુએશનમાં 5 હજાર કરોડનો ઉમેરો થયો હતો.

એક રીતે જોતા રિલાયન્સે બે અઠવાડિયામાં બે નવા વિક્રમોનું સર્જન કર્યું છે. ગયા મંગળવારે જ રિલાયન્સ 9.5 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી પહેલી કંપની બની હતી અને આજે તે દસ લાખ કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી કંપની બની ગઈ છે.

રિલાયન્સ બાદ TCS (7.80 લાખ કરોડ), HDFC બેંક (6.97 લાખ કરોડ), હિન્દુસ્તાન યુનિલીવર (4.48 લાખ કરોડ) અને HDFC (4 લાખ કરોડ) દેશની સહુથી વધુ  માર્કેટ કેપ વેલ્યુ ધરાવતી કંપનીઓ છે. એક આંકડા અનુસાર રિલાયન્સના શેરે આ વર્ષે તેના રોકાણકારોને 40% જેટલું ભારે રિટર્ન આપ્યું છે.

બેંક ઓફ અમેરિકા – મેરિલ લીંચ જે બ્રોકિંગ ફર્મ છે તેના એક રિપોર્ટ અનુસાર રિલાયન્સના ન્યૂ કોમર્સ અને બ્રોડબેન્ડના વ્યવસાયને લીધે આવનારા બે વર્ષમાં તેની માર્કેટ કેપ 200 અબજ ડોલર્સ સુધી પણ પહોંચી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here