શપથ: ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી બન્યા

0
118
Photo Courtesy: ANI

આજે  મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જાણીએ આ શપથવિધિ સમારંભની પળેપળની માહિતી.

Photo Courtesy: ANI

18.24: ઉદ્ધવ ઠાકરે પોતાના નિવાસસ્થાન માતોશ્રીથી સહપરિવાર શિવાજી પાર્ક તરફ રવાના થયા.

શપથવિધિના મંચ પર કોંગ્રેસના અહમદ પટેલ, DMKના MK સ્ટાલિન, TR બાલુ અને NCPના પ્રફુલ પટેલ હાજર હતા.

18.30: NCPના સુપ્રિયા સુળે અને નવાબ મલિક પહોંચ્યા.

ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ અને MNS પ્રમુખ રાજ ઠાકરે પણ શપથવિધિ સમારોહમાં હાજર.

18.34: મહારાષ્ટ્રના મનોનીત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્ક પહોંચ્યા.

18.36: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી શપથ ગ્રહણ સમારોહના સ્થળ પર આવી પહોંચ્યા.

18.37: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે શિવાજી પાર્ક પહોંચ્યા.

18.39: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મંચ પર હાજરી.

18.43: ઉદ્ધવ ઠાકરેએ પિતા બાળાસાહેબ ઠાકરેનું સ્મરણ કરીને ઈશ્વરના નામે મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

ઉદ્ધવ ઠાકરેના શપથ લેવા દરમ્યાન શિવસૈનિકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા.

18.46: શિવસેનાના એકનાથ શિંદેએ મંત્રી તરીકે શપથ લીધા.

18.51: શિવસેનાના સુભાષ દેસાઈએ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

Photo Courtesy: ANI

18.53: NCPના જયંત પાટીલે મંત્રી તરીકે શપથ લીધા.

18.57: NCPના છગન ભુજબળે મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

19.01: કોંગ્રેસના બાળાસાહેબ થોરાટે મંત્રી તરીકે શપથ લીધા.

19.04: કોંગ્રેસના નીતિન રાઉતે મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

19.07: શપથવિધિ સમારોહ પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here