હાલમાં જ રિલાયન્સ Jio દ્વારા તેના તમામ ગ્રાહકો પર 6 પૈસાનો IUC ભાવવધારો ઝીંક્યો છે. એક વખત બધું જ મફતમાં આપવાનો વાયદો કરનાર Jioએ શું તેના ગ્રાહકોને છેતર્યા છે? ચાલો જોઈએ.

પહેલા તો આપ સૌને નવા વર્ષ ની શુભેચ્છાઓ! આવનારું વર્ષ આપણા માટે આનંદમય રહે સુખ સમૃદ્ધિ આપનારું રહે તેવી પ્રભુ ના ચરણો માં પ્રાર્થના.
હવે મુખ્ય ટોપિક પર આવીએ કે 10 Oct 2019 થી આપણી બધા ની ફેવરેટ કંપની જીઓ એ જે ફ્રી ડેટા વાપરવા આપી ને સપ્રાઇઝ કરે છે તેને આ વખતે કોર્સ બહાર નો જ નિયમ લાવી ને ને બધા ને ચોંકાવી દીધા છે.
જે કંપની જ ફ્રી કોલ અને અનલિમિટેડ ઈન્ટરનેટ લાવી હોય એજ કંપની IUC ચાર્જ ના નામે ફોન કરવા માટે માટે ચાર્જ લેવાની જાહેરાત કરે એ કોર્સ બહાર નો જ નિયમ કહેવાય.
આ ચાર્જ વીશે તમને ઘણા પ્રશ્નો હશે તો આ લેખમાં અમે ઘણા પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરી છે.
આ IUC ચાર્જ શું છે?
INTERCONNECT USAGE CHARGE (IUC) એટલે એક નેટવર્ક બીજા નેટવર્કની સર્વિસનો ઉપયોગ કરે તો તેને જે ચાર્જ આપવો પડે તે ચાર્જ.
દાખલા તરીકે : તમે જીઓ માંથી વોડાફોનમાં કૉલ કરો તો જીઓએ 1 મિનિટ ના 6 પૈસા વોડાફોન ને આપવા પડે કારણ કે બે અલગ અલગ નેટવર્ક માં કોમ્યુનિકેશન થયું માટે.
શું આ ચાર્જ ફક્ત જીઓમાં જ છે?
આ ચાર્જ ખુબજ પહેલાથી જ છે એટલે કે ઘણા વર્ષોથી છે. હા, પહેલા આ ચાર્જ 14 પૈસા હતો જે ટ્રાઈએ અમુક વર્ષ અગાઉ ઘટાડીને 6 પૈસા કર્યો હતો અને અત્યારે પણ 6 પૈસા જ છે.
જીઓ અચાનક કેમ આ ચાર્જ લાઇ ને આવ્યું?
આનું કારણ જીઓ જ છે જીઓ માંથી ફ્રી માં કોલ થતા હતા એટલે જેમની પાસે સાદા (2જી) ફોન હતા તે જીઓમાં મિસ્ડ કોલ મારતા અને પછી જીઓવાળા સામેથી ફોન કરતા .(આપણે લગભગ બધા એ આવું કર્યુ જ હશે) અને આ મિસ્ડ કોલ્સની સંખ્યા ખુબજ વધારે થઈ જતી હતી.
ભારતમાં સૌથી વધારે મિસ્ડ કોલ જીઓમાં આવતા હતા એટલે કંપનીએ આ ચાર્જ લાગુ કરવાનો વિચાર કર્યો હતો. (ખાલી વિચાર જ કર્યો હતો)
અને આનું બીજું કારણ છે કે આપણને એમ લાગે છે કે જીઓએ આપણી સાથે દગો કર્યો છે પરંતુ હકીકતમાં ટ્રાઈએ એ જીઓ અથવા બધી ટેલિકોમ સાથે દગો કર્યો કહેવાય કારણ કે આગળ વાત કરી એમ કે આ ચાર્જ પહેલા 14 પૈસા હતો જેને ટ્રાઈ એ 6 પૈસા કર્યો હતો અને ત્યારે જ કીધુ હતું કે આ ચાર્જ અમે મેક્સિમમ જાન્યુઆરી 2020 સુધી માં 0 એટલે કે બંધ કરી દઈશું.
જીઓએ આ ડેડ લાઈન સાથે ફ્રી કોલિંગ નો પ્લાન અમલ માં લાવ્યા કે 2020 સુધી આ ચાર્જ કંપની ભોગવશે ( એટલે કે અત્યાર સુધી આ ચાર્જ લાગુ હતો પરંતુ આ ચાર્જ જીઓ પોતાના પૈસા માંથી ભરતું હતું) અને પછી તો ફ્રી જ થઇ જવાનો છે એટલે કોઈ ટેન્શન નથી પરંતુ થોડા ટાઈમ પહેલા ટ્રાઈએ એવી જાહેરાત કરી કે આ ચાર્જ જાન્યુઆરી 2020 પછી પણ લાગુ રહેશે અને ક્યાં સુધી લાગુ રહેશે એ પણ કહ્યું નથી અને જીઓ ભારતની સૌથી મોટી કંપની છે એટલે તેના ગ્રાહકો દિવસે ને દિવસે વધતા જ જાય છે માટે સ્વભાવિક રીતે જીઓ વધારે નુકશાન સહન કરી શકે નહીં એટલે તેને આ ચાર્જ લાગુ કરવાની ફરજ પડી.
એટલે કે પહેલા કારણ માં જે ચાર્જ લાગવાનો વિચાર કર્યો હતો તેને ટ્રાઈ ની જાહેરાત પછી લાગુ કરવો જ પડ્યો.
તમને બધા ને યાદ હોય તો ઘણા વર્ષો પહેલા ઇનકમિંગ પર ચાર્જ લાગતો હતો અને પછી તેને ફ્રી ની જાહેરાત કરી હતી પરંતુ બધી કંપની એ તેની પહેલા જ ઇનકમિંગ ફ્રી કરી દીધું હતું આ પણ એના જેવું જ હતું પરંતુ ટ્રાઈ એ આ IUC ચાર્જ બંધ કર્યો નહીં એટલે આ પરિસ્થિતિ આવી.
આ નિયમ બધા માટે સરખો હોય તો બીજી કંપની એ આ ચાર્જ લાગુ કેમ ના કર્યો ફક્ત જીઓ એ કેમ આ ચાર્જ લાગુ કર્યો?
તમે યાદ કરો કે જ્યારે જીઓ નું કાર્ડ લીધું તેની મેઈન રિકવાઇરમેન્ટ શું હતી? ( મિત્ર, આધારકાર્ડ નહીં એ તો હતું જ) એ હતું 4જી ફોન તમારી પાસે 4જી ફોન હોય તોજ તમે જીઓના કાર્ડનો ઉપયોગ કરી શકો. ઘણા બધા લોકો એ જીઓ કાર્ડ લેવા માટે નવા ફોન લીધા છે તમારા માંથી ઘણા એ આજ કારણ જી 4G ફોન લીધા હશે.
આગળ જણાવ્યું તેમ જીઓ ભારત ની સૌથી મોટી કંપની છે પરંતુ આ બધા ગ્રાહકો તેના 4G ગ્રાહકો છે.
બીજી કંપની પાસે 2G, 3G અને 4G એમ મિક્સ ગ્રાહકો છે અને 2G ગ્રાહકો આજે પણ 1 મિનિટ નો 1 રૂપિયા કરતા વધારે ચાર્જ આપે છે. આમ તે કંપની પોતાના 4G ગ્રાહકોથી થતું નુકશાન 2G ગ્રાહકો પાસેથી વસુલે છે જ્યારે જીઓ પાસે ફક્ત 4જી ગ્રાહકો છે એટલે તે આમ કરી શકતું નથી આજ કારણે ફક્ત જીઓમાં જ આ ચાર્જ લાગુ કર્યો છે.
તો હવે જીઓ માંથી પોર્ટ કરવાનો કે બંધ કરવાનો સમય આવી ગયો??
આ ચોઇસ કરવાનો તમને પુરે પૂરો અધિકાર છે અને તમે તે કરી પણ શકો પરંતુ અહીંયા અમુક કારણ જોઈ ને તમે નિર્ણય કરી શકો છો.
આમાં બે અલગ અલગ કારણો થી અમે તમને સમજવાનો પ્રયાસ કરીશું.
પહેલું કારણ ઈમોશનલ કારણ છે કે જ્યારે આપણે બધા 1 GB ઇન્ટરનેટ ના 249 રૂપિયા આપતા હતા ત્યારે જીઓ એ લગભગ 1 વર્ષ સુધી આપણે ને મફત કોલિંગ અને મફત ડેટા આપ્યા હતા. અગાઉ જ્યાં આપણે 1 -1 MBનો હિસાબ રાખતા હતા ત્યાં જીઓ આવ્યા પછી રોજ નું 1 જીબી ક્યાં વપરાય જાય છે એ ખબર નહોતી પડતી એ પણ સારી સ્પીડ સાથે.
તમે વિચારો 249 Rs/ 1 GBમાં તમે PUBG રમત અથવા ટિક ટોક એપ ડાઉનલોડ કરત અથવા Netflix કે એમેઝોન Prime નું ભાડું ભરત. આમ આપણને જેણે નેટ વાપરતા કર્યા છે તેમને અત્યારે ફક્ત ટ્રાઈના નિયમ અનુસાર ટેમ્પરરી 6 પૈસા ચાર્જ લાગુ કર્યોં હોય તો આપવો જોઈએ. હા, આ ચાર્જ જો 10 પૈસા રાખ્યા હોત તો આપણે કહી શકત કે જીઓ એ કમાણી કરવાનું ચાલુ કર્યું પરંતુ તેને મિનીમાં ચાર્જ જેટલો હતો એટલોજ ચાર્જ રાખ્યો છે.
(એટલે કે અપને 6 પૈસા જીઓ ને નહીં બીજી કંપનીઓ ને આપી રહ્યા છીએ)
હવે બીજા કારણ પર આવીએ ગ્રાહક તો ગ્રાહક કહેવાય તેને તમે ઈમોશનલ કરી ને બદલી ન શકો. તમારા માંથી ઘણા એમ પણ કહે મારુ પહેલું કાર્ડ વોડાફોન હતું હું ફક્ત જીઓના સસ્તા પ્લાન માટે જીઓમાં આવ્યો છું અને જો તે ચાર્જ ચાલુ રાખશે હું કઈ પણ વિચાર્યા વગર મારા વોડાફોન અથવા બીજા નેટવર્ક માં પોર્ટ થઈ જઈશ હું ફક્ત પૈસા જ બચવા માંગુ છુ તો હવે આ એન્ગલથી સમજવાની કોશિશ કરીયે.
તમે સાચા જ છો જો બીજી કંપની ફ્રીમાં જે વસ્તુ આપે છે તો હું કેમ જીઓને 1 પૈસો પણ કેમ આપું?
હવે જીઓ નો પ્લાન બીજી કંપની જોડે સરખાવીએ. તો જીઓ જે એક્સ્ટ્રા પૈસા લે છે તેમની સામે ઇન્ટરનેટ પણ એટલુંજ ફ્રી આપશે એટલે કે 10 રૂપિયા નું IUC રિચાર્જ કરાવો છો તો તમને 7rs ની આજુ બાજુનું બેલેન્સ અને 1GB નેટ મળે છે જેમ જેમ રિચાર્જ વધારે કરાવો તો નેટ પણ વધારે મળે છે અને 10 rs માં 1GB નેટ સાથે એટલું બેલેન્સ ફક્ત જીઓ માં મળે છે (એ પણ 10 ઓક્ટોબર પછી રિચાર્જ કરવો છો તો જ પહેલા ના પ્લાન માટે તો કોઈ ચાર્જ નથી) અને જીઓ થી જીઓ તો ફ્રિ જ છે અને આથી ફરી કહીયે છીએ કે આ ચાર્જ ટેમ્પરરી જ છે.
જીઓ એ દગો કર્યો કહેવાય?
એનો જવાબ “હા” પણ છે અને “ના” પણ.
જો તમે એવું વિચારો કે જીઓ એ તમને આખી જીંદગી તમને ફ્રી માં કોલિંગ આપશે તો તમને લાગશે કે જીઓએ દગો કર્યો છે.
પરંતુ તમે એમ વિચારો કે કોઈ કંપની ધીમે ધીમે સમય પ્રમાણે પોતાના પ્લાન મોંઘા કરે તો તમને આ જીઓ એ દગો કર્યો એવું નહીં લાગે.
બીજી કંપનીઓ એ પણ આજીવન ઇનકમિંગ ફ્રી આપી ને 19-19 RS ઉઘરાવેલા જ છે.
પણ હા જીઓએ અત્યાર સુધી આવું કશું કર્યું ન હતું એટલે થોડું આઘાત જેવું લાગ્યું હોય એવું બની શકે.
અને હા
બીજી બધી કંપની જો ચાહે તો જીઓ સાથે ભેગી થઇ ને ટ્રાઈ ને આ ચાર્જ દૂર કરવાની વિનંતી કરી શકે છે (અને જીઓ તેના માટે રેડી જ છે ) પરંતુ હાલના સ્પર્ધાના સમીકરણો જોતા લાગતું નથી કે આવું કંઈક થઇ શકે.
આમ અમારી સલાહ એ હશે કે ફક્ત આ ચાર્જ ને કારણે તમે પોર્ટ કરવાનું વિચરતા હોવ તો રહેવા દેજો પરંતુ આગળ આપણી આપણી ચોઈસ…
ટ્રાઈ માટે સલાહ.
અત્યારે જ્યારે ડિજિટલ ઇન્ડિયાની વાત થતી હોય અને મોદી સરકાર ડીજીટલ પેમેન્ટને સપોર્ટ કરતી હોય તો આ ચાર્જ વહેલી તકે દૂર કરવા જોઈએ જેનાથી બધી કંપનીઓ સારી સ્કીમ લાવી શકે અને એક હેલ્ધી કોમ્પિટિશન થાય અને તેનો લાભ ભારત ની જનતા ઉઠાવી શકે.
ખાસ નોંધ આ લેખ જીઓ ના માર્કેટિંગ માટે નથી લખાયો ફક્ત અમુક ફેક્ટ હતા જે તમારી સામે લાવવાનો પ્રયાસ કર્યો છે તમે તમારી પસંદની કંપની ચૂઝ કરવાનો પુરેપૂરો અધિકાર છે.
eછાપું