VIDEO: ઉદ્ધવનું અભિમાન અને ફડણવીસની ચેતવણી!

0
110
Photo Courtesy: hindustantimes.com

સરકારમાં રહીને સરકારની ટીકા કરવાની આદત શિવસેના હજી પણ ભૂલ્યું નથી તેનો તાજો દાખલો ખુદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પૂરો પાડ્યો છે અને સામે ફડણવીસે પણ તેમને એક ચેતવણી આપી દીધી છે.

Photo Courtesy: hindustantimes.com

મહારાષ્ટ્રની સત્તા સંભાળે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને હજી ત્રણ દિવસ પણ નથી થયા કે તેમણે પોતાના અસલી રંગરૂપ દેખાડવાના શરુ કરી દીધા છે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના વિકાસપ્રેમી લોકોને જેની સહુથી મોટી ચિંતા હતી તે આરે કોલોનીના મોટર શેડના પ્રોજેક્ટને અટકાવી દીધો છે અને એટલુંજ નહીં આરે કોલોનીના પ્રદર્શનકારીઓ સામેના તમામ કેસ પણ પરત લઇ લીધા છે. એક અન્ય સમાચાર અનુસાર ઉદ્ધવ ઠાકરે અને NCP + કોંગ્રેસના અગાઉ નક્કી કરેલા નિર્ણય અનુસાર અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને અટકાવવાનું પણ નક્કી કરી જ લીધું છે.

આ બધું તો કદાચ રાજકારણનો એક ભાગ હશે પરંતુ ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે મહારાષ્ટ્રની વિધાનસભામાં જે રીતનું નિવેદન આપ્યું તેને કારણે ઘણાબધાની આંખો જરૂરથી પહોળી થઇ ગઈ હશે. ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ખેડૂતોને સહાય આપવામાં મદદ કરવી જોઈએ. આ માટે વિપક્ષી નેતાઓએ વડાપ્રધાનને મળીને એક પેકેજની માંગણી કરવી જોઈએ!!

ઉદ્ધવનું આ નિવેદન અત્યંત ચોકાવનારું છે કારણકે શપથવિધિ અગાઉ તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી બન્યા પછી તેમના ‘મોટાભાઈ’ એટલેકે નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી જશે. પરંતુ ઉદ્ધવના ઉપરોક્ત નિવેદનને વાંચ્યા બાદ એવું લાગી રહ્યું છે કે તેઓ હાલ પૂરતા પોતે ભાજપ સાથે મહારાષ્ટ્રમાં જે કર્યું તેને કારણે નરેન્દ્ર મોદી સાથે આંખ મેળવી શકવા માટે સમર્થ નથી. બીજી વાત, ખેડૂતોની કે રાજ્યના નાગરિકોની કોઇપણ સમસ્યાનો ઉકેલ એક મુખ્યમંત્રી જ વડાપ્રધાનને મળીને કરી શકે તે માટે ન તો તે વિપક્ષી નેતાના સહકારની પરાણે ઈચ્છા રાખી શકે કે ન તો તેમને હુકમ કરી શકે.

હા, જો ઉદ્ધવ ઠાકરેની આ માટે હ્રદય પૂર્વક આવી કોઈ ઈચ્છા હોય તો તેઓ વિપક્ષી નેતાઓ સાથે મળીને એક પ્રતિનિધિ મંડળ લઈને દિલ્હી જાય અને વડાપ્રધાન સમક્ષ યોગ્ય માંગણી કરી શકે. પરંતુ ઉદ્ધવ ઠાકરેનું ઉપરોક્ત નિવેદન અને તેની ભાષા જોતા લાગતું નથી કે તેઓ આમ કરે. ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાએ જે રીતે અત્યારસુધી સરકારમાં રહીને પણ સરકારની ટીકા કરી છે તેમાંથી હજી પોતાનો મુખ્યમંત્રી હોવા છતાં બહાર આવી શક્યા નથી તે પણ આ નિવેદન દ્વારા સાબિત થાય છે.

તો સામે પક્ષે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને હવે વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે વિધાનસભામાં જ ઉદ્ધવ અને શિવસેના, NCP કોંગ્રેસ ગઠબંધનને ચેતવણી આપતો એક શેર કહ્યો હતો. આ શેર અનુસાર તેમણે ફરીથી મહારાષ્ટ્રની સત્તાનું સુકાન સંભાળવાની વાત કરી છે. ચાલો જોઈએ આ વિડીયો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here