2020ના આ લોંગ વિકેન્ડ્સમાં તમે ક્યાં ફરવા જશો?

0
240
Photo Courtesy: newstracklive.com

આ રહ્યું તમારી રજાઓનું ખાસ કેલેન્ડર જેમાં વિકેન્ડની સાથે અથવાતો તેની નજીક કઈ જાહેર રજાઓ આવે છે જેનો લાભ ઉઠાવીને તમે અત્યારથી જ 2020નો ટ્રાવેલ પ્રોગ્રામ નક્કી કરી શકો છો.

Photo Courtesy: newstracklive.com

ડિસેમ્બર મહિનો હજી તો શરુ થયો છે, પરંતુ આવતા વર્ષે એટલેકે 2020માં કેટલાક એવા વિકેન્ડ્સ આવવાના છે જેમાં સળંગ રજાઓ હોવાથી તમે તમારી એ રજાઓ દરમ્યાન ક્યાંક ફરવા જવાની યોજના અત્યારથી જ બનાવી શકો છો. તો ચાલો જોઈએ 2020ના દરેક મહિનામાં કેટલા કેટલા દિવસે સળંગ રજાઓ આવવાની છે.

જાન્યુઆરી

ઘણી ખાનગી કંપનીઓમાં 1 જાન્યુઆરીની રજા હોય છે, તે દિવસે બુધવાર છે અને ગુરુવારે ગુરુ ગોવિંદસિંગ જયંતિની રજા છે. આથી શુક્રવારની રજા લઈને તમે શનિ અને રવિવારનું પ્લાનિંગ કરીને નવા વર્ષના પહેલા પાંચ દિવસોમાં જ રજાની મજા માણી શકો છો.

ફેબ્રુઆરી

21 ફેબ્રુઆરીએ મહાશીવરાત્રીની રજા હશે અને તે દિવસે શુક્રવારે છે. શનિ-રવિની રજા અને સોમવારની એક્સ્ટ્રા રજા લઈને બહુ દુર ન હોય તેવા કોઈ સ્થળે ફરવા જઈ શકાય છે.

માર્ચ

10 માર્ચે હોળી અથવાતો ધૂળેટીની રજા છે. આ દિવસે મંગળવાર છે તો સોમવારની રજા લઈને શનિ-રવિ તેની સાથે ક્લબ કરી શકાય છે.

એપ્રિલ

2 એપ્રિલ ગુરુવારે રામ નવમીની રજા આવશે પછી શુક્રવારની રજા લઈને છેક સોમવાર સુધી રજા મળી શકે છે કારણકે શનિ-રવિની રજા પછી સોમવારે વળી મહાવીર જયંતિની રજા આવે છે.

10 એપ્રિલને શુક્રવારે ગૂડ ફ્રાઈડેની રજા આવશે તેને પણ શનિ-રવિની રજા સાથે જોડી શકાય છે.

મે

૧લી મે ના દિવસે ગુજરાતમાં તો નહીં પરંતુ મુંબઈ અને મહારાષ્ટ્રમાં તો રજા હોય જ છે, આ તારીખ આ વર્ષે શુક્રવારને દિવસે આવે છે તો શનિ-રવિની રજા તેની સાથે જોડી શકાય.

7મી મે ના દિવસે બુદ્ધ પૂર્ણિમાની રજા હશે અને તે દિવસે ગુરુવાર છે આથી શુક્રવારની રજા લઈને શનિ-રવિનો લાભ લઇ ક્યાંક ઉપડી શકાય.

25મી મે ઈદ ઉલ ફિત્રની રજા આવશે અને તે દિવસે સોમવાર છે આથી શુક્રવારે રજા લઇ-શનિ-રવિની રજા જોડીને મજા કરી શકાય છે.

ઓગસ્ટ

3જી ઓગસ્ટે સોમવાર છે અને તે દિવસે રક્ષાબંધન પણ છે. ફરીથી શનિ-રવિનું વિકેન્ડ જોડીને ભાઈઓ તેમજ બહેનો સાથે શહેરથી દૂર કોઈ સુંદર જગ્યાએ સમય ગાળી શકાય.

ઓક્ટોબર

આ વખતે ગાંધી જયંતી એટલેકે 2 ઓક્ટોબરે શુક્રવાર છે અને તેના પછી શનિ-રવિની રજાઓ તો છે જ! તો કોઈ પ્લાન તમારા મનમાં આવે છે?

નવેમ્બર

૩૦ નવેમ્બર, સોમવારે નાનક જયંતિની રજા હશે તો તેની સાથે પણ શનિ-રવિની રજાઓ જોડી શકાય છે.

ડિસેમ્બર

25 ડિસેમ્બર એટલેકે ક્રિસમસની રજા શુક્રવારે આવશે આથી શનિ-રવિ અને જો મન થાય અને રજાઓ બચી હોય તો સોમવારે રજા લઈને ક્યાંક ફરવા ઉપડી પડાય બરોબરને?

તો અત્યારથી જ પ્લાન કરી લ્યો કે આવનારા વર્ષ 2020માં તમે ક્યારે ક્યારે તમે રજા લઇ શકો છો અને ક્યારે તમે તમારા પરિવાર સાથે ભારત ભ્રમણ માટે ઉપડી જઈ શકો છો!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here