યોગ્ય વારસદારની શોધ નિષ્ફળ ન જાય તેની ટીપ્સ!

0
187
Photo Courtesy: anandabazar.com

જો એકમાત્ર સંતાન હોય અને તેને તમારો વ્યવસાય આગળ વધારવાની ઈચ્છા ન હોય તો ધંધો પડી ન ભાંગે તે માટે અન્ય કોઈ વ્યક્તિને વારસદાર બનાવી શકાય પરંતુ એમાં પણ નિષ્ફળતા ન મળે એ સુનિશ્ચિત કરવું હોય તો?

Photo Courtesy: anandabazar.com

હાલમાંજ બે કિસ્સા એવા બની ગયા કે જેમાં વારસદારની શોધ નિષ્ફળ ગઈ હોય એવું લાગે. એક છે ટાટા જૂથના ચેરમેન સાયરસ મિસ્ત્રીની એ જૂથના ચેરમેન તરીકે હાકલપટ્ટી અને બીજો ઇન્ફોસીસના CEO વિશાલ સિક્કાની હાકલપટ્ટી અને બોર્ડનું પુનર્ગઠન અને જુના મેનેજમેન્ટની વાપસી. આ બંને કિસ્સામાં મિસમેનેજમેન્ટ ટાંકવામાં આવે છે પણ વાસ્તવમાં બંને કિસ્સામાં કંપનીના મૂલ્યોથી દુર થવું જ મુખ્ય કારણ જણાય છે તો વારસદારની શોધમાં આ કંપનીના મુલ્યો અગત્યનો ભાગ ભજવે છે.

મુલ્યોની કોઈ વાખ્યા નથી પણ એક એથીક્સ કહો મૂળભૂત સિદ્ધાંત કહો નીતિમત્તા કહો એ જાળવવું વારસદાર માટે મહત્વનું છે અને વારસદાર શોધતા આ મુલ્યો એ જાળવશે કે નહિ એ જોવાની વારસદાર શોધતા ફરજ પડે છે.

હવે જયારે સયુંકત કુટુંબો તૂટી રહ્યા છે કુટુંબો નાના થતા જાય છે સંતાનોની સંખ્યા એકાદબે સુધી સીમિત થતી જાય છે અને સંતાનો પણ પિતાના ધંધામાં જોડશે જ કે નહિ એ પણ શંકા હોય ત્યારે વારસદારની શોધ કપરી બની જાય છે. કંપની નાની હોય તો સમજ્યા સમેટી લેવાય પણ જો જાયન્ટ બની હોય તો વારસદાર શોધવો ફરજીયાત છે અન્યથા ધંધો પડી ભાંગે.

આવા સંજોગોમાં વારસદાર પહેલાતો કુટુંબમાંથી મળી શકે છે કે કેમ એ જોવાય અને જો ના હોય તો બહારના ને વારસો સોપવાની ફરજ પડે છે. હવે એવી શક્યતા પણ હોય છે કે કુટુંબમાં વારસ તરીકે પુરુષ સભ્ય ન હોય કંપની માલિકને દીકરીઓ જ હોય કે એક જ દીકરી હોય તો આવા સંજોગોમાં દીકરીને વારસદાર બનાવવી જરૂરી બની જાય છે.

વારસદાર દીકરો હોય કે દીકરી બંનેને માટે વારસદાર તરીકે ગ્રૂમિંગ જરૂરી બની જાય છે એમને ખાસ ટ્રેઈનીંગની પણ જરૂર પડે છે. આખો ધંધો ટેઈકઓવર કરવા માટે જો યોગ્ય ગ્રૂમિંગ ન કરવામાં આવે તો એ નિષ્ફળ જવાના ચાન્સ વધી જાય છે.

અહી બીજો એક કિસ્સો ટાંકવાની લાલચ રોકી શકતો નથી. હાલમાં જ રેમન્ડ ગ્રુપના કર્તાહર્તા વિજયપત સિંઘાનિયાએ પુત્ર ગૌતમ સિંઘાનિયાના નામે પોતાના રેમન્ડ ગ્રુપના શેર કરી દીધા તો એક સમયે એમણે ભાડાના ઘરમાં રહેવાનો સમય આવ્યો હતો અને પુત્ર  રેમન્ડ ગ્રુપના કર્તાહર્તા બની બેઠો હતો.

તો શું કંપનીનો કારોબાર અને અંગત સંપત્તિ પણ વારસદારને આપી દેવાની વારસદાર મળતા? આ પ્રશ્ન પણ ઉદ્ભવે છે વારસદારની નિમણુકનો એ અર્થ કદાપી નથી થતો કે અંગત સંપત્તિ પણ વારસદારને સોપી દેવી. એનો અર્થ એજ કે સંચાલનમાંથી સંપૂર્ણ મુક્ત થવું અને બહુમતી શેરહોલ્ડર તરીકે ચાલુ રહેવું અને માત્ર ડીવીડન્ડની આવકથી ચલાવવું.

આમ વારસદારની શોધ એ એક કોમ્લેક્સ બાબત છે અને કંપનીનું સુકાન જીવતેજીવ છોડવું આસાન પણ નથી અને છતાં કયારેક એવી ઘડી આવે છે કે સુકાન છોડી દેવાનું મન કરે છે એક ફટીગ નિરાશા ઘેરી વળે છે. રૂટીન કામ કરતા રહી મન મુક્તિ ઝંખે છે અને ક્યારેક મોહ પણ ઘટી જાય છે આવા સંજોગોમાં યોગ્ય વારસદાર યોગ્ય સમયે પંસદ કરી લેવાથી કંપની વેચવાનો વારો નથી આવતો કંપની ચાલતી રહે છે અને એના ફળો મળતા રહે છે અને એક સુખમય નીવૃતીમય જીવન જીવી શકાય છે.

તો વારસદારની શોધ માટે કેવા પરિબળો જોવા જોઈએ એનામાં કેવા ગુણો હોવા જોઈએ અને ના હોય તો એ કેળવી શકાય કે કેમ એ જોવું જરૂરી બની જાય છે જે આપણે જોઈશું હવે પછી.

શેરમાં લાંબાગાળાના રોકાણ માટે અને સક્સેસન પ્લાનિંગ માટે અહીં કિલક કરો

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here