Home વ્યાપાર હ્યુમન રિસોર્સ આજની મિલેનીયલ પેઢી ક્રિયેટીવ કેરિયર તરફ વળી રહી છે

આજની મિલેનીયલ પેઢી ક્રિયેટીવ કેરિયર તરફ વળી રહી છે

0
142
Photo Courtesy: foundinfuel.com

આજની યુવા પેઢી પરંપરાગત કોર્સ કરતા આઉટ ઓફ ધ બોક્સ થીંકીંગ સાથે ક્રિએટીવ કોર્સ તરફ આગળ વધી રહી છે, પરંતુ માતાપિતા હજી પણ જરીપુરાણા અભ્યાસક્રમને યોગ્ય ગણે છે.

Photo Courtesy: foundinfuel.com

મિલેનીયલનો અર્થ 2000 પછી જન્મેલા પરંતુ વ્યવહારમાં 20 થી 35ની વયના યુવાનો માટે મિલેનીયલ શબ્દ વપરાય છે તો જોઈએ આજની આ યુવા પેઢી કેરિયર અંગે કઈ રીતે વિચારે છે.

હાલનું આપણું શિક્ષણ જુનવાણી થઇ ગયું છે અને એમાં માત્ર ચીલાચાલુ એક કારકુનો જ પેદા કરી શકે એમ છે અહી ક્રિયેટીવીટીને અવકાશ નથી.

આજે જોબ માર્કેટમાં ઘણા જોબ એટલેકે કાર્યો આઉટડેટેડ થઇ ગયા છે, માનવીનું સ્થાન કમ્પ્યુટર લઇ રહ્યા છે નવા નવા શોફ્ટવેર હવે વર્ક ફ્રોમ હોમની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. જી હા! ઓફિસમાં જવાની જરૂર નથી ઘેરબેઠાં કામ કરો આજે તમે ઓફીસમાં કેટલા કલાક હાજર રહો છો એ મહત્વનું નથી રહ્યું પરંતુ કેટલું ઉત્પાદન  કરો છો એને મહત્વ આપાઈ રહ્યું છે.

આવા સંજોગોમાં આપણી યુવા પેઢી પરંપરાગત શિક્ષણ છોડી ક્રિયેટીવ કોર્સ તરફ વળે એમાં નવાઈ નહિ.

ધ ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન 2018-19નો રીપોર્ટ જણાવે છે કે પરંપરાગત એન્જીનીય્રીંગ ડીગ્રી કોર્સમાં 63,7781 ની સંખ્યા જેટલો ઘટાડો થયો છે અને ક્રિયેટીવ કોર્સ જેવા કે ફાઈન આર્ટસ ફેશન ડીઝાઇનીંગ ટેકનોલોજી ભાષાઓ વગેરેમાં છેલ્લા બે વર્ષમાં 53,213 વિદ્યાથીઓ જોડાયા અને 2017-18 માં 52,414 વિદ્યારથીઓ જોડાયા આમ દર વર્ષે ક્રિયેટીવ કોર્સની માંગ વધવા માંડી છે.

અહી હજી વાલીઓની માનસિકતા આમાં વધુ વધારો કરતા રોકી રહી છે એમને જુનવાણી વિચારો પ્રમાણે હજી તેઓ માને છે કે ક્રિયેટીવ કોર્સમાં કેરિયર ના બને એ માત્ર શોખ જ રહે. પરંતુ આજે તમે જોશો તો આવા ક્રિયેટીવ કોર્સ પણ ફૂલ ટાઈમ રોજીરોટી આપે છે. દાખલા તરીકે ડાન્સ ક્લાસ કહો કે યોગા ટીચર કહો એનો રાફડો ફાટ્યો છે એમની માંગ દિવસે દિવસે વધતી જ જાય છે. અરે, રમતના કોચની સંખ્યા પણ વધી રહી છે હવે તો ઘણી રમતો કમાઉ બનવા માંડી છે દાખલા તરીકે કબડ્ડી, ટેનીસ વગેરે અને મેરેથોનની લોકપ્રિયતા પણ વધવા માંડી છે.

આમ આપણા યુવાનો આઉટ ઓફ બોક્સ થીંકીંગ કરવા માંડ્યા છે, પરંતુ એમના વાલીઓ હજી આ અંગે તૈયાર નથી. એમના માટે પ્રાયમરી સ્કુલ લેવલે જ ટીચર પેરન્ટ વિચાર વિનિમય થવો જોઈએ અને યુવા પ્રતિભાઓને આવા ક્રિયેટીવ કોર્સમાં વાળવા જોઈએ. ખાસ તો જેમનામાં ટેલન્ટ હોય એવા વિદ્યાર્થીઓને આમ હવે આજ દિશામાં જોઈએ તો નોકરી કરતા સ્વરોજગાર તરફનો ટ્રેન્ડ પણ દેખાઈ રહ્યો છે.

તો તમારા બાળકમાં ટેલન્ટ હોય તો રોકો નહિ એને પ્રોત્સાહન આપો એમાં પણ કેરિયર શક્ય છે અને એમનું ભાવી ઉજળું જ થવાનું છે.

eછાપું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!