આંદોલન દરમ્યાન પાંગરેલા પ્રેમની કથા

0
2133

શું કોઈ આંદોલન દરમ્યાન પણ બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ પાંગરી શકે ખરો? ચાલો વિહરીએ ભીષ્મક પંડિતની કલ્પનામાં…

topdatingsites.in

સુસવાટા વાતા પવનમાં એક વૃદ્ધ દંપતી હાથમાં હાથ રાખીને એક બગીચામાં બાંકડે બેઠા છે તેઓ તેમના જીવનના સંસ્મરણો વાગોળી રહ્યા છે.

સ્ટોરી ફ્લેશબેકમાં જાય છે. અમદાવાદની પોળમાં રહેતા એક છોકરાનું ઘર બતાવામાં આવે છે, એના દોસ્તારો બતાવવામાં આવે છે, વોટ્સએપનાં જોક બતાવવામાં આવે છે. એ દોસ્તારો વચ્ચે મજા કરી રહ્યો છે ત્યારે કોઈ આવીને કહે છે કે ભાઈ તું તો બેકાર છે તારે નોકરી માટે ટ્રાય કરવો જોઈએ.

ફિલ્મનાં હીરોને આ વાત દિલ ઉપર લાગી આવે છે એ બિનસચિવાલય ક્લાર્કની જગ્યા માટે ફોર્મ ભરે છે અને પરીક્ષા આપવા જાય છે. જેવો તે પરીક્ષા સેન્ટરમાં એન્ટર થાય છે ત્યાં પવન થી ઉડતો એક દુપટ્ટો આવીને ફિલ્મ નાં હીરોનાં મોઢા ઉપર પડે છે. એક સુંદર છોકરી એ દુપટ્ટો લેવા આવે છે. હીરો એને દુપટ્ટો આપે છે એ છોકરી સ્માઈલ કરતી ત્યાંથી જતી રહે છે… પરીક્ષા શરુ થાય છે.

છોકરો અને છોકરી એકજ ક્લાસમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આપતા હોય છે. છોકરી ઉભી થઈને સુપરવાઈઝર જોડે પૂરવણી માગે છે. સુપરવાઈઝર કહે છે બહેન આ તો મલ્ટી ચોઈસ ક્વેશ્ચન પેપર છે આમાં પુરવણી ન હોય એમ કહીને છોકરી નું અપમાન કરે છે. છોકરો ઉભો થાય છે અને છોકરી માટે સ્ટેન્ડ લે છે અને સુપરવાઈઝર ને ધમકાવે છે કે ભલે MCQ પેપર છે પણ આવી રીતે છોકરીનું અપમાન કરવાનો એને કોઈ અધિકાર નથી. આ બિનજરૂરી સીનમાં સુપરવાઈઝર છોકરીની માફી માગે છે અને છોકરી છોકરા ઉપર ફિદા થઇ જાય છે.

એક્ઝામ પૂરી થાય છે છોકરો બસ સ્ટેન્ડ ઉપર બેઠો હોય છે. એટલામાં છોકરી ત્યાંથી એકટીવા લઈને પસાર થાય છે છોકરો બુમ પાડે છે કે “સાઈડ સ્ટેન્ડ” છોકરીનું ધ્યાન પડે છે કે એના એકટીવાનું સાઈડ સ્ટેન્ડ ઉપર લેવાનું રહી ગયું છે. છોકરી બ્રેક મારે છે એ પાછી બસ સ્ટેન્ડ ઉપર આવે છે, છોકરાને કહે છે કે ક્લાસમાં તે મારા માટે સ્ટેન્ડ લીધું પછી તે મારી એકટીવા નું સ્ટેન્ડ ઉપર ધ્યાન દોર્યું અને હવે તું બસ સ્ટેન્ડ ઉપર છે મારે આવો જ મારા માટે કાયમ સ્ટેન્ડ લે એવો છોકરો જોઈએ છે. છોકરા છોકરી ને પ્રેમ થઇ જાય છે.

પરિવાર ને છોકરા છોકરીનો આ પ્રેમ મંજૂર નથી હોતો અને તેઓ છોકરા છોકરીને એકબીજાને મળવાની ના પાડે છે પરતું છોકરા અને છોકરી એ આપેલ બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ માટે આંદોલન થાય છે. છોકરા છોકરી ગાંધીનગરનાં ગ્રાઉન્ડમાં આંદોલન માટે ફરી ભેગા થાય છે પાછો પ્રેમ થાય છે. પરીક્ષા આંદોલનનાં કારણે રદ્દ થાય છે. જીવનના ઉતાર ચઢાવ આવે છે, છોકરા છોકરીના લગ્ન થાય છે. અને  છોકરા છોકરી સતત વર્ષો સુધી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આપતા રહે છે.

આજે તેઓ ગાંધીનગર ખાતે જે ગ્રાઉન્ડમાં આદોલન કરતા હતા ત્યાંજ બાંકડે બેઠા છે અને તેમના પ્રણય પ્રસંગો વાગોળી રહ્યા છે. એટલામાં તેમના દીકરો દીકરી આવીને પગે લાગે છે અને કહે છે કે મમ્મી પપ્પા આશીર્વાદ આપો અમે લોકો બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ.

The End

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here