કોઈ એક વ્યક્તિ જેને નિષ્ફળતા ચારેય તરફથી ઘેરી વળી હોય શું તે ક્યારેય અપ્રતિમ સફળતા મેળવી શકે ખરો? ચીનના સહુથી ધનાઢ્ય વ્યક્તિ જેક મા આવા જ એક વિચક્ષણ વ્યક્તિ છે, જેની કથા અત્યંત રસપ્રદ છે.

પછી તેમણે 1999માં ચીનમાં પોતાના 7 ફ્રેન્ડ અને 20000 ડોલર સાથે ચીનની પહેલી e-commerce કંપની alibaba.com ચાલુ કરી.
શરૂઆતમાં alibaba પણ સફળ વેબ સાઈટ ન હતી તેમાં પણ ઘણી અડચણો આવી આ કંપની પર ભ્રષ્ટાચાર આરોપ લાગેલો છે અને જેક મા ની શાખ પાર પણ સવાલો ઉઠ્યા હતા. પરંતુ પરંતુ સમય જતા જેક મા ની કઠણ મહેનતના કારણે ધીમે ધીમે કંપની વિશે લોકોનો વિશ્વાસ વધતો ગયો, નવા નવા રોકાણકારો આવતા ગયા અને કંપની પ્રગતિ કરતી ગઈ અને ચીનની નહિ પરંતુ દુનિયાની સૌથી મોટી e-commerce કંપની બની ગઈ.
અલીબાબા અમેરિકાના સ્ટોક એક્સચેન્જમાં સૌથી મોટો IPO લાવવાવાળી કંપની પણ બનેલી છે.
2009માં જેક મા ને ટાઈમ મેગેઝીનમાં ટોચના 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન આપવામાં આવ્યું. એટલે કે 1999માં કંપનીની શરૂઆત કરી અને 10 વર્ષમાં ટાઈમ મેગેઝીનના ટોપ 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં નામ પણ આવી ગયું તેના પરથી જ તમે જેક માની પ્રતિભાનો ખ્યાલ આવી જશે. વળી જેક મા ને આ સિવાય બીજા ઘણા અગણિત એવોર્ડ મળેલા છે.
અત્યારે અલીબાબા દુનિયા ની સુધી મોટી ઈ કોમર્સ કંપનીઓમાં અલીબાબ નું નામ સન્માન સાથે લેવાય છે.
અત્યારે જેક મા ચીનના સૌથી આમિર વ્યક્તિ છે અને વિશ્વમાં પણ 21માં નંબરના શ્રીમંત વ્યક્તિ છે.
બીજા લોકોની સફળતાની સ્ટોરી લખતા હોઈએ તો સામાન્યરીતે આટલી માહિતી આપી ને સ્ટોરી પુરી થઇ જતી હોય છે. પરંતુ જેક મા ની સ્ટોરી હજી પુરી નથી થઇ તેમાં એક અધ્યાય બાકી છે અને તે છે તેમની નિવૃત્તિનો!
તમે અત્યારે નોકરી કરતા હશો કે બિઝનેસ કરતા હશો પરંતુ તમે આજે કહી શકશો કે તમે ક્યારે નિવૃત થશો?
જો તમે સરકારી નોકરી કરતા હશો તો પણ 58 વર્ષે તમને સરકાર રિયરમેન્ટ આપી દે પરંતુ તમને નાનું મોટું કામ ગોતવાનો વિચાર તો કરી જ લીધો હશે.
દરેક ક્ષેત્રમાં અલગ અલગ લોકોની સફળતાની સ્ટોરી તમે વાંચી હશે પરંતુ રિયરમેન્ટની સ્ટોરી ઓછી જ સાંભળી કે વાંચી હશે.
આપણે અહીંયા ભારતમાં લોકો બધું કરે છે પરંતુ રીટાયર નથી થતા, જીવનના છેલ્લા શ્વાસ સુધી લોકો કામ કરવા માંગે છે. ભારત માં ક્રિકેટ ગેમ ખુબજ લોકપ્રિય ગેમ છે અને તેમાં પણ ખેલાડી ક્યારે રીટાયર થશે તેની જાહેરાત છેવટે તો તેનું ખરાબ ફોર્મ જ નક્કી કરતું હોય છે.
અભિનેતા પણ જ્યાં સુધી ડિરેક્ટર ફિલ્મમાં લેવાની ના ન પાડે ત્યાં સુધી તે કામ કરે જ રાખે છે.
અને સફળ ઉદ્યોગપતિ લગભગ જ રીટાયરમેન્ટનો વિચાર કરતો હોય છે અને ભારતના રાજકારણમાં તો કોઈ નેતા રીટાયર જ નથી થતા તેમની હકાલપટ્ટી કરવી પડે છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં ઘણા 70 વર્ષ ઉપરના નેતાઓને ટિકિટ ન મળવાથી તેમના નારાજ થવાના સમાચાર પણ આવ્યા હતા.
પરંતુ 1999માં કંપની ની શરૂઆત કરનાર જેક મા એ 20 સપ્ટેમ્બર 2019 એટલેકે પોતાના 55માં જન્મદિવસે કંપનીના CEO પદ પરથી રાજીનામુ આપી દીધું છે. જેની જાહેરાત તેમણે પોતાના 54માં જન્મદિવસે કરી હતી અને તેઓ તેના પર કાયમ રહ્યા.
જી હા ફક્ત 20 વર્ષ પહેલા ચાલુ કરેલી કંપનીને જે અત્યારે સફળતાના શિખર સર કરી રહી છે ત્યાં જ તેમના CEO એ નવા વ્યક્તિ માટે પોતાનુ સ્થાન ખાલી કરી દીધું છે તે હવે ફક્ત સમાજના કાર્યોમાં જ ધ્યાન આપશે. જેક મા હવે અલીબાબામાં બોર્ડનો ભાગ હશે પરંતુ તેઓ CEO નથી રહ્યા.
અને કંપનીમાં કર્મચારી જોડે કેવો વ્યવહાર કરવો તે પણ જેક મા જોડેથી શીખવાનું છે. તમે કોઈ CEOને કંપનીના એન્યુઅલ ફંકશનમાં છોકરી બનતા જોયા છે?? જેક મા પોતાના કર્મચારી સામે પૉપ સિંગર, ડાન્સર, એક્ટર બનીને મનોરંજન કરાવતા હતા. તેના એન્યુઅલ ફંક્શનમાં કોઈ મોટા કલાકારને નહોતા બોલવતા પરંતુ પોતે જ એક કલાકાર બનીને કર્મચારીઓનું મનોરંજન કરતા હતા.
હવે વિચારો તમે જે કંપનીમાં નોકરી કરો છો તેનો બોસ આવું કઈ કરે છે?? અથવા તમે તમારા કર્મચારી માટે એવું કંઈક કરશો તો મોટા ભાગના લોકોનો જવાબ “ના” હશે. આ જ વસ્તુ જેક મા ને બીજા લોકોથી અલગ બનાવે છે અને એટલે જ આ વ્યક્તિ 55 વર્ષની ઉમરમાં રીટાયર થવાનું વિચારી પણ શકે છે અને રીટાયર થઇ પણ જાય છે.
આ વખતનો સિંગલ ડે સેલ જેક મા વગરનો પહેલો સેલ હતો જેમાં તેમના નવા CEO અને કર્મચારીઓએ “Show must go on” વાક્યને સિદ્ધ કરતા જુના રેકોર્ડ તોડી નાખ્યા અને એક નવો જ રેકોર્ડ કરી બાતવ્યો જે દર્શાવે છે કે જેક મા એ રીટાયરમેન્ટ લેવાની કોઈ જ ઉતાવળ કરી નથી અને હાલ પૂરતું તો કંપની સારા હાથમાં છે તેવું કહી શકાય અને જેક માની સલાહ તો મળતી જ રહેવાની છે.
આમ જિંદગીમાં પરીક્ષાઓમાં નાપાસ થતા આવેલા જેક મા એ જિંદગીની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી.
ચીનને કોઈ પૂછે કે હમારે પાસ ઇતના કુછ હૈ તો તુમારે પાસ ક્યા હે? તો તે એક જવાબ આપશે કે “મેરે પાસ જેક મા હે!”
eછાપું