ના હોય!: ચીન કુરાનને ફરીથી લખશે પણ પાકિસ્તાન-ચીન ચૂપ

  0
  117

  એક આશ્ચર્યચકિત કરે તેવા સમાચારમાં ચીન હવે કુરાનને ફરીથી લખવા જઈ રહ્યું છે. ચીનનું આ પગલું અહીં રહેતા ઉઈગર મુસ્લિમોને વધુ દબાવવાના પ્રયાસરૂપે જોવામાં આવી રહ્યું છે.

  Photo Courtesy: aljazeera.com

  નવી દિલ્હી: ચીન પર હાલમાં જ અમેરિકા દ્વારા ઉઈગર મુસલમાનો પર કહેવાતા અત્યાચારોને કારણે કેટલાક પ્રતિબંધો મુક્યા છે. ઉઈગર મુસલમાનો ચીનના શિનજીયાંગ પ્રાંતમાં મોટી સંખ્યામાં રહે છે અને તેમના પર અત્યાચાર થતા હોવાની વાતમાં હવે એક નવું પરિમાણ ઉમેરાયું છે.

  એક સમાચાર અનુસાર ચીન હવે બાઈબલ અને કુરાનને ફરીથી લખવા જઈ રહ્યું છે. ચીન આ બંને ઉપરાંત મોટાભાગના ધાર્મિક ગ્રંથોનું ભાષાંતર કરવાનું છે અને તેમાંથી સમાજવાદ અને ચીનના મતે વિરુદ્ધ મંતવ્યો ધરાવતા હોય તેવા ફકરાઓને નાબુદ કરી નાખવામાં આવશે અથવાતો તેને ફરીથી લખવામાં આવશે.

  ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના કહેવા અનુસાર આમ થવું જરૂરી છે અને આ માટે ચીનની સરકારે અલગ અલગ ધર્મોના 16 નિષ્ણાતોની પણ નિમણુંક કરી છે. આ તમામ નિષ્ણાતોએ ગયા મહીને કમ્યુનિસ્ટ પાર્ટીની એક વિશેષ બેઠકમાં ભાગ લીધો હતો.

  જાણવા મળ્યા અનુસાર ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ જે ચીનની સામ્યવાદી પાર્ટી પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે તેમના સીધા નિર્દેશથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જીનપિંગનું માનવું છે કે વિવિધ ધર્મોની માન્યતાઓઓનો આ યુગની જરૂરિયાત અનુસાર સમાજવાદના મૂળતત્વો સાથે સુમેળ સાધવો જરૂરી છે.

  એક જાણકારી અનુસાર 10 લાખ જેટલા ઉઈગર મુસ્લિમોને કોન્સન્ટ્રેશન કેમ્પ્સમાં રાખવામાં આવ્યા છે જેને ચીની સરકાર ‘પુનઃશિક્ષણ કેમ્પ્સ’ તરીકે ઓળખે છે. આ કોન્સન્ટ્રેશન કેમ્પમાં ઉઈગર મુસ્લિમોના પુરુષોને રાખવામાં આવ્યા છે અને તેમની પત્નીઓને ફરજિયાતપણે ચીની અધિકારીઓ સાથે સહશયન કરવાની ફરજ પાડવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

  નવાઈની વાત એ છે કે એક તરફ અમેરિકા ચીનમાં ઉઈગર મુસ્લિમો પર થતા કહેવાતા અત્યાચારોનો વિરોધ કરી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા જેવા કટ્ટર મુસ્લિમ દેશો આ મામલે ચૂપ છે. સાઉદી અરેબિયાએ તો હાલમાં જ IOCની અબુધાબીમાં મળેલી બેઠકમાં ઉઈગર મુસ્લિમોની સંભાળ રાખવા બદલ ચીન સરકારનો તે આભાર માને છે તેવું નિવેદન આપ્યું હતું.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here