દાખલો: કર્ણાટકના હિંસક તોફાનોના આરોપીઓના પરિવારો અટવાયા

0
121
Photo Courtesy: hindustantimes.com

કર્ણાટક સરકારે મેંગલોર હિંસક તોફાનોમાં મૃત્યુ પામેલી બે વ્યક્તિઓને રાહતરૂપે રકમ આપવાની જે જાહેરાત કરી હતી તેને પરત ખેંચી લેતા આ બંનેના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

Photo Courtesy: hindustantimes.com

બેંગલુરુ: બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ CAA વિરુદ્ધ હાલમાં મેંગલોરના થયેલા હિંસક દેખાવોમાં પોલીસની ગોળીથી મરણ પામેલા બે આરોપીઓને આપેલી રાહત હાલપૂરતી મોકૂફ રાખી છે. અગાઉ કર્ણાટક સરકારે મેંગલોરના હિંસક તોફાનોમાં પોલીસની ગોળીથી મૃત્યુ પામેલા બે પ્રદર્શનકારીઓના પરિવારોનેને 10-10 લાખ રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી હતી.

જાણવા મળ્યા અનુસાર બી એસ યેદિયુરપ્પાએ જણાવ્યું છે કે મેંગલોરના તોફાનોના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ આ  બંને તોફાનીઓના મૃત્યુ જે તોફાનોને કારણે થયા છે તે ‘pre-panned’ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે હવે રાહતની રકમ આ બંને વ્યક્તિઓના પરિવારને આપવા અંગેનો તપાસ પૂર્ણ થયા બાદ જ લેવામાં આવશે.

જલીલ અને નૌશીન જેઓ CAA વિરુદ્ધના હિંસક દેખાવો દરમ્યાન પોલીસની કાર્યવાહીથી મૃત્યુ પામ્યા હતા. યેદિયુરપ્પાએ કહ્યું હતું કે,

અમે નક્કી કર્યું છે કે જે બંને લોકો હિંસક દેખાવોમાં માર્યા ગયા છે તેમના પરિવારોને રાહતની રકમ હાલપૂરતી ન ચૂકવવી કારણકે ગુનેગારોને રાહતની રકમ આપવી એ પણ એક ગુનો જ છે.

કર્ણાટક સરકારના આ નિર્ણય બાદ સમગ્ર દેશમાં તેના આકરા પ્રત્યાઘાતો પડ્યા છે અને વિપક્ષી પાર્ટીઓએ બી એસ યેદિયુરપ્પાની સરકારની ઝાટકણી કાઢી છે. કર્ણાટક સરકારે આ તોફાનોની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે.

યેદિયુરપ્પાએ કોંગ્રેસ અને JDSની ટીકા કરતા જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું તારણ નીકળ્યું છે કે આ તોફાનો અગાઉથી જ નક્કી કરેલી યોજના અનુસાર કરવામાં આવ્યા હતા અને અહીં ઘાતક શસ્ત્રોનો ઉપયોગ અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો જેનું સમર્થન આ પક્ષોએ કરવું જોઈએ નહીં,

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here