VIDEO: CAA અંગે ગેરમાન્યતાઓ દૂર કરવા વડાપ્રધાન અને ધર્મગુરુ આગળ આવ્યા

    0
    243

    CAA અંગે જાગૃતિ ફેલાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હાકલ કરી છે તેની સાથે ગૃહમંત્રી અમિત શાહ તેમજ ધર્મગુરુ સધગુરુ પણ આ કાર્યમાં જોડાયા છે.

    Photo Courtesy: moneycontrol.com

    નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે Twitter પર #IndiaSupportsCAA નામનો હેશટેગ ટ્રેન્ડ કરાવ્યો હતો. આ પાછળનો વડાપ્રધાનનો હેતુ CAA અંગે પ્રવર્તમાન ગેરમાન્યતાઓ દૂર કરવાનો તેમજ લોકોમાં આ કાયદા વિષે જાગૃતિ ફેલાવવાનો છે.

    પોતાના આધિકારિક વેબસાઈટના Twitter હેન્ડલ પર વડાપ્રધાન મોદીએ લખ્યું હતું કે CAA એ પ્રતાડિત શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે છે નહીં કે કોઈની નાગરિકતા છીનવી લેવા માટે.

    આ અગાઉ ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે નાગરિકતા સુધારા કાયદો (CAA) એ પડોશી દેશો જેવાકે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક પ્રતાડના સહન કરી રહેલા લોકોને નાગરિકતા આપવા માટે લાવવા માટે છે નહીં કે ભારતની લઘુમતિઓ સહીત કોઈની પણ નાગરિકતા છીનવી લેવા માટે.

    CAA અંગે ધર્મગુરુ સધગુરુએ પણ લંબાણપૂર્વક સમજણ આપી છે. તેમણે પોતાની YouTube ચેનલ પર એક વિડીયો દ્વારા CAA કેમ મોડો લાવવામાં આવ્યો અને તે અંગે દેશની ખ્યાતનામ યુનિવર્સીટીઓના વિદ્યાર્થીઓ કેવી રીતે ગેરસમજ ફેલાવી રહ્યા છે તેના વિષે કહ્યું છે.


    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here