મંતવ્ય: આર્થિક મોરચે આવનારું 2020નું વર્ષ રોમાંચક રહેશે

    0
    282

    નરેન્દ્ર મોદી સરકારે 2014માં સર્વપ્રથમ વખત સત્તાનું સુકાન સંભાળ્યા બાદ એકપછી એક આર્થિક સુધારાઓ કરવાની શરૂઆત કરી હતી જેની અસર આવનારા વર્ષથી જમીન પર દેખાવાની શરુ થશે.

    Photo Courtesy: hindustantimes.com

    2020નું વર્ષ શા માટે રોમાંચક રહેશે એનું મુખ્ય કારણ છે, 2014 પછી લેવાયેલા સરકારનાં આર્થિક સુધારાના પગલાઓ, જેની અસર હવે આવનારા વર્ષોમાં જણાશે.

    તો જોઈએ 2014 પછી સરકારે આર્થિક મોરચે લીધેલા મહત્વના પગલાઓ

    ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)

    1 જુલાઈ 2017થી લાગુ પડેલ GSTએ ગુંચવણ ભરેલ કેન્દ્ર અને રાજ્યના વિવિધ કરને દુર કરી એકમાત્ર સરળ કરનો અમલ કર્યો. આનાથી કરવેરામાં અટવાતા કરોડો રૂપિયાની બચત થશે અને કરબોજ હળવો થશે વળી GSTને કારણે સરકારની આવક પણ વધી છે.

    હવે વ્યાપારીઓ અને નાના ઉદ્યોગપતિઓ પણ GST નંબરનો આગ્રહ રાખતા હોવાથી કાળું નાણું અને કરચોરી ઘટ્યા છે.

    ઇન્સોલ્ન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ (IBC)

    આ કાયદા હેઠળ બેન્કોના NPA એટલેકે નોન પરફોર્મિંગ એસેટ્સમાં ફસાયેલા નાણા ઝડપથી છુટા થઇ રહ્યા છે. આ કાયદા હેઠળ કુલ 1.08 ટ્રીલીયન રૂપિયાની 12 ઓગસ્ટ 2019 સુધીમાં વસુલી થઇ છે જે 42.80% વસુલી દર્શાવે છે અને આવનારા વર્ષોમાં આ વસુલી વધુ ઝપી બનશે.

    રીયલ ઇસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી એક્ટ 2016 (RERA-રેરા)

    આ કાયદાને લીધે રીયલ ઇસ્ટેટમાં કરચોરી ઘટશે અને પ્રોજેક્ટ્સ સમયસર પુરા કરવાની બાહેંધરી આપવાની રહે છે. વળી પ્રોજેક્ટ્સ પારદર્શક થશે એથી મોટામોટા પ્રોજેક્ટ્સને વેગ મળશે.

    ડીસઇન્વેસ્ટમેન્ટ

    2014-19 દરમ્યાન સરકારે પબ્લિક સેક્ટરના ડીસઇન્વેસ્ટમેન્ટ મારફત રૂ. 2,79,622 કરોડ મેળવ્યા છે જેના લીધે સરકારની બજેટ ખાધ ઘટી છે.

    બેન્કિંગ રિફોર્મ્સ

    સરકારે બેન્કિંગ ક્ષેત્રે ઘણાં સુધારા કર્યા છે જેના લીધે એની NPAમાં ઘટાડો થશે સીસ્ટમ પારદર્શક થવા માંડી છે આને લીધે જુન 2019 સુધીમાં બેન્કોના રૂ. 89189 કરોડનો ઘટાડો થયો છે.

    તમામ ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ

    હાઇવે કન્સ્ટ્રકશન ભારતમાલા, સાગરમાલા અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ્સમાં ગતિ આવી છે. વળી તમામ શહેરો વચ્ચે એર કનેક્ટિવિટી વધી છે તમામ શહેરો વિમાનસેવાથી જોડાયા છે.

    પ્રધાનમંત્રી મુદ્રા યોજના

    એપ્રિલ 2015માં આ યોજના લાગુ થઇ જેના થકી નાના વ્યાપારીઓ ઉદ્યોગપતિઓને તેમજ માઈક્રો એન્ટરપ્રાઈઝને રૂ 10 લાખ સુધીની લોન સહેલાઈથી મળી શકે છે. નવેમ્બર 1 2019 સુધીમાં આ યોજના હેઠળ 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી થઇ છે.

    મેઇક ઇન ઇન્ડિયા સ્કીમ

    સપ્ટેબર 2014માં આ સ્કીમ દાખલ કરવામાં આવી ત્યારથી સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન મળ્યું છે અને દેશ વિદેશી ઉત્પાદકોનો મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યો છે.

    પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ

    આ યોજના હેઠળ નાના ખેડૂતોને રૂ. 6000 સુધીની વાર્ષિક સહાય આપવામાં આવે છે જેને કારણે નાના અને સીમાંત ખેડૂતોને તેમની નાનીમોટી ખરીદીઓ માટે વ્યાજખોરો પાસેથી ઋણ લેવાની જરૂર પડતી નથી.

    આ થયા લાંબાગાળાના રિફોર્મ્સ પરંતુ ટુંકા અને મધ્યમ ગાળા માટે પણ ઘણાં આર્થિક સુધારાઓ થઇ રહ્યા છે. જેમકે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડી 22% કરવામાં આવ્યો અને નવી કંપનીઓ માટે 25%થી ઘટાડી 15% કરવામાં આવ્યો. રાષ્ટ્રીયકૃત બેન્કોને રૂ. 70,000 કરોડની મૂડી સહાય આપવામાં આવી છે. ઓલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ હેઠળ રીયલ ઇસ્ટેટ માટે રૂ. 25,000 કરોડ ફાળવવામાં આવ્યા છે જેના લીધે અર્ધા બાકી રહેલા પ્રોજેક્ટ્સ પુરા કરવામાં ઝડપ આવશે અને પ્રોજેક્ટ્સ શરુ થઇ શકશે.

    નાના ઉદ્યોગોના GST રીફંડ 30 દિવસમાં આપવામાં આવશે એજ પ્રમાણે નોન બેન્કિંગ ફાયનાન્શિયલ સેક્ટર માટે પણ નાણાની જોગવાઈ સહેલી કરવામાં આવી છે.

    ટુકમાં આર્થિક ઉદારીકરણ અંગે સરકાર ગંભીર છે અને ઝડપી નિર્ણયો લેવાઈ રહ્યા છે. ઉદ્યોગોને નડતી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તમામ ક્ષેત્રે ગંભીર પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

    આમ ઉપરના સુધારવાદી પગલાઓ જોતાં તો એમ જ થાય કે સાચી રોકાણની તક ગઈકાલે હતી પરંતુ ગઈકાલ પાછી નથી આવતી પરંતુ આજથી તો શરૂઆત જરૂરથી કરી શકાય છે.

    આ રીતે આવનારું વર્ષ રોકાણ માટે ગોલ્ડન ઓપરચ્યુંનીટી લાવી રહ્યું છે દેશના આર્થિક વિકાસ સાથે શેરબજાર પણ તેજીમય રહેશે.

    શેરમાં લાંબાગાળાના રોકાણ અને સક્સેસ્ન પ્લાનિંગ માટે અહી ક્લિક કરો.

     

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here