મહારાષ્ટ્રના મહા વિકાસ આઘાડી મંત્રીમંડળના વિસ્તરણમાં એક એવા મંત્રીને પણ સામેલ કરવામાં આવ્યા છે જેણે એક સમયે આતંકવાદી યાકુબ મેમણની તરફેણ કરી હતી.

મુંબઈ: ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ મંત્રીમંડળમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું જેમાંથી એક છે કોંગ્રેસના વિધાનસભ્ય અસ્લમ શેખ.
અસ્લમ શેખ એ જ વ્યક્તિ છે જેણે એક સમયે ભારતના રાષ્ટ્રપતિ રહેલા પ્રણબ મુખરજીને આતંકવાદી યાકુબ મેમણની ફાંસી વિરુદ્ધ દયાની અરજી કરી હતી. યાકુબ મેમણને 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય ગુનેગાર તરીકે ફાંસી થઇ હતી.
અસ્લમ શેખે મહારાષ્ટ્રના હાલના અને ભૂતપૂર્વ વિધાનસભ્યો જેવાકે, નસીમ ખાન, અમીન પટેલ, શેખ આસિફ, શેખ રશીદ, મુઝફ્ફર હુસૈન હસીનાબાનો ખલીફે, યુસુફ અબ્રહાની અને જાવેદ જુનેજા સાથે મળીને તે સમયના રાષ્ટ્રપતિને ઉપરોક્ત અપીલ કરી હતી.
અત્રે એ નોંધપાત્ર છે કે શિવસેના જે એ સમયે સત્તાધીશ NDAનો જ એક ભાગ હતું તેણે યાકુબ મેમણને આપેલી ફાંસીનું સમર્થન કર્યું હતું. એ સમયે શિવસેનાના વરિષ્ઠ નેતા રામદાસ કદમે કહ્યું હતું:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં રોકાયેલા વ્યક્તિઓને ફાંસીએ લટકાવવામાં આવશે તેવો સંદેશ આપ્યો છે. હું આ સંદેશનું સ્વાગત કરું છું અને વડાપ્રધાનનો આભાર માનું છું.
eછાપું