હેરાનગતી: CAAના સમર્થક દિલ્હીના વિદ્યાર્થી સાથે થયો અન્યાય

0
138
Photo courtesy: freepressjournal.in

CAAના વિરોધમાં થયેલા મોટાભાગના પ્રદર્શનો હિંસક રહ્યા હતા પરંતુ CAAના સમર્થનમાં થયેલા તમામ પ્રદર્શનો અહિંસક અને શાંત રહ્યા હતા, પરંતુ તેમ છતાં સમર્થકો સાથે કેટલીક યુનિવર્સીટીઓમાં ભેદભાવ થઇ રહ્યો છે.

Photo courtesy: freepressjournal.in

નવી દિલ્હી: વામપંથીઓ, સેક્યુલરો તેમજ તટસ્થો કાયમ દેશમાં વિરુદ્ધ વિચાર તેમજ અભિવ્યક્તિની આઝાદી વ્યક્ત નથી થઇ શકતી તેનો પ્રચાર કરે છે. પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં વામપંથીઓ દ્વારા શાસિત શિક્ષણ સંસ્થામાં જ રાષ્ટ્રવાદી વિચાર ધરાવતા એક વિદ્યાર્થીને હેરાનગતીનો સામનો કરવાનો આવ્યો છે.

હર્શાંત સિંગ નામનો વિદ્યાર્થી જે દિલ્હી યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે તેના કહેવા અનુસાર તેણે નાગરિકતા સુધારા કાયદો એટલેકે CAAનું સમર્થન કર્યું હતું. હવે દિલ્હી યુનિવર્સીટીમાં તેની સાથે હેરાનગતી થઇ રહી છે.

હર્શાંત સિંગને ફિઝીક્સમાં તેનું PhD કરતાં અટકાવી દેવામાં આવ્યો છે, એટલુંજ નહીં તેના કહેવા અનુસાર તેની સાથે હવે અન્ય વિદ્યાર્થીઓ સામે ભેદભાવપૂર્ણ વર્તન પણ કરવામાં આવી રહ્યું છે. સિંગનો દાવો છે કે આ યુનિવર્સીટીમાં દેશવિરોધી તાકાતો રાજ કરે છે અને દેશના કરદાતાઓના પૈસે મોજમસ્તી પણ થાય છે.

આવોજ એક અનુભવ Upward નામની વેબસાઈટે એક વિડીયો દ્વારા શેર કર્યો છે જેમાં વિવિધ યુનિવર્સીટીઓના વિદ્યાર્થીઓ જેમણે CAAનું સમર્થન કર્યું હતું તેમની સાથે કેવો અન્યાય કરવામાં આવી રહ્યો છે તે જણાવવામાં આવ્યું છે.

થોડા દિવસો અગાઉજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ બંધારણની મર્યાદામાં રહીને ભલે વિરોધ કરે પરંતુ પોતપોતાની યુનીવર્સીટીઓમાં CAA મામલે ચર્ચા પણ કરે. પરંતુ લાગે છે કે અમુક તત્વો કોઈને કોઈ એજન્ડા હેઠળ વડાપ્રધાનની આ સલાહને આગળ પ્રસરવા દેતા નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here